ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
તા. ૧૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર
વસંતઃ પ્રેમ-સુગંધ, સાક્ષાત્કારનો સંગમ
વેલેન્ટાઇનમાં ઉછળનારાને ખુદની સંસ્કૃતિની ખબર પણ નથીઃ સમજ વિકસે તો વેવલાઇ છૂટે
ૐ ઔં ૐ
આવતી કાલે વસંત પંચમીનો મંગલ દિન છે. વસંત એટલે ઉત્સવોનું વૈવિધ્ય. મહાસરસ્વતી માતાજીનો પ્રાગટય દિન છે. ઉપરાંત પ્રેમનો પણ ઉત્સવ છે. પ્રકળતિની સાથે હૈયા ખીલવવાની ઋતુ છે. કાર્ડ-ગિફ્ટ અને પ્લાસ્ટિકના હૃદય પાછળ પાગલ થતી પેઢીને જોતા એમ લાગે છે કે આપણે ખજાનો ભૂલીને કાચના ટુકડા પાછળ દોડી રહ્યા છીએ.
પヘમિના આંધળા અનુકરણમાં રચ્યાપચ્યા રહેતા વેલેન્ટાઈન-પ્રેમીઓને કદાચ એ ખબર નથી કે સાચો પ્રેમ અને વસંતનો વૈભવ શું છે. સમજણ વિનાની આ વેવલાઈ જ્યારે છૂટશે, ત્યારે જ ખરા સાક્ષાત્કારનો સંગમ થશે
૧૪ ફેબ્રુઆરીએ ટેડી બેર પકડાવવામાં જેમને સંસ્કળતિ દેખાય છે, તેમને આપણા ઋષિ-મુનિઓએ આપેલી ઋતુરાજ વસંતની ભેટ સમજાય એવી નથી. પヘમિનો પ્રેમ એ પ્રદર્શન છે, જ્યારે ભારતની વસંત એ અનુભૂતિ છે. આપણે ત્યાં પ્રેમ એટલે માત્ર સ્ત્રી-પુરૂષનું આકર્ષણ નહીં, પણ પ્રકળતિ અને પરમાત્મા સાથેનો તાદાત્મ્ય ભાવ છે.
વસંત પંચમી એટલે માત્ર રંગો નહીં, પણ માં સરસ્વતીનો પ્રાગટય દિવસ. પヘમિી સંસ્કળતિ શરીરના સુખ પર અટકી જાય છે, જ્યારે સનાતન સંસ્કળતિ જ્ઞાનના પ્રકાશથી આત્માને ઝળહળાવવાની વાત કરે છે. બુદ્ધિ વિનાના ે પ્રેમ એ પાગલપણું છે. સરસ્વતીની આરાધના એ વિવેક શક્તિ જગાડવાનું પર્વ છે. વસંત એ કામદેવ અને રતિના મિલન અને જીવાત્મા અને શિવાત્માના મિલનનો ‘સાક્ષાત્કાર' છે. હૃદયમાં ભક્તિની સુગંધ પ્રસરે એ જ સાચો પ્રેમ છે.
આયુર્વેદની દ્રષ્ટિએ વસંત એ નવજીવનની ઋતુ છે. શિયાળામાં જામેલો કફ પીગળે છે અને શરીર શુદ્ધિની પ્રક્રિયા શરૂ થાય છે. પヘમિના તહેવારોમાં કેક અને જંકફૂડનો મારો હોય છે, જ્યારે આપણી વસંત પંચમીએ વિશિષ્ટ વ્યંજનો અને કુદરતી આહારનું મહત્વ છે. પ્રકળતિ જ્યારે નવપલ્લવિત થાય, ત્યારે માણસે પણ પોતાના સ્વાસ્થ્ય અને મન પર લાગેલી જડતાને ખંખેરવી જોઈએ.
પヘમિી વાયરે ચડીને હેપ્પી વેલેન્ટાઈનના મેસેજ ફોરવર્ડ કરતા યુવાનોએ સમજવું પડશ ે કે, પ્રેમ એ ચોકલેટમાં નથી, પણ ચરિત્રમાં છે. જે દિવસે હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટશે અને સંસ્કળતિ પ્રત્યે ગૌરવ જાગશે, તે દિવસે આ વેવલાઈ આપોઆપ છૂટી જશે. આ વસંતે માત્ર બહારના ફૂલોને જ નહીં, પણ ભીતરના પ્રેમ, જ્ઞાન અને આરોગ્યને પણ ખીલવીએ. વસંત એ માત્ર પર્વ નથી, એ તો આત્માના સાક્ષાત્કારનો ઉત્સવ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
