<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

અઢી દાયકાઃ રાજ અને નીતિ

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ વિચારધારા અને હવે વિચાર વગરની ધરાઃ ભાજપ મજબુત થયો, ગુજરાત નબળું પડયું

 ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨નો એ દિવસ ગુજરાત  ક્યારેય ભૂલી નહિ શકે. રકતરંજિત દિવસ હતો. ટ્રેનમાં કારસેવકોને જીવતા સળગાવી દેવાયા હતાં. ગોધરાકાંડની એ જ્વાળાઓએ ગુજરાતની રાજનીતિની તાસીર કાયમ માટે બદલી નાખી. આ ઘટના બાદ ગુજરાતમાં એક નવા વ્યકિતત્વનો અને વિચારધારાનો ઉદય થયો, જેને દુનિયાએ 'મોદિત્વ' તરીકે ઓળખી. સામા પૂરે તરીને નરેન્દ્રભાઇ  મોદીએ ગુજરાતમાં પોતાની મજબૂત પકડ જમાવી. વિધર્મી ભાંગફોડિયા તત્વોને પ્રથમ વખત જડબાતોડ જવાબ મળ્યો હતો. તે સમયે શાસનની ધાક હતી અને વિચારધારાની મજબૂતી હતી.

સમય જતાં મોદીજી ગુજરાત છોડીને દેશના ફલક પર વિરાટ બન્યા. તેમના ગયા બાદ ગુજરાતમાં ભાજપ સંગઠન તરીકે વધુ મજબૂત બન્યો, પણ રાજ્યનું શાસન નબળું પડતું ગયું. આજે સ્થિતિ એવી છે કે ભાજપ પાસે જંગી બહુમતી છે, પણ નિર્ણયશકિતનો અભાવ છે. ગુજરાત હવે 'વિચારધારાની ધરા'મટીને 'વિચાર વગરની ધરા' બની ગયું હોય તેમ લાગે છે. જે ધાક ૨૦૦૨ પછી જોવા મળતી હતી, તે આજે ક્યાંક લુપ્ત થઈ ગઈ છે.

આજે વિધર્મી અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે. ગામેગામ ગોધરા જેવા કાંડ સર્જવાની ક્ષમતા આ તત્વો કેળવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. ભાજપના શાસકો જંગલેશ્વરની દીવાલો તોડીને સંતોષ માને છે, પરંતુ વાસ્તવિક અસામાજિક તત્વો સામે લડતા ધ્રુજે છે. સત્તાનો નશો ચઢ્યો છે, વહીવટી તંત્ર પરની પકડ ઢીલી પડી ગઈ છે.

ભાજપે ગુજરાતમાં વિપક્ષને તોડવાની અને પોતાની છાવણીમાં ભેળવવાની મહાન સિદ્ધિ મેળવી છે. તેનાથી રાજકીય રીતે ભાજપ અજેય બન્યો, પણ લોકશાહીમાં મતદારો સામેનો વિકલ્પ ખતમ થઈ ગયો. શાસકો નબળા હોવા છતાં દિલ્હી બેઠેલું મોવડી મંડળ નચિંત છે, કારણ કે સામે કોઈ પડકાર નથી. પરંતુ આ સ્થિતિ ગુજરાતના હિતમાં નથી. રાજકીય મજબૂતી વચ્ચે સામાજિક સુરક્ષા જોખમાઈ રહી છે.

હવે અંતિમ ફેસલો જનતાના હાથમાં છે. શું આપણે ફરીથી ગામેગામ ગોધરાકાંડ જેવી અરાજકતા સહન કરવી છે? વિચારધારા અને તાકાત વગરનું શાસન માત્ર સત્તા ભોગવે છે, રક્ષણ નથી આપી શકતું. ગુજરાતને ફરીથી એ જ મજબૂત ઈચ્છાશકિતવાળા નેતૃત્વની જરૃર છે જેણે ૨૦૦૨માં અસામાજિકોને પાઠ ભણાવ્યો હતો. લોકશાહીમાં નિર્ણય લોકોના હાથમાં હોય છે એ ગુજરાતી મતદાર કદાચ ભૂલી ગયા હશે. સૌથી મોટી તાકાત લોકો જ હોય છે, હવે ભૂલતા નહિ.

(11:07 AM IST)