News of Friday, 3rd April 2026
પ.બંગાળઃ હિન્દુત્વની તાકાતના પારખા...
મમતાની આકરી કસોટી લઘુમતી મતો ફંટાઇ શકે છેઃ હુમાયુ કબીર નિર્ણાયકઃ ભાજપ પૂરી તાકાતથી મેદાનમાં
પヘમિ બંગાળના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના સમીકરણોમાં મોટું પરિવર્તન આવ્યું હતું. મુર્શિદાબાદમાં હુમાયુ કબીર દ્વારા બાબરી મસ્જિદની પ્રતિકળતિ બનાવવાની જાહેરાત અને તેના માટે કરવામાં આવેલા શિલાન્યાસ બાદ બંગાળની આખી ચૂંટણી ધાર્મિક ધ્રુવીકરણ તરફ વળી ગઈ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે આ વખતે સત્તા જાળવી રાખવી એ અત્યાર સુધીની સૌથી મોટી અને આકરી કસોટી સાબિત થવાની છે.
લઘુમતી મતો પરનો તેમનો વર્ષો જૂનો એકાધિકાર હવે જોખમમાં મુકાયો હોય તેમ જણાય છે. તળણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા નેતા હુમાયુ કબીરે હવે ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે. તેમણે પોતાની નવી ‘જનતા ઉન્નયન પાર્ટી' બનાવીને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મમતા બેનર્જીના મતોમાં ગાબડાં પાડવાનું શરૂ કર્યું છે. હુમાયુ કબીર અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી વચ્ચેના ગઠબંધનને કારણે લઘુમતી મતોમાં મોટો ફાટો પડવાની પૂરેપૂરી શકયતા છે. અત્યાર સુધી લઘુમતી સમુદાયના મતો એકતરફી રીતે મમતા બેનર્જીની તરફેણમાં પડતા હતા, પરંતુ બાબરી મસ્જિદના નિર્માણ જેવા ભાવનાત્મક મુદ્દા ઉછાળીને હુમાયુ કબીર આ મતો પોતાની તરફ ખેંચી રહ્યા છે. જો આ મતો ફંટાઈ જશે, તો તળણમૂલ કોંગ્રેસની તાકાતમાં મોટો ઘટાડો થઈ શકે છે.
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ સ્થિતિનો લાભ લેવા માટે મેદાનમાં પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપનું મુખ્ય ફોકસ હવે હિન્દુ મતોના ધ્રુવીકરણ પર છે. બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો અને લઘુમતી તુષ્ટકરણ જેવી ઘટનાઓએ હિન્દુ મતદારોમાં એક પ્રકારનો આક્રોશ પેદા કર્યો છે. ભાજપ આ ચૂંટણીને હિન્દુત્વ અને અસ્મિતાના મુદ્દે લડી રહ્યું છે.
લઘુમતી મતોમાં ફાટા પડવાનો સીધો ફાયદો ભાજપને મળવાની આશા છે. ચૂંટણી માટે ભાજપે જ આક્રમક પ્રચાર શરૂ કરી દીધો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ મતોનું એકત્રીકરણ મમતા માટે ચિંતાનો વિષય છે.
રાજ્યમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ મમતા બેનર્જીના મતોમાં ગાબડાં પાડવા માટે સક્રિય થયા છે. ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને મુદ્દો બનાવીને તેઓ મતદારોને રીઝવવા મથી રહ્યા છે. આ પરિસ્થિતિમાં બંગાળનો જંગ અત્યંત રોમાંચક અને રસાકસીભર્યો બન્યો છે.
જોકે, તાજેતરના સર્વેક્ષણોમાં હજુ પણ મમતા બેનર્જીનો દબદબો દેખાઈ રહ્યો છે, પરંતુ વિપક્ષી એકતા અને ધાર્મિક મુદ્દાઓ તેમની બેઠકોની સંખ્યામાં મોટો ઘટાડો લાવી શકે છે. આગામી સમયમાં બંગાળની પ્રજા કોની સાથે ઊભી રહેશે તે જોવું રસપ્રદ રહેશે. મમતા બેનર્જી માટે આ વખતે સત્તા બચાવવી એ કોઈ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ સાબિત થશે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
