<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

સિંહનો ખોરાક કઢી ખીચડી નથી!

સાવજો આપણું ગોૈરવ છે, તેને સમસ્‍યાપુર ન બનાવોઃ સિંહની વસ્‍તી વધવા સાથે જંગલ વિસ્‍તાર અને તૃણાહારી પ્રાણીઓ પણ વધવા જોઇએઃ ભૂખ્‍યા સાવજો રોટલાથી નહિ ધરાય

 સમગ્ર એશિયા ખંડમાં માત્ર સૌરાષ્‍ટ્રની  ધરતી પર જ એશિયાટિક સિંહ વસે છે. સિંહ આપણી અસ્‍મિતા, સંસ્‍કળતિ અને અનન્‍ય ગૌરવનું પ્રતીક છે. સિંહોની વસ્‍તી વધે તે માટે વર્ષોથી  સરાહનીય પ્રયાસો કરવામાં આવ્‍યા છે. આ લોકભાગીદારી અને સરકારી પ્રયાસોના પરિણામે સિંહોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો પણ થયો છે.

વર્તમાન સમયમાં પ્રકળતિનું સંતુલન ખોરવાઈ રહ્યું હોય તેમ જણાય છે. સિંહોની વધતી વસ્‍તીની સામે તેમનો કુદરતી રહેઠાણ વિસ્‍તાર એટલે કે જંગલો સંકોચાઈ રહ્યા છે. વન વિસ્‍તાર મર્યાદિત બનતા વન્‍ય જીવો માટે મોટો પડકાર ઊભો થયો છે.

કુદરતી નિયમ મુજબ જંગલમાં સિંહોની સંખ્‍યા વધે તેની સાથે જંગલ વિસ્‍તાર અને તળણાહારી પ્રાણીઓની સંખ્‍યા વધવી પણ અનિવાર્ય છે. સિંહ, દીપડા જેવા હિંસક વન્‍ય જીવો કયારેય કઢી, ખીચડી કે રોટલાથી પોતાનું પેટ ભરી શકતા નથી. જો જંગલમાં પૂરતો શિકાર ઉપલબ્‍ધ ન હોય, તો આ ભૂખ્‍યા સાવજો ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળી આવે છે.

આ જ કારણ છે કે હવે વન્‍ય જીવો ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારો તરફ વળી રહ્યા છે. રહેણાંક વિસ્‍તારોમાં ઘૂસીને તેઓ  પશુઓનું મારણ કરવા લાગ્‍યા છે. ખોરાકની તીવ્ર અછત અને બદલાતી પરિસ્‍થિતિના કારણે સિંહોના માનવી પરના હુમલા પણ ચિંતાજનક રીતે વધી ગયા છે.

બીજી તરફ, વન વિભાગની કામગીરી અને જંગલ વ્‍યવસ્‍થાપન સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સાવજોના કુદરતી નિવાસસ્‍થાનમાં માનવીય દખલગીરી અને પજવણી  ખૂબ જ વધી ગઈ છે. કેટલાક બેજવાબદાર તત્‍વો દ્વારા સિંહોને પરેશાન કરવામાં આવે  છે. સિંહને પરેશાન કરનારા તત્‍વો સામે માત્ર સામાન્‍ય દંડ કે નજીવી સજા થાય છે, જે અપૂરતી છે.

જ્‍યારે આ પજવણીથી કંટાળીને સિંહ વળતો હુમલો કરે, ત્‍યારે તેને તુરંત માનવભક્ષી જાહેર કરીને પાંજરામાં પૂરી દેવામાં આવે છે. આ સમગ્ર ચિત્ર સ્‍પષ્ટ કરે છે કે સિંહ માનવ સમુદાય માટે સમસ્‍યા નથી, પરંતુ માનવજાત જ સિંહ માટે સમસ્‍યારૂપ બની રહી છે.

એક બાબત હંમેશા યાદ રાખવી પડશે કે ભૂખ્‍યા સિંહ અને દીપડા કયારેય કઢી ખીચડીથી નહિ ધરાય, તે પોતાની ભૂખ સંતોષવા ગિરનારના પગથિએ જ નહિ, પાટનગર  ગાંધીનગર સુધી આટાફેરા કરી શકે છે.

વન વિભાગ અને સરકારે જાગળત થવું પડશે. સિંહોના કાયમી સંરક્ષણ માટે સાવજનીતિ અને વન્‍યજીવ નીતિનું નવેસરથી કડક ઘડતર કરવું ખૂબ જ જરૂરી છે. જંગલોનું વિસ્‍તરણ કરવું અને વન્‍ય જીવોને કુદરતી વાતાવરણ પુરૂ પાડવું તે જ એકમાત્ર કાયમી ઉકેલ છે. સિંહ આપણું ગૌરવ છે અને તેને ગૌરવવંતું સ્‍થાન મળવું જ જોઈએ.

(11:06 AM IST)