<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ધિક્કાર મતાધિકારઃ ગુજરાત ગોટે ચઢયું

પં બંગાળમાં ૯૨ ટકા, તામીલનાડુમાં ૮૪ ટકા મતદાનઃ ઉમરેઠમાં ૫૬ ટકાઃ પ. બંગાળમાં સબળ શાસક સામે સબળ વિપક્ષનો જંગ, ગુજરાતમાં નબળા શાસકો સામે અતિ નબળા વિપક્ષનો જંગ... ઉત્‍સાહ મરી ગયો

    લોકશાહીમાં મતાધિકાર એ નાગરિકનું સૌથી શક્‍તિશાળી શસ્‍ત્રછે. પરંતુ આજના સમયમાં ગુજરાતમાં આ શસ્‍ત્ર  બુઠ્ઠું થઈ રહ્યું હોય તેમ જણાય છે. પヘમિ બંગાળમાં ૯૦ ટકા અને તામિલનાડુમાં ૮૪ ટકા જેટલું જંગી મતદાન થાય છે. તેની સામે ગુજરાતના ઉમરેઠ જેવા વિસ્‍તારોમાં માંડ ૫૬ ટકા મતદાન નોંધાય છે. આ આંકડા સ્‍પષ્ટ કરે છે કે ગુજરાતના મતદારોમાં હવે લોકશાહી પ્રત્‍યેનો ઉત્‍સાહ મરી રહ્યો છે.

પヘમિ બંગાળમાં રાજકારણના મૂળિયાં ઊંડા છે. ત્‍યાં સબળ શાસક સામે એટલો જ સબળ વિપક્ષ મેદાનમાં ઉતરે છે. જ્‍યારે બે સમાન શક્‍તિઓ વચ્‍ચે જંગ હોય, ત્‍યારે જનતાને પોતાનો મત કિંમતી લાગે છે. તામિલનાડુમાં પણ વિચારધારાની લડાઈ તીવ્ર હોય છે. તેનાથી ઉલટું, ગુજરાતમાં શાસક પક્ષના નેતાઓ નબળા છે , સામે વિપક્ષ અતિ નબળો અને દિશાહીન છે. નબળાઈના જંગમાં જનતાને જ્‍યારે સબળ વિકલ્‍પ જ ન દેખાય, ત્‍યારે તે મતદાન મથક સુધી જવાનું ટાળે છે.

ગુજરાતની જનતામાં નીરસતા આવવાનું મુખ્‍ય કારણ ‘રાજનૈતિક નાલાયકી' છે. લોકશાહીમાં પક્ષ પલટાની રમત હવે મજાક બની ગઈ છે. જનતા જે ઉમેદવારને વિપક્ષ તરીકે મત આપીને જીતાડે છે, તે જ ઉમેદવાર ચાર-છ મહિનામાં સ્‍વાર્થ ખાતર સત્તાધારી પક્ષમાં ભળી જાય છે. વિલ્‍કપે વિપક્ષી ઉમેદવારો સાગમટે  ફોર્મ જ પાછા ખેંચી ૯ મે જેથી ચૂંટણી જ બિનહરિફ અને હાસ્‍યાસ્‍પદ બની જાય તેવું પણ વ્‍યાપક પ્રમાણમાં જોવા નું મળે છે. જનતાના મતનું જ્‍યારે કોઈ મૂલ્‍ય જ ન રહે, ત્‍યારે મતદારોમાં ધિક્કારની લાગણી જન્‍મે છે. વિપક્ષી નેતાઓની આ વેચાવાની વળત્તિ અને શાસકની ખરીદવાની વળત્તિએ  મતદારોનો ભરોસો તોડી નાખ્‍યો છે.

લોકોને લાગે છે કે તેઓ ગમે તેને મત આપે, છેવટે તો સત્તાનું સમીકરણ એક જ રહેવાનું છે. આ માનસિકતાએ ગુજરાતને ‘ગોટે ચઢાવ્‍યું' છે. જ્‍યારે વિરોધ પક્ષના નેતાઓ જ વેચાવા તૈયાર હોય, ત્‍યારે સામાન્‍ય માણસ કોના ભરોસે લાઈનમાં ઉભો રહે?  પヘમિ  બંગાળમાં લોકો પોતાની વિચારધારા માટે લડે છે, જયારે ગુજરાતમાં રાજકારણ માત્ર  સત્તાની ગોઠવણ બની ગયું છે.

 લોકશાહી માટે આ સ્‍થિતિ અત્‍યંત ગંભીર છે. જો પક્ષાંતર અને નબળા શાસક તથા વિપક્ષની આ પરંપરા ચાલુ રહેશે, તો મતદાનની ટકાવારી હજુ પણ ઘટશે. જનતાનો આક્રોશ ‘ધિક્કાર' માં ફેરવાઈ રહ્યો છે. જ્‍યાં સુધી રાજકારણમાં નૈતિકતા નહીં આવે અને મજબૂત નેતાગીરી નહીં સર્જાય, ત્‍યાં સુધી ગુજરાતમાં મતદાનનો ઉત્‍સાહ પાછો નહીં આવે.

રવિવારે સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી માટે ગુજરાતભરમાં મતદાન છે. આヘર્ય એ છે કે આ વખતે લોકોમાં તો ઠીક, કાર્યકરોમાં પણ ઉત્‍સાહનો અભાવ દેખાય છે.સબળી નેતાગીરીને બદલે સેટિંગબાજ નેતાઓની  બોલબાલા વધી છે. નિયમ બનવો જોઈએ કે જે બેઠક પર ૮૫ ટકાથી ઓછું મતદાન થાય તે બેઠકની ચૂંટણી રદ્‌ ગણીને ફરી નવા ઉમેદવારો સાથે ચૂંટણી  કરવી. આવા નિયમથી નેતાઓ મત આપવા લોકોને પગે લાગતા થઇ જશે

(11:00 AM IST)