<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

જંતર મંતરઃ બખડજંતર

બઘડાટીથી માફામાફી, સરકાર માટે અઘરૂ પેપરઃ સોશિયલ મીડિયા થકી લડતની નવી પરંપરાઃ નકલી અસલી પપ્‍પુનું મનોરંજન

 

દિલ્‍હીનું જંતર મંતર દેશના રાજકારણનું મુખ્‍ય કેન્‍દ્ર બની ગયું છે.  તાજેતરમાં પેપર લીક મુદા પર એક નવી જ લડત જોવા મળી. સોશિયલ મીડિયા પર સક્રિય કોકરોચે પેપર લીક સામે અવાજ ઉઠાવ્‍યો. તેણે જંતર મંતર પરથી આંદોલન શરૂ કરીને આખા દેશનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. આ વિરોધ પ્રદર્શનના કારણે કેન્‍દ્ર સરકાર પ્રથમ વખત ઝૂકવા માટે મજબૂર બની હતી. યુવાનોમાં સોશિયલ મીડિયા થકી લડતની એક નવી જ પરંપરા શરૂ થઈ છે. હવે ઈંધણ મુદે સોશિયલ મીડિયા  થકી લડત શરૂ થઇ છે.

કોકરોચની લડત લાંબો સમય શિસ્‍તબદ્ધ રહી શકી નહીં. આંદોલનમાં ગુંડાગીરી અને ગાળાગાળી શરૂ થઈ ગઈ. આ ગેરવર્તણૂક કોકરોચ અને તેના સાથીઓને ખૂબ ભારે પડી. આંદોલનનો ગેરમાર્ગે દોરાયેલો દૌર જોઈને બબૂચક બનેલી જેન-ઝીએ પીછેહઠ કરવી પડી. આખરે યુવાનોએ દેશના વડાપ્રધાનની જાહેરમાં માફી માગતા વીડિયો સોશિયલ મીડિયા પર બનાવવા પડ્‍યા. સરકારે પણ મોટી ઉદારતા દાખવીને આ યુવાનોને માફ કરી દીધા.

હવે જંતર મંતરની આ આખી લડત એક બખડજંતર જેવી લાગવા માંડી છે. બઘડાટી બોલાવ્‍યા પછી સીધી માફામાફી પર આવી જવાની આ ઘટનાએ સૌને આヘર્યમાં મૂકયા છે. એક વાત ચોક્કસ છે કે રામમંદિરની દાનચોરી અને પેપર લીકના મુદાઓ અત્‍યારે સરકાર માટે ખૂબ અઘરૂ પેપર સાબિત થઈ રહ્યા છે. આ મુદાઓએ સત્તાપક્ષને મુશ્‍કેલીમાં મૂકી દીધો છે.

આટલા તીવ્ર રાજકીય ગરમાવા છતાં વિપક્ષ આ સ્‍થિતિનો પૂરો રાજકીય લાભ લઈ શકયો નથી. વિરોધ નોંધાવવાની બાબતમાં વિપક્ષ સાવ નિષ્‍ફળ રહ્યો છે. ઓરીજીનલ પપ્‍પુ યાદવ અને વિપક્ષના નેતાજી (નકલી પપ્‍પુ) એ વિરોધના નામે માત્ર મનોરંજન જેવા કાર્યક્રમો આપ્‍યા છે. ગંભીર મુદાઓ પર પણ વિપક્ષી નેતાઓ નાટક અને મનોરંજક નિવેદનો આપતા રહ્યા.

બીજી તરફ,  બંને સંવેદનશીલ મુદાઓ પર સરકાર ઝડપથી ડેમેજ કન્‍ટ્રોલ કરી રહી છે. મુદાઓને ઉકેલવા અને જનતાનો વિશ્વાસ પાછો મેળવવા માટે સરકાર સક્રિય બની છે. આ આખી ઘટના પરથી સ્‍પષ્ટ થાય છે કે સરકારને ઘેરવામાં વિપક્ષ પાસે યોગ્‍ય રણનીતિનો ભારે અભાવ છે. પરિણામે, એક મોટો વિરોધ માત્ર સોશિયલ મીડિયાનું તૂફાન અને મનોરંજન બનીને રહી ગયો છે

(10:54 AM IST)