ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
તા. ૧૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર
ઘોડાપૂર ઘુઘવ્યા, આગાહીકારોના!
સાવ ફાલતુ તત્વોથી માંડીને કહેવાતી વૈશ્વિક સંસ્થાઓ વરસાદ અંગે મનફાવે તેવી આગાહીઓ ઝીંકવા લાગ્યાઃ દુકાળથી માંડીને અતિવૃષ્ટિ સુધીની આગાહીઃ ગુજરાતી મીડિયાની ન્યુઝ સેન્સ વગર વરસાદે તણાઇ ગઇ
ચોમાસું નજીક આવતાં જ આગાહીકારોનું ઘોડાપૂર ઘુઘવવા માંડે છે. સાવ ફાલતુ અને બિનઅનુભવી તત્વોથી માંડીને કહેવાતી વૈશ્વિક સંસ્થાઓ પણ મેદાનમાં આવી જાય છે. આ લોકો વરસાદ અંગે મનફાવે તેવી આગાહીઓ ઝીંકવા લાગે છે. કોઈ દુકાળની ભીતિ જગાડે છે, તો કોઈ અતિવળષ્ટિના ડર બતાવે છે. વિરોધાભાસી વાતો કરીને તેઓ લોકોમાં ભ્રમ અને ડરનો માહોલ ઊભો કરે છે. આ બધાની વચ્ચે ગુજરાતી મીડિયાની ન્યુઝ સેન્સ સાવ તણાઈ ગઈ હોય તેમ લાગે છે.
ટીઆરપીની રેસમાં મીડિયા આવા બિનસત્તાવાર સમાચારોને મોટી હેડલાઇન્સ બનાવીને પીરસે છે. સામાન્ય જનતા સાચી માહિતી માટે વલખાં મારે છે.
આપણો દેશ શુદ્ધ કળષિ પ્રધાન દેશ છે. અહીં કરોડો ખેડૂતોની જિંદગી, તેમનું આખું વર્ષ અને આજીવિકા માત્ર વરસાદ પર નિર્ભર છે. આવી આડેધડ અને પાયાવિહોણી આગાહીઓથી ખેતી ક્ષેત્રને ખૂબ મોટું આર્થિક નુક્સાન સહન કરવું પડે છે. ખેડૂતો વાવણીના આયોજનમાં થાપ ખાઈ જાય છે. કોઈ ચોક્કસ રિસર્ચ કે ઊંડા વૈજ્ઞાનિક અભ્યાસ વગર જ મીડિયા પર બબૂચકો નિષ્ણાત બનીને બેસી જાય છે. આવા તત્વો કોઈપણ સામાજિક જવાબદારી વગર ભયાનક આગાહીઓ કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે અને ખેડૂતોના નસીબ સાથે રમત રમે છે.
હવામાનની વાતોમાં ગ્રહોની ચાલથી માંડીને ‘અલનીનો' ના ગતકડાં સદાબહાર બની ગયા છે. વિજ્ઞાન, જ્યોતિષ અને અંધશ્રદ્ધાનું એવું ખતરનાક મિશ્રણ કરાય છે કે સામાન્ય માણસ સાવ મુંઝાઈ જાય છે. મીડિયા પણ આવા કથિત સ્થાનિક નિષ્ણાતોને ટીવી સ્ટુડિયોમાં બેસાડીને કલાકો સુધી નકામી ચર્ચાઓ કરે છે. મીડિયાની આ ન્યુઝ સેન્સ સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. જવાબદાર પત્રકારત્વના સ્થાને સનસનાટી અને ખોટો ડર ફેલાવવાની હોડ જામી છે.
હવે સમય આવી ગયો છે કે આ ગંભીર મુદ્દે સરકારે તાત્કાલિક જાગવું પડશે. આવી બેજવાબદાર આગાહીઓ રોકવા માટે દેશમાં અત્યારે જ કડક કાયદા બનવા જોઈએ. સરકારી હવામાન વિભાગ અને અન્ય કોઈપણ બિનસત્તાવાર વ્યક્તિ કે ખાનગી સંસ્થાની ભ્રામક આગાહીઓને જવાબદારીનું ભાન કરાવવું જોઈએ.બેજવાબદારો પર કાનૂની પ્રતિબંધ હોવો જોઈએ. અફવાઓ ફેલાવી ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડનારા તત્વોને જેલભેગા કરવા જોઈએ. કાયદાનો આકરો ડર હશે તો જ આવા તત્વો પર લગામ કસાશે. દેશના ખેડૂતોના વ્યાપક હિતમાં અને પત્રકારત્વની ગરિમા જાળવવા માટે આકરા નવો કાયદો લાવવો અનિવાર્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
