News of Thursday, 30th April 2026
...તો પ.બંગાળમાં ઉથલ-પાથલ
મોટાભાગના એકઝીટ પોલમાં ભાજપ વિનમાં: આ શકય બને તો ભાજપની વિરાટ સિધ્ધિ ગણાશેઃ રાષ્ટ્રીય રાજનીતિમાં વિપક્ષની તાકાત નગણ્ય થઇ જશેઃ પરિણામો અતિ રોમાંચક હશે
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂરૂ થતાં જ એક્ઝિટ પોલના આંકડાઓએ દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ વખતે સૌથી વધુ આヘર્યજનક અને ચર્ચાસ્પદ સ્થિતિ પヘમિ બંગાળમાં જોવા મળી રહી છે. મોટા ભાગના એકિઝટ પોલ પヘમિ બંગાળમાં ભાજપના ભવ્ય વિજય તરફ ઇશારો કરી રહ્યા છે. કુલ આઠ મોટા પોલમાંથી છ પોલમાં ભાજપને સ્પષ્્ટ બહુમતી મળતી દર્શાવવામાં આવી છે.
જયારે માત્ર બે પોલ મમતા બેનર્જીની સત્તા જાળવી રાખવાની વાત કરે છે. આંકડાઓ જો સાચા સાબિત થશે, તો તે ભારતીય રાજનીતિની સૌથી મોટી ઉથલપાથલ ગણાશે. બંગાળમાં ભાજપનું ઉભરવું એ માત્ર એક રાજ્યની સત્તા પરિવર્તન નથી, પરંતુ રાજકીય સમીકરણોમાં જબ્બર પરિવર્તન લાવનારી ઘટના હશે.
દેશના રાજકીય નકશા પર પヘમિ બંગાળ હંમેશા ડાબેરીઓ અને પ્રાદેશિક પક્ષોના મજબૂત ગઢ તરીકે જાણીતું રહ્યું છે. મમતા બેનર્જીએ દાયકાઓ સુધી સંઘર્ષ કરીને આ ગઢ મેળવ્યો હતો. આજે દેશમાં મમતા બેનર્જી જ એકમાત્ર વિપક્ષી નેતા છે જે સીધી રીતે ભાજપ સામે લડાયક મિજાજમાં જોવા મળે છે. જો તેઓ પોતાના જ રાજ્યમાં સત્તા ગુમાવે, તો રાષ્ટ્રીય સ્તરે વિપક્ષ જેવું કંઈ રહેશે જ નહીં. કોંગ્રેસની નબળી સ્થિતિ વચ્ચે મમતા બેનર્જી વિપક્ષી એકતાનો ધરી સમાન હતા. તેમની હારથી વિપક્ષની તાકાત નગણ્ય થઈ જશે અને ભાજપ સામે પડકાર ફેંકનાર કોઈ મોટું વ્યક્તિત્વ બચશે નહીં. આ પરિવર્તન દેશમાં એકપક્ષીય પ્રભુત્વ તરફ દોરી જશે તેવા સંકેતો મળી રહ્યા છે.
આસામમાં ભાજપનો વિજય આસાન દેખાઈ રહ્યો છે અને તામિલનાડુમાં કસોકસની સ્થિતિ છે, પરંતુ સૌથી મોટો રોમાંચ બંગાળની ભૂમિ પર કેન્દ્રિત છે. ભાજપ માટે બંગાળમાં જીત એ ‘મોદિત્વ' ની સૌથી વિરાટ સિદ્ધિ ગણાશે. જે ધરતી પર ભાજપને કયારેય સ્થાન મળતું નહોતું, ત્યાં ભગવો લહેરાવવો એ મોદી-શાહની જોડીની સૌથી મોટી સફળતા મનાશે. આ વિજય સાબિત કરશે કે ભાજપ હવે માત્ર હિન્દી પટ્ટા પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ તે દેશના ખૂણે ખૂણે પહોંચી ચૂકયો છે. મમતાના ગઢમાં ગાબડું પાડવું એ ભાજપના કાર્યકરો માટે સંજીવની સમાન સાબિત થશે.
પરિણામોનો રોમાંચ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. એક્ઝિટ પોલના આંકડાઓએ એક તરફ ભાજપમાં ભારે ઉત્સાહ જગાડયો છે, તો બીજી તરફ તળણમૂલ કોંગ્રેસના છાવણીમાં ચિંતા વધારી દીધી છે. જો આ ઉથલપાથલ વાસ્તવિકતામાં બદલાશે, તો રાષ્ટ્રીય રાજનીતિનું ચિત્ર કાયમ માટે બદલાઈ જશે. વિપક્ષનો લડાયક ચહેરો જ જો સત્તા ગુમાવે, તો ભવિષ્યમાં ભાજપ સામે કોણ ટક્કર લેશે તે એક મોટો પ્રશ્ન બની રહેશે. હવે સમગ્ર દેશની નજર સત્તાવાર પરિણામો પર ટકી છે, કારણ કે આ પરિણામો માત્ર એક રાજ્યના નહીં પણ દેશના ભવિષ્યના રાજકારણની દિશા નક્કી કરશે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
