<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

કામ કરજો અને કરવા દેજો!

પદાધિકારીઓની નિમણૂકમાં રાહ જોવડાવીને પક્ષની નબળાઇ છતી થઇ છેઃ હવે અંદરો-અંદર બઘડાટી બોલાવવાને બદલે કામ પર ફોકસ કરજોઃ રાજકોટ-સોૈરાષ્‍ટ્રની બરબાદી અટકાવજો

 ગુજરાતમાં ભાજપે ચૂંટણીઓમાં પ્રચંડ અને ઐતિહાસિક વિજય મેળવ્‍યો હોવા છતાં, સ્‍થાનિક સ્‍તરે સત્તાનું સુકાન સોંપવામાં જે વિલંબ થયો તે આヘર્યજનક છે. મહાનગરો અને નગરોના પદાધિકારીઓની નિમણૂક કરવામાં પક્ષને નાકે દમ આવી ગયો. એક મહિના કરતાં પણ વધુ સમય સુધી નિર્ણયો લટકાવી રાખવા પડ્‍યા, જે સ્‍પષ્ટ કરે છે કે પક્ષમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ છે. આ લાંબો વિલંબ પક્ષની સંગઠનાત્‍મક નબળાઈ અને જૂથવાદને સપાટી પર લાવી ચૂકયો છે. આખરે ગઈકાલે મેયર અને અન્‍ય હોદ્દેદારોના નામો જાહેર તો થયા, પરંતુ ચારેબાજુ અંદરખાને વ્‍યાપેલો અસંતોષ અને ગણગણાટ હજુ પણ શાંત પડ્‍યો નથી.

સૌરાષ્‍ટ્ર અને ખાસ કરીને રાજકોટ જેવા મહાનગરો આજે અનેક ગંભીર સમસ્‍યાઓના ચક્રવ્‍યૂહમાં ફસાયેલા છે. અહીંના શહેરોને અત્‍યારે કોઈ સસ્‍તી રાજનીતિની નહીં, પરંતુ આદર્શ, જુસ્‍સાદાર, કામઢા અને પરિણામલક્ષી નેતળત્‍વની સખત જરૂર છે. સૌરાષ્‍ટ્રમાં પીવાના પાણીની અછત, ઉનાળામાં ટેન્‍કરરાજ, ખરાબ રસ્‍તાઓ, અને ડ્રેનેજ લાઈનોની અવ્‍યવસ્‍થા એ બારેમાસની રામાયણ બની ગઈ છે. રાજકોટ જેવા સ્‍માર્ટ સિટી બનવા તરફ દોડતા શહેરમાં ટ્રાફિકની સમસ્‍યા એટલી હદે વકરી છે કે પીક અવર્સમાં રસ્‍તાઓ પર નીકળવું મુશ્‍કેલ બને છે. માત્ર ટ્રાફિક મેમો ફાડવાની કામગીરીથી જનતા પરેશાન છે, જ્‍યારે પકિર્ંગ અને ફ્‌લાયઓવરના પ્‍લાનિંગ લટકતા રહે છે.

 આ ઉપરાંત પ્રદૂષણ, બિનઅધિકળત બાંધકામો, આરોગ્‍ય સુવિધાઓનો અભાવ અને વહીવટી તંત્રમાં વ્‍યાપેલો ભ્રષ્ટાચાર પ્રજાની કમર તોડી રહ્યો છે. આવી કપરી સ્‍થિતિમાં નવા નિમાયેલા પદાધિકારીઓ પોતાની ખુરશી બચાવવા માટે આંતરિક કાવાદાવા કરે કે વિરોધીઓના કાવાદાવાનો ભોગ બને, તે જનતાને બિલકુલ પોસાય તેમ  નથી. સત્તાના આ આંતરિક ખેલમાં સામાન્‍ય પ્રજા પીસાઈ રહી છે અને સુવિધાઓના નામે માત્ર પોકળ વાયદાઓ જ બચે છે.

બરબાદી તરફ જઈ રહેલા સૌરાષ્‍ટ્રના શહેરોની દશા અને દિશા બદલવા માટે હવે પદાધિકારીઓએ યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતરવું પડશે. હોદ્દો મેળવનાર નેતાઓએ પોતાની વહીવટી ક્ષમતા સાબિત કરીને પ્રજાલક્ષી કામો કરીને દેખાડવા પડશે. તો બીજી તરફ, ટિકિટ કે હોદ્દાની રેસમાં પાછળ રહી ગયેલા અસંતુષ્ટોએ પણ પોતાના અંગત સ્‍વાર્થ અને નબળી રાજનીતિ છોડીને આ પદાધિકારીઓને શાંતિથી કામ કરવા દેવું પડશે. હવે અંદરો-અંદર બઘડાટી બોલાવવાનો કે એકબીજાના ટાંટિયા ખેંચવાનો સમય નથી. જો આ વિખવાદ ચાલુ રહેશે તો રહીસહી વિકાસની આશા પણ રોળાઈ જશે. ગુજરાતમાં સત્તાધારી પક્ષની આ આંતરિક દશા સુધારવા માટે હવે  પીએમ મોદીજી અને અમિતભાઇ શાહે પોતે જ દિલ્‍હીથી સીધો રસ લેવો પડે તેવી ગંભીર સ્‍થિતિ સર્જાઈ છે. હવે નેતાઓ માત્ર એક જ મંત્ર અપનાવેઃ કામ કરજો અને કરવા દેજો! શહેરોની બરબાદી અટકાવવી એ જ હવે રાજધર્મ હોવો જોઈએ.

(10:47 AM IST)