શેર- સોનુ-ચાંદી વૈશ્વિક ગુજરી બજાર
વિશ્વાસ અને સ્ટાન્ડર્ડ ગુમાવ્યાઃ માત્ર નિવેદનોથી પણ માર્કેટમાં ઉથલપાથલઃ મૂડી રોકાણના ક્ષેત્રની દશા જુગારીના અડ્ડા જેવી થઇ
વૈશ્વિક અર્થતંત્રના વર્તમાન પ્રવાહો રોકાણકારો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. એક સમય હતો જ્યારે સોનું અને ચાંદી પવિત્ર અને દૈવી ધાતુ માનવામાં આવતી હતી. મધ્યમ વર્ગ માટે તે આર્થિક સુરક્ષાનું સૌથી ભરોસાપાત્ર સાધન હતું. આજે આ કિંમતી ધાતુઓ માત્ર સટ્ટાખોરોના હાથનું રમકડું બનીને રહી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થતી અચાનક વધઘટ હવે સામાન્ય રોકાણકારની સમજ બહારની વાત બની ગઈ છે.
સોના-ચાંદીના ભાવ હવે વાસ્તવિક માંગ અને પુરવઠા પર નહીં, પણ મોટા જુગારીઓના મેનિપ્યુલેશન પર ચાલે છે. આ સ્થિતિમાં બજારનો પાયો ગણાતો ‘વિશ્વાસ' અને ‘સ્ટાન્ડર્ડ' સંપૂર્ણપણે નામશેષ થઈ ગયા છે. બજારની ગરિમા હવે જોખમમાં છે.
આ અરાજકતા વચ્ચે સાચા અને ‘રિયલ રોકાણકારો' ભારે મૂંઝવણમાં મુકાયા છે. જેઓ કંપનીના ફંડામેન્ટલ્સ અને લાંબા ગાળાની સ્થિરતા જોઈને મૂડી રોકે છે, તેમને હવે બજારમાં કોઈ સુરક્ષા દેખાતી નથી. રિયલ રોકાણકાર હંમેશા ગણતરીપૂર્વક ચાલે છે, પણ અત્યારનું બજાર માત્ર અનિヘતિતા પર ટકેલું છે. શેરબજારની કથિત મજબૂતી હવે માત્ર પોકળ સાબિત થઇ રહી છે. નેતાઓ કે મોટા ઉદ્યોગપતિઓના માત્ર એક નિવેદનથી અબજો રૂપિયાની સંપતિ ક્ષણવારમાં સાફ થઇ જાય છે. રોકાણનું ક્ષેત્ર જ શિસ્ત અને નૈતિકતા માટે જાણીતું હતું. તે હવે જુગારીના અડ્ડા જેવું ભયાનક બની ગયું છે. અહીં સામાન્ય માણસની મહેનતની કમાણી જોખમમાં મુકાઇ છે.
વૈશ્વિક અર્થતંત્ર પર હવે મુઠ્ઠીભર સત્તાધીશો અને સટ્ટાખોરોનો કબજો છે. તેઓ પોતાના વ્યક્તિગત ફાયદા માટે માર્કેટમાં કળત્રિમ ઉથલ-પાથલ સર્જે છે. બજારમાં ડર અને લાલચનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે. સામાન્ય માણસે આ માયાવી જાળથી હવે ચેતવાની જરૂર છે. જ્યારે બજાર તર્ક છોડીને લાલચ પર ચાલવા લાગે, ત્યારે મોટા પાયે નુકસાન નિヘતિ હોય છે.
રિયલ રોકાણકારો માટે પોતાની મૂડી બચાવવી એ અત્યારે સૌથી મોટો પડકાર છે. અંધાધૂંધ રોકાણ કરવાને બદલે બજારની કઠોર વાસ્તવિકતા તપાસવી અનિવાર્ય છે. જો સમયસર સાવચેતી નહીં રાખવામાં આવે, તો આ આંતરરાષ્ટ્રીય જુગારની રમતમાં નિર્દોષ રોકાણકારોએ જ પાયમાલ થવું પડશે. બજારમાં નૈતિક મૂલ્યોનું પતન એ આવનારી મોટી આર્થિક કટોકટીનો સંકેત છે. હવે આર્થિક સ્ટાન્ડર્ડ જાળવવા ખૂબ મુશ્કેલ બન્યા છે. (૩.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
