<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

વિજ્ઞાનના અંધશ્રધ્‍ધાળુ પણ ન બનતા

આશીર્વાદ જેવી લાગતી વિજ્ઞાનની શોધો આફતમાં પરિણમવા લાગી છેઃ સામાન્‍ય સમજ ન હોય તો જ્ઞાન કે વિજ્ઞાન પચશે નહિ

આજે રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિન છે. આ યુગ વિજ્ઞાનનો ગણાય છે, સતત સંશોધનો આશીર્વાદરૂપ  લાગે છે,પણ સિક્કાની બીજી  બાજુનો વિચાર કરવો પણ જરૂરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના મોટાભાગના સંશોધનો આજે માનવજાત માટે ગંભીર પ્રશ્નાર્થ ચિન્‍હ ઉભા કરી રહ્યા છે. જ ે શોધો  શરૂઆતમાં આશીર્વાદ સમાન લાગતી  હતી, તે આજે વિનાશક આફતમાં પરિણમી રહી છે. રાસાયણિક ખેતી તેનું જ્‍વલંત ઉદાહરણ છે. વધુ અનાજ પકવવાની લાલચે આપણે ધરતી માતાને ઝેરથી ભરી દીધી છે. આ રસાયણો આજે કેન્‍સર જેવા અસાધ્‍ય રોગોના રૂપમાં આપણા થાળી સુધી પહોંચ્‍યા છે. વિજ્ઞાનના નામે અહીં  ‘કાચું કપાયું' હોય તેમ લાગે છે, કારણ કે પ્રકળતિ સાથેનો તાલમેલ સાવ તૂટી ગયો છે.

આધુનિક વિજ્ઞાનની પરમાણુ શક્‍તિ એક તરફ વીજળી આપે છે, તો બીજી તરફ પરમાણુ બોમ્‍બના રૂપમાં સમગ્ર વિશ્વના વિનાશનું કારણ બની શકે છે. જાપાનના હિરોશિમા અને નાગાસાકી જેવી આડઅસરો આજે પણ માનવજાત ભૂલી શકી નથી. વિજ્ઞાન જ્‍યારે પ્રકળતિ પર વિજય મેળવવાની આંધળી દોડમાં ઉતરે છે, ત્‍યારે તે વિધ્‍વંસક બની જાય છે. તબીબો પણ આજે આધુનિક ઉપકરણો અને દવાઓથી  દૂર રહેવાની સલાહ આપે છે. આરોગ્‍ય વિજ્ઞાનની ઘણી દવાઓ તાત્‍કાલિક રાહત તો આપે છે, પણ તેનાથી થતું આડકતરૂ  નુકસાન અને આડઅસરો શરીરને અંદરથી પોલું કરી નાખે છે.

 રાજકોટમાં વિજ્ઞાન દિને નીકળેલી રેલીનો મર્મ સમજવો જરૂરી છે. એસી અને ફ્રિજની ઠંડક ગ્‍લોબલ ર્વોમિંગ વધારે છે, જ્‍યારે મોબાઈલનું વળગણ માનસિક શાંતિ હણી રહ્યું છે.  આ ઉપકરણો ખરાબ નથી, પણ આપણામાં તે વાપરવાની ‘સેન્‍સ'નો અભાવ છે. વિજ્ઞાન જાથા જેવી સંસ્‍થાઓ ઘણીવાર વિજ્ઞાનની જ અંધશ્રદ્ધાળુ લાગે છે. તેઓ વિજ્ઞાનને સ્‍થાપિત કરવાને બદલે અન્‍યની માન્‍યતાઓને બદનામ કરવામાં વધુ ઉર્જા ફાળવે છે. વિજ્ઞાનનો હેતુ સમજણ આપવાનો હોવો જોઈએ, કોઈને નીચા બતાવવાનો નહીં.

ધર્મમાં અંધશ્રદ્ધા રાખવી જેટલી જોખમી છે, તેટલી જ ખતરનાક વિજ્ઞાનમાં અંધશ્રદ્ધા રાખવી છે. જો સામાન્‍ય સમજ કેળવવામાં નહીં આવે, તો જ્ઞાન કે વિજ્ઞાન પચશે નહીં. પ્રકળતિથી વિપરીત દિશામાં દોડતુ ં વિજ્ઞાન અંતે તો વિનાશ જ નોંતરે છે.  આપણે વિજ્ઞાનના ગુલામ નહીં પણ તેના વિવેકપૂર્ણ માલિક બનવાની જરૂર છે. પ્રકળતિ અને વિજ્ઞાન વચ્‍ચેનું સંતુલન જ માનવજાતને બચાવી શકશે. (૩.૨)

(11:02 AM IST)