News of Monday, 22nd June 2026
રામઃ અયોધ્યાથી બાંગ્લાદેશ..
અયોધ્યા મંદિરમાંથી અધધધ ચોરીઃ ભકતોની લાગણી દુભાતી નથી?: બાંગ્લાદેશમાં રામના અપમાન સામે હિન્દુઓનો માર્ગો પર વિરોધ
અયોધ્યામાં વિવાદી જમીન પર રામ મંદિરનું નિર્માણ આ સદીની સૌથી વિરાટ ઘટના છે. અતિ ભવ્ય મંદિર નિર્માણથી સનાતનીનો આત્મવિશ્વાસ આસમાને પહોંચ્યો છે. વર્ષોની પ્રતીક્ષા પછી આ ઐતિહાસિક સ્વપ્ન સાકાર થયું છે. વિશ્વભરના કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધા આ પવિત્ર સ્થાન સાથે સીધી જોડાયેલી છે.
જો કે નવ નિર્મિત રામ મંદિર તાજેતરમાં ગંભીર વિવાદમાં છે. આ મંદિરમાં ભક્તોએ ધરેલાં કરોડો રૂપિયા અને કિંમતી વસ્તુઓની ચોરી થઈ ગઈ છે. શ્રદ્ધાળુઓએ પોતાની પરસેવાની કમાણીમાંથી અર્પણ કરેલું દાન ગાયબ થઈ ગયું છે. સ્ટાફ અને મંદિરની અંદરના લોકોએ જ મોટી ગરબડ કરી દીધાનું જાહેર થયું છે. આ ઘટના મેનેજમેન્ટ માટે કલંક સમાન છે. આટલી કડક સુરક્ષા વચ્ચે આવી મોટી હેરાફેરી થાય તે અત્યંત આઘાતજનક અને શરમજનક બાબત ગણાય.
આヘર્ય છે કે અતિ સામાન્ય બાબતે ભકતોની ધાર્મિક લાગણી દુભાઇ જતી હોય છે. આ મોટા મામલામાં લાગણી હજુ સુધી દુભાઇ નથી. સોશિયલ મીડિયા પર નાની વાતોમાં વિવાદ કરતો મોટો વર્ગ આ ગંભીર મુદ્ે કેમ એકદમ મોૈન ધારણ કરીને બેઠો છે.? લોકોની ધાર્મિક લાગણી પણ રાજનીતિની ગુલામ બની ગઇ છે. રાજકીય પક્ષોના પ્રચાર અને અનુラકૂળતા મુજબ જ અહી આક્રોશ નક્કી થાય છે. તે હવે સ્પષ્ટ દેખાય છે.
પ્રભુ શ્રી રામ પોતે નૈતિકતા અને મર્યાદાના પ્રતીક છે. તેમના જ પવિત્ર ધામમાં આટલો મોટો અન્યાય અને પાપ સહેલાઈથી સહન કરવામાં આવી રહ્યું છે. ભારતના હિન્દુ સમાજમાં આ ચોરી સામે જે તીવ્ર આક્રોશ અને વિરોધ હોવો જોઈતો હતો, તેનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો પક્ષભક્તિમાં અંધ બની આસ્થાના અપમાનને નજરઅંદાજ કરી રહ્યા છે.
બીજી બાજુ બાંગ્લાદેશમાં કોઈએ ભગવાન શ્રી રામનું અપમાન કરતા ત્યાંનો હિન્દુ સમાજ રોડ પર આવી જઈને પ્રચંડ વિરોધ કરી રહ્યો છે. અલ્પસંખ્યક હોવા છતાં અને ભારે જોખમ હોવા છતાં તેઓ પોતાની આસ્થા માટે સડક પર ઉતરી આવ્યા છે. ત્યાંના લોકો કોઈપણ રાજકીય સ્વાર્થ કે પક્ષીય દબાણ વગર ધર્મના રક્ષણ માટે એકઠા થયા છે.
ભારતમાં રામના નામે લાગણી ઉઠતી નથી અને પડોશી દેશમાં રામના નામે લાગણી ઝડપથી જાગે છે. પોતાના જ દેશમાં પ્રભુના ઘરમાં આટલી મોટી નાણાકીય ઉથલપાથલ સામે લોકો ચૂપચાપ બેઠા છે. જ્યારે પડોશી દેશમાં આસ્થા પર પ્રહાર થતાં જ સનાતનીઓ એક થઈ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ વિચિત્રતાનું કારણ શું? રામ જાણે ! આ બેવડું વલણ સમાજની વર્તમાન માનસિકતા ખુલ્લી પાડે છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
