<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

ચૂંટણી સમયે UCC નામની ઢાલ

સ્‍થાનિક ચૂંટણીની ભીંસ આવતા વિચારધારા યાદ આવીઃ નબળી- દંભી નેતાગીરીને ઓળખવી જરૂરી

 ગુજરાતમાં મહાપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણીનો શંખનાદ ટૂંક સમયમાં થવા જઈ રહ્યો છે. અત્‍યારે ગલી-મહોલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ ે ફરી એકવાર પોતાનું ‘સ્‍માર્ટ વર્ક' શરૂ કરી દીધું  છે. જ્‍યારે સ્‍થાનિક સમસ્‍યાઓ ઘેરી બને છે, ત્‍યારે વિચારધારાના મોટા મુદ્દાઓ આગળ ધરવામાં આવે છે. અત્‍યારે ફરીથી સમાન નાગરિક સંહિતા એટલે કે UCC ના ખરડા અંગે અચાનક હિલચાલ શરૂ થઈ ગઈ છે.

મત માંગતી વખતે જ નેતાઓને અચાનક વિચારધારા યાદ આવે છે.  છેલ્લા પાંચ વર્ષમાં રસ્‍તા, પાણી અને ગટરની સમસ્‍યાઓ વકરી છે. શહેરોમાં ગુન્‍હાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગેરકાયદે નશાનો કારોબાર યુવાધનને ખોખલું કરી રહ્યો છે, છતાં તંત્ર રેઢિયાળ સાબિત થયું છે. સામાન્‍ય જનતા અરાજકતા જેવી સ્‍થિતિનો સામનો કરી રહી છે. આ વાસ્‍તવિકતા પર પડદો પાડવા અને લોકમાનસને બીજી તરફ વાળવા માટે જ ભાવનાત્‍મક મુદ્દાઓ લાવીને રમત રમવામાં આવે છે.

મતદારોએ હવે સાવધ રહેવાની ખૂબ જરૂર છે. આ ચૂંટણી શેરી ગલીની છે, દિલ્‍હીની નથી. તેથી મતાધિકારનો ઉપયોગ કરતી વખતે સ્‍થાનિક સમસ્‍યાઓને કેન્‍દ્રમાં રાખવી  જોઈએ. તમારા વિસ્‍તારના ખરાબ રસ્‍તા, બેજવાબદાર નેતાગીરી અને કથળતી કાયદો-વ્‍યવસ્‍થા જેવા પ્રશ્નો સૌથી મહત્‍વના છે. ચૂંટણી સમયે આવતા લોભામણા વાયદાઓ કે ધાર્મિક મુદ્દાઓમાં ફસાયા વગર કામનો અને સુરક્ષાનો હિસાબ માંગવો જોઈએ.

નેતાઓ જ્‍યારે ઘરે મત માંગવા આવે, ત્‍યારે તેમને બેધડક પ્રશ્નો પૂછો. પૂછો કે વધતી ગુન્‍હાખોરી અને નશાના દૂષણ સામે શું પગલાં લીધા?  જો આપણે ખરેખર સુખી થવું હોય, તો નાત, જાત, ધર્મ અને કોમના વાડાઓમાંથી બહાર આવવું પડશે. આ ગતકડાં માત્ર મત મેળવવા માટેના સાધનો છે. સાચો વિકાસ ત્‍યારે જ થાય જ્‍યારે આપણે જ્ઞાતિવાદથી ઉપર ઊઠીને સક્ષમ પ્રતિનિધિ પસંદ કરીએ.

મજબૂત અને જવાબદાર નેતાગીરી માટે મત આપવો એ આપણી નૈતિક ફરજ છે. એવો પ્રતિનિધિ પસંદ કરો જે તમારા પ્રશ્નોને વાચા આપી  શકે અને તંત્રની રેઢિયાળ નીતિ સામે લડી શકે. લોકશાહીમાં મત એ શક્‍તિશાળી હથિયાર છે. તેનો ઉપયોગ કોઈના પ્રભાવમાં આવ્‍યા વગર, માત્ર વિકાસ અને સુરક્ષાના આધારે કરો. જાગળત નાગરિક જ જવાબદાર શાસન લાવી શકે છે.

(11:12 AM IST)