<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ફૈજલ- રોશન... કોચિંગ વોર!

સસ્‍તી પ્રસિધ્‍ધિનો અપચોઃ હવામાં ઉડતા મહાન જ્ઞાનીઓ ધરતી પર પટકાયાઃ ઘડતરને બદલે કળતરઃ રાજકોટમાં પણ શિક્ષણ ક્ષેત્રને ઉઘાડું પાડો તો...

બિહારની ધરતી પરથી શરૂ થયેલા   સનસનાટીપૂર્ણ ‘કોચિંગ વોર' ઘટનાક્રમે  સમગ્ર દેશના શિક્ષણ જગતને હચમચાવી મૂકયું છે. સોશિયલ મીડિયાના ડિજિટલ પ્‍લેટફોર્મ પર રાતોરાત સ્‍ટાર બની ગયેલા ફૈજલ ઉર્ફે ખાન સર અને તેમના હરીફ કોચર રોશન વચ્‍ચેની લડાઈએ જ્ઞાનની પવિત્ર પરંપરાને કલંકિત કરી નાખી છે. જે હાથમાં વિદ્યાર્થીઓનું ભવિષ્‍ય ઘડવાની કલમ હોવી જોઈએ, ત્‍યાં આજે માફિયા ગેંગ જેવા ઘાતક હુમલા અને ગોળીબાર જોવા મળી રહ્યા છે.

ફૈજલે સોશિયલ મીડિયા થકી મેળવેલી અનહદ પ્રસિદ્ધિ, અઢળક પૈસા અને અણધાર્યા માનપાનનો નશો હવે સસ્‍તી પ્રસિદ્ધિના અપચો સમાન બનીને બહાર આવ્‍યો છે. આ કડવી વાસ્‍તવિકતા સાબિત કરે છે કે લાયકાત અને  નૈતિકતા વગર મળેલી સફળતા કયારેય લાંબો સમય ટકી શકતી નથી.

આ ભયાનક તાંડવે ભારતના શૈક્ષણિક ક્ષેત્રની  બગડેલી દશા ઉજાગર કરી છે. હવામાં ઉડતા આ કહેવાતા મહાન જ્ઞાનીઓ નૈતિકતાના ધરાતલ પર ધબડકો ખાઈને પટકાયા છે. શિક્ષણ એ સમાજ અને પેઢીનું ઉત્‍કળષ્ટ ઘડતર કરવાનું પવિત્ર માધ્‍યમ છે, પરંતુ વર્તમાન વ્‍યાપારીકરણના યુગમાં તે માત્ર કળતર અને માનસિક આઘાતનું કારણ બની ગયું છે. યુટયુબના વ્‍યુઝ અને સબસ્‍ક્રાઇબર્સની સંખ્‍યા વધારવાની આંધળી દોટમાં સાચું જ્ઞાન કયાંક ખોવાઈ ગયું છે.

આ ચિંતાજનક દશા માત્ર બિહાર પૂરતી જ મર્યાદિત નથી, સમગ્ર ભારતમાં શિક્ષણ જગતની દશા અને દિશા વિચિત્ર બની ગઇ છે. ગુજરાતના આર્થિક અને શૈક્ષણિક હબ ગણાતા રાજકોટમાં પણ આ અંગે ગંભીરતાથી નવેસરથી વિચારવાની તાતી જરૂર ઊભી થઈ છે.

રાજકોટમાં ધમધમતી અનેક ખાનગી શૈક્ષણિક સંસ્‍થાઓ અને મોટા ક્‍લાસીસવાળા ભલે શિક્ષણના નામે બહુ મોટી-મોટી વાતો કરતા હોય, પરંતુ અંદરખાને તેમની પણ દશા અને દિશા જરાય સારી નથી. અહીં મોટાભાગના શિક્ષણના કારખાનાઓ સ્‍થાનિક રાજકારણીઓ અને વગદાર અધિકારીઓને સુવ્‍યવસ્‍થિત રીતે સાચવી લઈને જ ચલાવવામાં આવે છે.

કાયદાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને માત્ર નફાખોરી પર જ આખો ખેલ ખેલાઈ રહ્યો છે. વહીવટી તંત્ર પણ બધું જ જાણતું હોવા છતાં આ શૈક્ષણિક માફિયાઓ સામે આંખ આડા કાન કરે છે. જો રાજકોટના આ કહેવાતા જ્ઞાનીઓના દંભી અને ચળકતા પડદા દૂર કરવામાં આવે, તો અહીં પણ અનેક નાના-મોટા ફૈજલોના જ દર્શન થાય તેમ છે. નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્‍ય અને વાલીઓની  કમાણી સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા આ હાઈટેક શિક્ષણ માફિયાઓનો સત્તાવાર પર્દાફાશ થવો  અનિવાર્ય બની ગયો છે. સરકાર અને સક્ષમ તંત્રે જાગીને હવે કડક કાયદાકીય પગલાં ભરે.વાલીઓએ પણ અંજાઇ જવાને બદલે જાગળત થવાની જરૂર છે.

વિગતો એવી પણ જાહેર થઈ રહી છે કે  આ કહેવાતા ‘‘સર'' શરૂઆતમાં પોતાની ઓળખ છુપાવવા અમિતસિંહ તરીકે લોન્‍ચ થયો હતો. આવા છેતરપીંડી જેવા પ્રકરણો પર પડદો પાડી દેવાયો અને ખાન ‘‘સર'' તરીકે હવામાં ઉડવા લાગ્‍યો હતો. તંત્રની મીલીભગત વગર શકય બને જ નહિ. આવા ફૈજલો અને તેના સેટિંગના પર્દાફાશ  થાય તો અનેક મહાનુભાવો નંદવાઈ જાય,પણ... 

 

(11:47 AM IST)