News of Friday, 6th March 2026
નીતિશ આઉટઃ ભાજપ દાવમાં
ગુજરાત ભલે બિહાર જેવું અરાજક બનવા લાગ્યું, પણ ભાજપીઓ બિહારને ગુજરાત જેવું સમૃધ્ધ બનાવવા તાકાત લગાવશે
બિહારના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. વર્ષોથી સત્તાના કેન્દ્રમાં રહેલા નીતિશ કુમાર હવે મુખ્યમંત્રી પદ છોડે છે. તેઓ રાજ્યસભામાં જઇ રહ્યા છે. ભાજપ હવે બિહારમાં પોતાનો દાવ ખેલવા તૈયાર છે. લાંબા સમય પછી બિહારમાં ભાજપના મુખ્યમંત્રી બનવાની શકયતા પ્રબળ બની છે. પણ નિતિશે કમાલનો દાવ રમી મું.મંત્રી પદના બદલામાં મલાઇદાર ગૃહ ખાતુ માંગી ભાજપને ચકરાવે ચડાવ્યું છે.
ભાજપ પર હવે મોટું દબાણ આવશે. લોકો ઈચ્છે છે કે બિહારમાં ઉત્તરપ્રદેશ જેવું શાસન આવે. યુપીમાં યોગી આદિત્યનાથ જે રીતે કાયદો અને વ્યવસ્થા સંભાળે છે, તેવી જ અપેક્ષા બિહારના લોકો રાખી રહ્યા છે. ભાજપ હવે બિહારને ગુજરાત જેવું સમળદ્ધ બનાવવા માટે પોતાની પૂરી તાકાત લગાવશે. ઉદ્યોગો, રસ્તાઓ અને રોકાણ લાવીને બિહારનો ચહેરો બદલવાનો આ મોટો મોકો મળી ગયો છે.
આ બધાની વચ્ચે એક મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. બિહારને સુધારવાની વાતો વચ્ચે ગુજરાતની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. જે ગુજરાત મોડેલની ચર્ચાઓ થતી હતી, ત્યાં હવે લોલમલોલ શાસન ચાલતું હોય તેવું લાગે છે. આヘર્યની વાત એ છે કે ગુજરાતમાં વહીવટી શિથિલતા અને અરાજકતા વધવા છતા કોઇને ખાસ વાંધો નથી. લોકો મોૈન છે અને તંત્ર બેફામ હોવાનો સીનેરીયો સર્જાતો જાય છે.
બિહારમાં ગુનાખોરી અને અવ્યવસ્થા માટે તેને વર્ષો સુધી બદનામ કરવામાં આવ્યું. પરંતુ અત્યારે ગુજરાતમાં પણ ડ્રગ્સ ગુનાખોરી , ભ્રષ્ટાચાર જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. છતાં રાજકીય પક્ષોનું ધ્યાન માત્ર બિહાર પર છે. ભાજપ બિહારમાં પરિવર્તન લાવવા માટે મહેનત કરશે, પણ ગુજરાતની પડતી દશા કોણ સુધારશે?
બિહારમાં નવા મુખ્યમંત્રી અને નવી નીતિઓ આવશે. નીતિશ કુમારની વિદાય સાથે એક યુગનો અંત આવશે. ભાજપ માટે આ અગ્નિપરીક્ષા છે. જો તેઓ બિહારને ખરેખર ગુજરાત જેવું સમળદ્ધ બનાવી શકશે, તો જ તેમની જીત ગણાશે. પરંતુ તે પહેલાં ગુજરાતમાં ચાલી રહેલી અરાજકતાને રોકવી પણ એટલી જ જરૂરી છે. ગુજરાત મોડેલ દર્શાવીને ભાજપ દેશભરમાં મજબૂત બન્યો. હાલ ગુજરાત સૌથી અરાજક જેવું બની ગયું છે. વિપક્ષ માટે ગુજરાત આસાન બન્યું છે.દમ વગરના આક્ષેપો કરવાને બદલે કોંગ્રેસ ગુજરાતના ખૂણેખૂણાના વીડિયો વાયરલ કરે તો ભાજપી સુશાસન ઉઘાડું પડી જાય તેમ છે. બિહાર ઉત્તમ રાજ્ય બને એ સામે વાંધો હોય જ ન શકે,પણ ગુજરાતને નક્કર નેતાગીરી કેમ નથી મળતી તે વર્તમાનનું મહા રહસ્ય છે. ત્યારે આજે ૩૭ આઇપીએસ અધિકારીઓની બદલી સાગમટે થઇ છે. તે પછી ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પુનઃ ધબકતી થાય તેવી શ્રધ્ધા પ્રજા રાખી રહી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
