<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

અન્‍ય ઝુપડપટ્ટી પર ભારણ વધશે..

જંગલેશ્વર સાફ કરવાથી સમસ્‍યાનો અંત આવી જતો નથીઃ ગુન્‍હાખોરીના અડ્ડા જેવા ઝૂપડા પર વ્‍યાપક ત્રાટકો

રાજકોટમાં જંગલેશ્વર વિસ્‍તારમાં દબાણ હટાવવાની કામગીરી માત્ર એક શરૂઆત હોઈ શકે, પણ તે સમસ્‍યાનો સંપૂર્ણ ઉકેલ નથી. તંત્રની બહાદુરી અત્‍યારે શંકાસ્‍પદ જણાય છે, કારણ કે માત્ર એક વિસ્‍તાર સાફ કરવાથી સમગ્ર શહેરની ગેરકાયદે પ્રવળત્તિઓ અટકી જવાની નથી. અન્‍ય વિસ્‍તારોની ઝૂપડપટ્ટીઓમાં પણ ગુન્‍હાખોરી ફૂલીફાલી છે, તો પછી ત્‍યાં કેમ સફાયો કરવામાં આવતો નથી?  તંત્ર માત્ર પસંદગીના વિસ્‍તારોમાં જ કાર્યવાહી કરવા માંગે છે? પ્રસિદ્ધિ ખાતર કરવામાં આવતા એકાદ ઓપરેશનથી વ્‍યવસ્‍થામાં કોઈ મોટો ફેરફાર આવવાનો નથી.

શહેરમાં ગેરકાયદે રહેઠાણો અને દબાણો અંગે સરકારે નવેસરથી કડક નીતિ ઘડવી અનિવાર્ય છે. માત્ર દબાણ હટાવવાથી કામ પૂરૂ થતું નથી, જે તે વિસ્‍તારના અધિકારીઓની જવાબદારી પણ ફિક્‍સ થવી જોઈએ. જો ફરીથી દબાણ થાય, તો તેના માટે અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ. ગુજરાતમાં પણ હવે ‘દાદાનું બુલડોઝર' ઉત્તર પ્રદેશની યોગી સરકાર જેવું આક્રમક બનવું જરૂરી છે. જ્‍યારે ગુનેગારો અને ભૂમાફિયાઓમાં કાયદાનો ડર બેસશે, ત્‍યારે જ લોકોનો સરકાર પર વિશ્વાસ વધશે. વ્‍યાપક સફાયો કરીને જ લોક વિશ્વાસ પ્રાપ્‍ત  કરી શકાય છે.

માત્ર રાજકોટ જ નહીં, પણ હવે સમગ્ર સૌરાષ્‍ટ્ર પર ત્રાટકવું જરૂરી બન્‍યું છે. જંગલેશ્વર જેવા વિસ્‍તારોમાંથી ખસેડાયેલા  લોકો માહેના અસામાજીકો અન્‍ય શાંત વિસ્‍તારોમાં જઈને નવું ‘જંગલ' ઊભું કરી દેશે, જે ભવિષ્‍યમાં મોટી સુરક્ષા સમસ્‍યા સર્જી શકે છે. આ વિસ્‍થાપિત નઠારા તત્‍વો અન્‍ય વિસ્‍તારોની ઝૂપડપટ્ટીઓમાં ભારણ વધારશે અને ત્‍યાં ગુન્‍હાખોરીના નવા અડ્ડાઓ વિકસશે.

આવા સંજોગોમાં સરકાર કેમ ઢીલી પડે છે તે સમજાતું નથી. વોટબેંકની રાજનીતિ છોડીને શહેરની સુરક્ષા અને વ્‍યવસ્‍થાને પ્રાધાન્‍ય આપવું જોઈએ.જો અત્‍યારે કડક હાથે કામ લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં આ ઝૂપડપટ્ટીઓ ગુન્‍હાખોરીનું મુખ્‍ય કેન્‍દ્ર બની જશે.  ભીલવાસ ચોકથી સર્કિટ હાઉસ તરફના રસ્‍તા આસપાસ આ સ્‍થિતિ સર્જાતી જોવા મળી રહી છે. તંત્રએ છૂટક કાર્યવાહી કરવાને બદલે સંપૂણ સફાયો કરવાની નીતિ અપનાવવી જોઈએ. વ્‍યાપક આયોજન અને કડક અમલીકરણ દ્વારા જ આ બદીને નાબૂદ કરી શકાશે. શહેરીજનોની શાંતિ માટે આક્રમક કાર્યવાહી સમયની માંગ છે.

જંગલેશ્વરમાં ઓપરેશન કરીને મોટીમોટી વાતો કરનારા રાજકોટના અન્‍ય વિસ્‍તારોમાં ફરે તો ખ્‍યાલ આવે કે નેતાઓ અને અધિકારીઓની અસીમ કળપાથી ચારેબાજુ જંગલેશ્વર સર્જાઇ ગયા છે, ત્‍યાં નશાબંધીના કાયદા પણ લાગુ પડતા નથી. દારૂડિયા તત્‍વોથી ત્રાહીમામ બનેલા લોકોએ મોટા સફાયા માટે લડત આપવી પડે તેમ છે. સફાયાના આધારે જ મતદાનનો નિર્ણય થવો જોઇએ. લોકો નહિ જાગે તો શાસકોની કૃપાથી દરેક વિસ્‍તારોમાં જંગલેશ્વર સર્જાઇ જશે? 

(11:27 AM IST)