<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

બ્રેક વગરની મેઘસવારી!

મનમોજી મેઘરાજઃ અમુક સ્‍થાને ૨૦ ઇંચ, અમુક સ્‍થાને બે ઇંચના પણ ફાંફાઃ કુદરતના આશીર્વાદને આફતમાં પલટાવતા શાસકોઃ મીડિયાની ન્‍યુઝ સેન્‍સ તણાઇ ગઇ... મેઘરાજને ગુન્‍હેગાર ઠેરવવા હોડ

આ વરસે મેઘરાજા મનમોજી બનીને પધાર્યા છે. પ્રથમ રાઉન્‍ડમાં જ સૌરાષ્‍ટ્રમાં અમુક સ્‍થાને ૨૦ ઇંચ જેટલું પાણી વરસાવી  દીધું  છે, અમુક શહેરોમાં બે ઇંચના પણ ફાંફા છે. જુનાગઢ, પોરબંદર વિસ્‍તારોમાં મેઘ સવારી બ્રેક વગરની બની ગઇ છે, બે દિવસમાં જ પાણી-પાણી કરી દીઘું છે. અમુક ગામોમાં તો વરસાદ અસહ્ય બની ગયો છે.

ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં મેઘરાજાએ પ્રથમ રાઉન્‍ડમાં જ ધમાકેદાર બેટિંગ કરીને પાણી પાણી કરી દીધું છે. ચોમાસાની  શરૂઆત પહેલાં જ અનેક નિષ્‍ણાતોએ મીડિયામાં દુકાળની  આગાહીઓ કરી હતી. પરંતુ કુદરતે પોતાની અસીમ કળપા વરસાવીને તમામ નકારાત્‍મક ગણતરીઓને ખોટી સાબિત કરી દીધી છે.    

મેઘરાજાની આ ધમાકેદાર એન્‍ટ્રીએ જગતના તાત એવા ખેડૂતો અને સામાન્‍ય લોકોના હૈયામાં ભારે મોજ કરાવી દીધી છે. ભારત અને ખાસ કરીને ગુજરાતનું સમગ્ર અર્થતંત્ર મોટાભાગે કળષિ પ્રવળત્તિઓ પર આધારિત છે. આપણી ખેતીનો મોટો હિસ્‍સો આજે પણ સીધો વરસાદી પાણી પર જ નિર્ભર છે. આવી સ્‍થિતિમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાનું આગમન સોનાના સૂરજ સમાન અને સાચા આશીર્વાદ ગણાય.

વિડંબણા એ છે કે આપણા આજના શાસકો કુદરતના આ અમૂલ્‍ય આશીર્વાદને પણ આફતમાં પલટાવી દેવા સક્ષમ છે. ઇતિહાસ સાક્ષી છે કે નરેન્‍દ્રભાઈ મોદીએ ભૂકંપ જેવી અત્‍યંત ભયાવહ અને વિનાશક આફતને પણ પોતાની દીર્ઘદ્રષ્ટિથી આશીર્વાદમાં પલટી નાખી હતી. તેમણે કચ્‍છ અને ગુજરાતને બેઠું કરીને વિકાસનું નવું મોડેલ આપ્‍યું હતું.

 બીજી તરફ, આજે મોદીજીના નામે ચૂંટાતા સ્‍થાનિક નેતાઓ અને ભ્રષ્ટ વહીવટીતંત્ર કુદરતના આશીર્વાદ સમાન વરસાદને પ્રજા માટે મોટી આફતમાં ફેરવી રહ્યા છે.

પ્રથમ વરસાદ પડતાં જ સૌરાષ્‍ટ્રભરમાં કરોડોના ખર્ચે બનેલા રોડ તૂટી ગયા છે. અમુક પુલો પણ જર્જરિત બન્‍યા છે. સ્‍માર્ટ સિટીની ગુલબાંગો વચ્‍ચે સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્‍થિતિ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના પ્રી-મોન્‍સૂન પ્‍લાનિંગની પોલ ખોલે છે.

મીડિયા પણ સત્‍ય સમજ્‍યા વગર સીધું જ એવું ઝીંકે છે કે ભારે વરસાદના કારણે મુશ્‍કેલી સર્જાઈ. વાસ્‍તવમાં મેઘરાજાને ગુનેગાર ઠેરવતું મીડિયા એ નથી જોતું કે રાજકોટ જેવા શહેરોમાં પાણીના નિકાલની કુદરતી વ્‍યવસ્‍થા પર બાંધકામો કરીને પથારી ફેરવી દેવામાં આવી છે. કુદરતી વોંકળાઓ અને નાળાઓ પૂરી દેવાયા છે. મોટાભાગની આફત માનવ સર્જિત હોય છે.

હવે આપણે આપણી માનસિકતા બદલવી પડશે. વરસાદ વરસે એ આફત નથી, પણ પ્રકળતિની અસીમ કળપા છે. આપણે આ કળપાને ઝીલવાની  ક્ષમતા વધારવી પડશે. દર વર્ષે અબજો લીટર પાણી નદી-નાળા મારફતે દરિયામાં વહી જાય છે. બીજી તરફ આપણે ઉનાળો આવતા જ પાણી માટે ફાંફા મારીએ છીએ. જો વોટર હાર્વેસ્‍ટિંગ અને યોગ્‍ય આયોજન થાય, તો આ પાણી આશીર્વાદ જ રહેશે. સ્‍થાનિક શાસકોએ ભ્રષ્ટાચાર અને નબળું આયોજન છોડીને પ્રજા હિતમાં કામ કરવું પડશે, જેથી કુદરતની મહેરબાની કયારેય વહીવટી આફત ન બને. 

(10:39 AM IST)