<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

શબ્‍દો નહિ,નીતિ આકરી બનાવો

બ્રાન્‍ડ મોદી સામે એલફેલ બોલીને કોંગ્રેસ વિલન સાબિત થઇ રહી છેઃ ચૂંટણી જીતવા નેતા અને નીતિ નક્કર જરૂરી

ચોકીદાર ચોર હૈ.. વોટ ચોરી નહિ ચલેગી.. મોતના સોદાગર... આ બધાં શબ્‍દો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વાપરી ચુકયા છે. રાહુલે તો એલફેલ બોલવા બાબતે કોર્ટમાં માફી પણ માંગી હતી. કોંગ્રેસ મોદીજી સામે અતિ આકરા અને વાંધાજનક શબ્‍દો સતત વાપરે છે.

છેલ્લા સવા દાયકાથી બ્રાન્‍ડ મોદી ભારતના વિપક્ષ માટે માથાનો દુખાવો બની ગઇ છે. મોદીજીને કોઇ કાળે મ્‍હાત કરી શકાતા નથી. પ્રાદેશિક પક્ષો જ નહિ. કોંગ્રેસ જેવી ધરખમ ગણાતો પક્ષ પણ મોદીજી સામે શકિતહીન પુરવાર થઇ ગયો છે. બીજી બાજુ મોદીજી- ભાજપની મજબૂતી સતત વધી રહી છે એ હકીકત છે.

તાજેતરમાં કેરળમાં પણ રાજકીય ડંકા વગાડીને બ્રાન્‍ડ મોદીએ વિપક્ષને પ્રચંડ આંચકો આપી દીધો છે. વિપક્ષ પરેશાન છે. કોંગ્રેસ તો રીતસર ઘાંઘી બની ગઇ છે. મોદીજી સામે નક્કર રણનીતિ ઘડવાને બદલે મોદીજી સામે અતિ વાંધાજનક શબ્‍દોનું ઉચ્‍ચારણ કરી ને કોંગીજનો ખુદના પક્ષને વધારે ડેમેજ કરે છે.

રાજસ્‍થાન કોંગ્રેસની એક નેતીએ તાજેતરમાં મોદીજીને ઉદ્‌ેશીને નિવેદન કર્યું હતું કે, મોદી તેરી કબર ખુદેગી... પ્રદેશની સામાન્‍ય નેતી નિવેદન કરે તેનું વિશેષ મહત્‍વ હોતું નથી. પણ સ્‍માર્ટ ભાજપીઓ આવી બાબતોને રાષ્‍ટ્રીયસ્‍તરે ચગાવીને કોંગ્રેસને વધારે ડેમેજ કરે છે.

કોંગ્રેસે એક બાબત કમને સ્‍વીકારવી જ પડશે કે મોદીજી લોકપ્રિય છે અને તેના નામે મતો મળે છે. ઘાંઘા થયેલા રાહુલ સહિતના  નાના-મોટા કોંગી નેતાઓ મોદીજી સામે સીધા નિવેદનો કરીને ખુદ વિલન બની રહયા છે. મોદીજી ખુદ નેગેટીવ પબ્‍લિસિટી લેવાની માસ્‍ટરી ધરાવે છે. રાહુલ ગાંધી દોઢ દાયકાથી સતત મોદી વિરોધી સીધુ અને સતત અભિયાન ચલાવે છે. પરિણામો કેવા રહયા? મોદીજી દેશમાં વધારે મજબૂત થયા અને રાહુલ ગાંધી પરિવારની પરંપરાગત બેઠક પર પણ હારી ગયા...

આ બાબત દર્શાવે છે કે, રાહુલ અને કોંગ્રેસની રણનીતિ પૂરપૂરી નિષ્‍ફળ ગઇ છે. પક્ષનું પતન થવા લાગ્‍યું છે. છતાં કોંગ્રેસ કે રાહુલ રણનીતિ કે નેતાગીરી બદલતા નથી.

વિપક્ષ માટે ભારતમાં અનુકુળ વાતાવરણ છે. અનેક સમસ્‍યાઓ તાંડવ કરે છે. વિપક્ષ આ બાબતે આક્રમક અને પરિણામલક્ષી રણનીતિ ઘડે તો તેને ફાયદો થાય તેમ છે. વિપક્ષ મોદીજીનો વિરોધ કરવાને બદલે  તેને ઇગ્નોર  કરે તો લાભમાં રહે તેમ છે.

આ બાબત કોંગ્રેસને ન સમજાય તેવી નથી. કોંગ્રેસ પાસે ખંધા નેતાઓની અછત નથી. પણ આヘર્ય છે કે, દોઢ વર્ષના સતત  પરાજય બાદ પણ રણનીતિમાં ફેરફાર થતો નથી. આ કારણે શંકા થઇ શકે કે, રાહુલ ગાંધી ખુદ અંદરખાને મોદિત્‍વ સાથે... 

 

 

(11:24 AM IST)