News of Wednesday, 27th May 2026
રામ કા નામ બદનામ ન કરો
કથાકારોના તાગડધિન્ના દેવી કૃપાથી છેઃ બાપુઓ પોતાને કાબૂમાં રાખેઃ સનાતનનું ગોૈરવ ન બનો તો વાંધો નહિ, બદનામ તો ન કરોઃ ભકતો પણ વ્યકિત પૂજામાં ન પડે
ભારતીય સંસ્કળતિ અને સનાતન પરંપરામાં વ્યાસપીઠનું સ્થાન અત્યંત પવિત્ર, સર્વોચ્ચ અને આદરણીય માનવામાં આવ્યું છે. વ્યાસપીઠ એ માત્ર લાકડાનું આસન કે ભૌતિક વ્યવસ્થા નથી, પરંતુ તે જ્ઞાન, વૈરાગ્ય અને પરમાત્માની ચેતનાનું જીવંત પ્રતીક છે. કથાકારો આ પીઠ પર બેસીને માત્ર એક સંદેશવાહક તરીકેનું કામ કરે છે.
તેમનું મુખ્ય કર્તવ્ય શાષાોની મર્યાદામાં રહીને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર માત્ર ઈશ્વરીય ગુણગાન ગાવાનું અને સમાજને સાચો માર્ગ ચિંધવાનું છે. વ્યાસપીઠની આ વર્ષો જૂની ગરિમા અને પવિત્રતા જોખમમાં મુકાઈ ગઈ છે.
થોડી લોકપ્રિયતા અને સસ્તી પ્રસિદ્ધિ મળતાં જ મોટાભાગના કથાકારો પોતાને ભગવાનથી પણ મોટા અને મહાન માનીને હવામાં ઉડવા લાગે છે. અચાનક ચગી ગયેલા કથાકાર જીજ્ઞેશદાદાએ રાવણ-કુંભકર્ણ સંવાદની આડમાં અત્યંત એલફેલ અને અમર્યાદિત શબ્દોનો ઉપયોગ કરીને મોટો વિવાદ સર્જ્યો છે. કથાકારો અવારનવાર આવા વિવાદોનું કેન્દ્ર બની રહ્યા છે જે સનાતન ધર્મ માટે ચિંતાજનક છે.
કથાઓ આધ્યાત્મિક ઉત્થાન કે આત્મકલ્યાણનું માધ્યમ રહેવાને બદલે મનોરંજન, વૈભવ પ્રદર્શન અને વ્યાપારીકરણનું સાધન બની ગઈ છે. આ તાગડધિન્ના, માન-પાન, અતુલ્ય સમળદ્ધિ અને અઢળક પ્રસિદ્ધિ એ વ્યાસપીઠની દેન છે, કથાકારોની કોઈ વ્યક્તિગત સિદ્ધિ નથી.
મોટી બ્રાન્ડ બની ગયેલાં કથાકારો ફલાણા માનસ અને ઢીંકણા માનસ જેવા પોતાના ગતકડાં ચલાવીને પ્રાસનો ત્રાસ સર્જી રહ્યા છે. વ્યાસપીઠ પરથી વિધર્મી વિચિત્ર ધૂનો બોલાવીને પોતાને વધારે મહાન અને ઉદાર સાબિત કરવાના નબળા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.
જોકે, આ હરકતથી કથારકારની બ્રાન્ડ નબળી પડી અને હવે તેઓ ફરીથી ધરતી પર આવી ગયા છે. બજારમાં એકબીજાના હરીફ બનીને રાતોરાત ઊભા થયેલા ‘દાદાઓ', ‘બાપુઓ' અને ‘સ્વામીઓ' એ સનાતન પરંપરાના નામે મોટી દુકાનો કે મોલ ખોલી દીધા હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવી કથાઓથી પિતળઓનું કલ્યાણ થાય કે ન થાય, પરંતુ કથાકાર અને આયોજકોનું કલ્યાણ ચોક્કસ થઈ જાય છે.
આ દૂષણ સોશિયલ મીડિયાના જમાનામાં ઝડપથી વધી રહ્યું છે, જેની પાછળ અબૂધ અને અંધભક્તો પણ એટલા જ જવાબદાર છે. સાચા ઈશ્વરને પડતા મૂકીને લોકો આવા સ્વાર્થીલા અને દંભી કથાકારોના ચરણોમાં આળોટવા લાગે છે અને તેમના પર લાખો રૂપિયા ઉડાવે છે. આ અવિચારી વ્યક્તિપૂજાના કારણે જ આવા સામાન્ય તત્વો અહંકારી બનીને પોતાને જ ભગવાન માની બેસે છે.
સનાતન ધર્મના નામે ચાલતી આ કમાણીની પ્રવળત્તિ હવે અટકવી જ જોઈએ. જો ભક્તો આવી આંધળી વ્યક્તિપૂજા તાત્કાલિક બંધ કરી દે, તો આ બધાં કથાકારોને રાતોરાત સુધરવું ફરજિયાત બની જશે અને તેઓ સીધા દોર થઈ જશે. વ્યાસપીઠની પવિત્રતા જાળવવા દાદાઓ અને બાપુઓ પોતાની પ્રકળતિને કાબૂમાં રાખે તે અનિવાર્ય છે. સનાતનનું ગૌરવ ન વધારી શકો તો કાંઈ નહીં, પણ રામના નામને બદનામ કરવાનું તો બંધ કરો.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
