<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

રાહુલ- મમતા.. નવું કેમિકલ

વિપક્ષ મજબૂત બને તે આવકાર્ય છે, તૃણમૂલનું કોંગ્રેસમાં વિલીનીકરણ સામાન્‍ય ઘટના ન ગણાયઃ આ કેમિકલ મોદીને ભારે પડે કે ન પડે, પણ ભવિષ્‍યમાં કોંગ્રેસમાં મમતા સર્વેસર્વા બની શકે

 

 

 

રાષ્‍ટ્રીય રાજનીતિમાં અત્‍યારે એક અસાધારણ અને અભૂતપૂર્વ ઘટના આકાર લઇ રહી છે. ચારે બાજુથી રાજકીય પછડાટ ખાધેલી તળણમૂલ કોંગ્રેસ હવે સોનિયા કોંગ્રેસમાં વિલીન થઇ શકે છે. રાહુલ ગાંધીને મમતા બેનરજી સાથે વૈચારિક રીતે જામતું નથી એ એક મોટી હકીકત છે. તેમ છતાં સોનિયાજીએ મમતાને પક્ષમાં લાવવા મોટી ઓફર કરી.

વિલીનીકરણની આ યોજના સાથે મમતાને રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષપદ આપવાની વાત પણ વહેતી થઈ છે. જો આ વિલિનીકરણ ખરેખર શકય બને તો રાષ્‍ટ્રીય રાજનીતિના ફલક પર એક નવુ કેમિકલ સર્જાશે. મમતા બેનરજી ભલે હાલમાં પોતાના પ્રદેશમાં નબળા પડ્‍યા હોય, પણ તેઓ પોતાના લડાયક અને નિર્ણાયક નેતળત્‍વ માટે જાણીતા છે. કોંગ્રેસ પક્ષમાં છેલ્લા ૧૫ વર્ષથી આવા આક્રમક નેતળત્‍વનો મોટો દુકાળ વર્તાઈ રહ્યો છે. આ આંતરિક નબળાઈના કારણે મમતા કોંગ્રેસ સંગઠન પર આસાનીથી છવાઈ શકે છે.

આ નવું રાજકીય સમીકરણ દેશના ભવિષ્‍યના રાજકારણમાં મોટા ઉલટફેર લાવી શકે છે. રાહુલ અને મમતાની આ નવી જોડી દેશમાં મોદિત્‍વને ભારે પડે કે ન પડે, પણ કોંગ્રેસ માટે એક મોટી ભવિષ્‍યની શકયતા ચોક્કસ ઊભી કરે છે. ભવિષ્‍યમાં મમતા બેનરજી કોંગ્રેસના સર્વેસર્વા નેતા બની શકે છે. રાહુલ ગાંધી સંગઠન ચલાવવામાં અને નેતળત્‍વમાં સતત નિષ્‍ફળ સાબિત થયા છે. પ્રિયંકા ગાંધીને પણ ફૂલટાઇમ સક્રિય રાજનીતિ બહુ  ફાવતી નથી. સોનિયાજી પણ હવે વધતી ઉંમર અને સ્‍વાસ્‍થ્‍યના કારણ ે લગભગ નિવળત  જેવા જ  છે. આ શૂન્‍યાવકાશ વાળી સ્‍થિતિમાં મમતા માટે કોંગ્રેસમાં પોતાનો દબદબો અને પ્રભાવ જમાવવો એકદમ સરળ બની શકે છે.

જો કે મમતા બેનરજીની કથિત હિન્‍દુ વિરોધી આભા દેશના અન્‍ય રાજ્‍યોમાં તેમને નડી શકે છે. રાષ્‍ટ્રીય ફલક પર હિન્‍દી પટ્ટાના મતદારો વચ્‍ચે સ્‍વીકળતિ મેળવવી તેમના માટે મોટી અગ્નિપરીક્ષા બનશે. ભારતીય લોકશાહીની મજબૂતી માટે દેશમાં વિપક્ષ શક્‍તિશાળી અને સંગઠિત બને તે હંમેશા આવકાર્ય છે. આ નવું રાજકીય કેમિકલ દેશના શાસક પક્ષ અને નરેન્‍દ્ર મોદી સામે કેટલું ટકી શકશે તે તો સમય જ બતાવશે. પરંતુ આ સંભવિત જોડાણથી કોંગ્રેસની આંતરિક સત્તાનું કેન્‍દ્ર અને કમાન્‍ડ ચોક્કસપણે બદલાઈ જશે. રાષ્‍ટ્રીય રાજનીતિના સમીકરણો બદલવા માટે પણ આ નવું રાજકીય કેમિકલ સર્જાવું ખૂબ જરૂરી છે.

(10:53 AM IST)