<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ચેતજો, લક્ષણો સારા નથી

આતંકી સાથે જોડાયેલા ટોળા ગુજરાતમાંથી સતત ઝડપાય છેઃ કચ્‍છ દરિયેથી પાકિસ્‍તાની નાવ મળીઃ મુજરા બંધ કરીને...

 ગુજરાતની સુરક્ષા સામે હાલ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. છેલ્લા દસ દિવસના ઘટનાક્રમ  પર નજર કરીએ તો ચિંતાજનક ચિત્ર સામે આવે છે. રાજ્‍યમાં આતંકી સંગઠનો સાથે જોડાયેલા તત્‍વોની  ધરપકડ અને દરિયાઈ સરહદેથી પાકિસ્‍તાની બોટનું મળવું એ ખતરાની ઘંટડી છે. આ ઘટનાઓ સાબિત કરે છે કે ગુજરાતમાં  ભાગફોડિયા તત્‍વો પોતાનું નેટવર્ક મજબૂત કરી રહ્યા છે.

રાજ્‍યના ખૂણેખૂણે શંકાસ્‍પદ પ્રવળત્તિઓ વધી રહી છે. વિધર્મીઓ અને બહારથી આવેલા  શંકાસ્‍પદ લોકોની અવરજવર પર પુરતો અંકુશ નથી. આવી પ્રવળત્તિઓ રોકવા માટે જે નક્કર રણનીતિની જરૂર છે તેનો અભાવ વર્તાય છે. કયાંક રાજકીય સેટિંગ તો કયાંક નરમ વલણને કારણે કાયદાની ધાક ઓછી  થઈ છે. નેતાઓ ભાષણોમાં તો સખત શબ્‍દો વાપરે છે, પણ જમીની સ્‍તરે પરિસ્‍થિતિ કંઈક અલગ જ જોવા  મળે છે. મુજરા બંધ કરીને વાસ્‍તવિકતાનો સામનો કરવાનો સમય પાકી ગયો છે.

નાના ગુનાઓને નજરઅંદાજ કરવાથી ગુનેગારોના મનોબળ વધે છે. જ્‍યારે સામાન્‍ય લોકો પણ કટ્ટરતા તરફ  પ્રેરાઈ રહ્યા હોય ત્‍યારે સરકારની ભૂમિકા વધુ મહત્‍વની બની જાય છે. અત્‍યારે સરકારનું વલણ ગંભીર જણાતું નથી. કદાચ કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ પાકિસ્‍તાન પર દોષારોપણ કરી રાજકીય લાભ ખાટવાની વ્‍યૂહરચના હોઈ શકે છે, પરંતુ સુરક્ષા સાથે ચેડાં કરવા તે કોઈ પણ રીતે યોગ્‍ય નથી. દેશની સલામતી રાજકારણથી ઉપર હોવી જોઈએ.

સુરક્ષા એ માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી. આંતરિક સુરક્ષા માટે કડક કાયદા અને તેના અમલીકરણની તાતી જરૂર છે. ગુજરાતે આ  સમયે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. જો હવે પણ આંખ આડા કાન કરવામાં આવશે, તો સ્‍થિતિ બેકાબૂ બની શકે છે. વિચારધારાના પ્રદર્શન કરતા શક્‍તિનું પ્રદર્શન કરવું વધુ જરૂરી છે. આતંકવાદ અને શંકાસ્‍પદ તત્‍વો સામે ઝીરો ટોલરન્‍સની નીતિ અપનાવવી અનિવાર્ય છે.

સલામત ગુજરાત માટે કાયદાનો ડર અને પ્રશાસનની સક્રિયતા જ એકમાત્ર રસ્‍તો છે. ચેતવા જેવો આ સમય છે, બાકી પરિણામો ગંભીર આવી શકે તેમ છે. સરકાર જાગે અને નાગરિકો જાગળત થાય તે જ સમયની માંગ છે.

ઝડપાયેલા આતંકીઓ ગુજરાતમાં ત્રણ વર્ષથી સક્રિય હતા. બોમ્‍બ બનાવીને અનેક વખત પરિક્ષણો કર્યા હતા. જાગળત હોવાના ઢંઢેરા પીટનારા શાસકો અને તેના જાંબાઝ અધિકારીઓ અંધારામાં હતા. આ સ્‍થિતિ સામાન્‍ય ન ગણી શકાય. ગુજરાતમાં જવાબદાર,ગંભીર અને શક્‍તિશાળી નેતળત્‍વની અનિવાર્યતા છે. લોકોએ જ આ બાબતનો આગ્રહ રાખવો જરૂરી છે. સૌરાષ્‍ટ્રમાંથી મોટા પાયે ગેરકાયદે શસ્‍ત્રો ઝડપાઇ રહ્યા છે. આ લક્ષણો નજર સામે આવી ગયા બાદ પણ ગુજરાત ન જાગે તો તે કમોતે ફૂંકાઈ જવા પૂરેપુરૂ લાયક ગણાય.

(10:52 AM IST)