<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ભડકો ઇરાનમાં, તાપ ભારતમાં

ભારતમાં ઇરાન પ્રેમીઓ ભાન ભૂલ્‍યાઃ આપણે સરહદ પાર જ નહિ, સરહદની અંદર પણ સાવધાન રહેવું પડશે

હૂતાસણીની તૈયારી ભારત કરે એ પૂર્વે ઈરાન સહિત અનેક દેશોમાં ભડકા  શરૂ થઈ ગયા છે.  યુદ્ધના પ્રારંભે  જ ઇરાને અકલ્‍પનિય આંચકા અનુભવવા પડ્‍યા. ઇરાનના સર્વોચ્‍ચ નેતા અયાતુલ્લા ખામૈનીના અવસાનના સમાચારથી સમગ્ર પヘમિ એશિયામાં  હલચલ થઇ ગઇ છે.  ભડકો ઇરાનમાં થયો છે, પરંતુ તેની ગરમી છેક ભારત સુધી અનુભવાઈ રહી છે.  ખાસ કરીને કાશ્‍મીર ખીણમાં આ ઘટનાના અત્‍યંત ઘેરા અને આક્રમક પ્રત્‍યાઘાતો પડ્‍યા છે.  ત્‍યાં ઇઝરાઇલ અને અમેરિકા વિરૂધ્‍ધ ઉગ્ર દેખાવો શરૂ થઈ ગયા છે.

કાશ્‍મીરના અનેક સંવેદનશીલ વિસ્‍તારોમાં લોકો રસ્‍તા પર ઉતરી આવ્‍યા છે. દેખાવકારો ઇઝરાઇલ વિરૂધ્‍ધ  અત્‍યંત આકરા સૂત્રોચ્‍ચાર કરી રહ્યા છે. આ પરિસ્‍થિતિ માત્ર ધાર્મિક લાગણી પૂરતી મર્યાદિત નથી રહી. તે હવે એક ગંભીર રાજકીય વળાંક લઈ રહી છે.  ભારતના રાષ્‍ટ્રીય નેતાઓ પણ આ મામલે પોતપોતાના રાજકીય દ્રષ્ટિકોણ અને એજન્‍ડા રજૂ કરી રહ્યા છે.

આ મુદ્દે અસદુદ્દીન ઓવૈસીએ અત્‍યંત તીખું નિવેદન આપ્‍યું છે. તેમણે આ ઘટનાને ઇસ્‍લામિક જગત માટે મોટી ખોટ ગણાવી છે. ઓવૈસીએ સીધો પ્રહાર કરતા કહ્યું કે, ઇઝરાઇલની દાદાગીરી હવે સહન કરવામાં આવશે નહીં. તેમણે પヘમિના દેશોની નીતિઓની આકરી ટીકા કરી છે. બીજી તરફ, મેહબુબા મુફ્‌તીએ પણ આક્રમક વલણ અપનાવ્‍યું છે. તેમણે ખામૈનીને શ્રદ્ધાંજલિ આપતા કાશ્‍મીરીઓની ભાવનાઓને સત્તાવાર વાચા આપી છે. મુફ્‌તીએ ઇઝરાઇલની સૈન્‍ય કાર્યવાહીને માનવતા વિરોધી ગણાવી વિવાદાસ્‍પદ નિવેદનો આપ્‍યા છે.

 ભારત માટે આ સમય સુરક્ષાની દ્રષ્ટિએ અત્‍યંત નાજુક અને જોખમી છે. જ્‍યારે પડોશી  અને ખાડી દેશોમાં અસ્‍થિરતા  હોય, ત્‍યારે તેની સીધી અસર ભારત પર પડે જ છે.  સુરક્ષા એજન્‍સીઓએ હવે બેવડી તકેદારી રાખવી જ પડશે.  એક તરફ  સરહદ પારથી દુશ્‍મન દેશો દ્વારા ઘૂસણખોરી અને અશાંતિ ફેલાવવાનો ભય છે.  બીજી તરફ, દેશની અંદર કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવી એ સૌથી મોટો પડકાર છે.

કાશ્‍મીરમાં વિરોધ  પ્રદર્શન હિંસક સ્‍વરૂપ  ન લે તે જોવું અનિવાર્ય છે. ભારત સરકારે આંતરરાષ્‍ટ્રીય સરહદ અને લાઇન ઓફ કંટ્રોલ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર સંસ્‍થાઓ અત્‍યારે ચોવીસ કલાક સક્રિય છે. સોશિયલ મીડિયા પર ફેલાતી ઉશ્‍કેરણીજનક અફવાઓ પર ત્‍વરિત રોક લગાવવી જરૂરી છે. ધાર્મિક લાગણીઓ ભડકાવીને રાજકીય રોટલા શેકતા તત્‍વોથી દેશે સાવધ રહેવું પડશે.

વૈશ્વિકસ્‍તરે ભારતની છબી એક મજબૂત રાષ્‍ટ્ર તરીકેની છે. આપણે આપણી આંતરિક સુરક્ષામાં જરા પણ ઢીલ મૂકી શકીએ તેમ નથી. ઇરાનની આંતરિક ઉથલપાથલનો પ્રભાવ ભારતના સામાજિક અને સાંપ્રદાયિક માળખા પર ન પડે તે સુનિヘતિ કરવું  એ સરકારની પ્રાથમિકતા હોવી  જોઈએ. અત્‍યારે જાગળતિ અને કડક સુરક્ષા જ એકમાત્ર ઉપાય છે.

(11:43 AM IST)