<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ચીઝ, પનીર, બટર જ એનાલોગ નથી

વિચિત્ર ફૂડના રવાડે ચઢીને આરોગ્‍યની પથારી ન ફેરવોઃ દૂધમાંથી બનેલું પ્‍યોર પનીર પણ ડુંગળી સાથે ઝાપટવું વિરૂધ્‍ધ આહાર ગણાયઃ યાદ રાખો, ગુજરાતમાં કાયદા બને છે, પણ અમલની ગેરન્‍ટી નથીઃ નકલી ફૂડની ભરમાર

 

 ગુજરાત કાયદા ,નિયમો બનાવવામાં બહાદુરી દેખાડે છે, પણ તેનો અમલ કરાવવાની ત્રેવડ હોતી નથી. દેશી દારૂ પર પ્રતિબંધ છે, અમલ કરાવી શકવાની ક્ષમતા કયાં? મહારાષ્‍ટ્રમાં નકલી ચીઝ,પનીર,બટર પર પ્રતિબંધ મૂકાયો તેથી શરમના માર્યા ગુજરાતમાં પણ મૂકવો પડ્‍યો. તેનો અમલ કેટલો થશે, તે મહત્‍વનું  છે. રાજ્‍યમાં ચારે બાજુ ઝેરી ફૂડ મળે છે,પણ  બહાદુરી કરતા નેતાઓ પાસે  નક્કર ઉકેલ નથી. નિયમોના ગતકડાં ચાલતા રહે છે.

ગઈ કાલે ગુજરાતમાં જ એનાલોગ પનીર,બટર,ચીઝ પર પ્રતિબંધ મૂકીને નાગરિકોના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કરવાનો દાવો કરાયો છે. પરંતુ સવાલ એ થાય છે કે શું માત્ર આટલું કરવાથી ભેળસેળમુક્‍ત ખોરાક મળી જશે?  બજારમાં આજે એનાલોગ પનીર સિવાય પણ અનેક પ્રકારની બનાવટી અને કળત્રિમ ખાદ્ય સામગ્રીઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે, જે લોકોના આરોગ્‍યની પથારી ફેરવી રહી છે.

માત્ર  પનીર જ નહીં, પરંતુ પિઝા અને બર્ગર પર વપરાતું એનાલોગ ચીઝ, બ્રેડ-ટોસ્‍ટ પર લગાવાતું માર્જરીન એટલે કે બનાવટી માખણ, મીઠાઈઓમાં વપરાતો કળત્રિમ માવો અને ચોકલેટમાં વપરાતું કમ્‍પાઉન્‍ડ ફેટ પણ એનાલોગ ખાદ્ય સામગ્રીનો જ હિસ્‍સો છે.

દૂધના બદલે પામ ઓઈલ, રાસાયણિક સ્‍ટેબિલાઇઝર અને સ્‍ટાર્ચમાંથી બનતી આ પ્રોડક્‍ટ્‍સ સસ્‍તા દામમાં હોટલો, રેસ્‍ટોરન્‍ટો અને સ્‍ટ્રીટ ફૂડની લારીઓ પર પીરસાઈ રહી છે. ગુજરાતમાં  એનાલોગ પનીર પર કાગળ પર તો કડક પ્રતિબંધ લાગી ગયો, પરંતુ અન્‍ય એનાલોગ ખાદ્ય સામગ્રીનું શું? કાયદા ગમે તેટલા બને, પણ તેના યોગ્‍ય અમલની કોઈ ગેરંટી નથી હોતી, જેના કારણે ભેળસેળિયા વેપારીઓ બેફામ બન્‍યા છે.

આપણે માત્ર કળત્રિમ કે એનાલોગ ખોરાકથી જ બચવાનું નથી, પરંતુ આહારના યોગ્‍ય સંયોજન પ્રત્‍યે પણ જાગળત થવાની જરૂર છે.  લોકો વિચિત્ર ફયુઝન ફૂડના રવાડે ચઢયા છે. આયુર્વેદિક દ્રષ્ટિએ  દૂધમાંથી બનેલું પ્‍યોર પનીર પણ જો ડુંગળી સાથે ઝાપટવામાં આવે, તો તે વિરૂધ્‍ધ  આહાર ગણાય છે. દૂધની શિતળ પ્રકળતિ અને ડુંગળીની ગરમ પ્રકળતિનું આ મિશ્રણ પાચનતંત્રને ભારે નુકસાન પહોંચાડે છે. આવી અયોગ્‍ય આહારશૈલી લાંબા ગાળે પેટના રોગો, ગંભીર એસિડિટી અને ત્‍વચાના વ્‍યાધિઓ નોતરે છે. પંજાબીના નામે વેચાતા શાકમાં પનીર, ડુંગળી સાથે જ હોય છે. અન્‍ય ઝેરી કેમિકલનો પણ પાર નથી હોતો.

અનિયંત્રિત એનાલોગ ફૂડમાં રહેલું સેચ્‍યુરેટેડ ફેટ હૃદયરોગ, બ્‍લડ પ્રેશર અને મેદસ્‍વિતા વધારે છે. ગ્રાહકો તરીકે આપણે જાગળત થઈને ચટાકેદાર ખોરાકના બદલે શુદ્ધતાને પ્રાધાન્‍ય આપવું પડશે. માત્ર સરકારી કાયદાઓ પર નિર્ભર રહેવાને બદલે આપણે પોતે શું ખાઈ રહ્યા છીએ તેની ચકાસણી કરવી અત્‍યંત જરૂરી છે. સરકારના ભરોસે રહેવા જેવું નથી, ગુજરાતીઓએ જાતે જ આરોગ્‍ય પ્રત્‍યે સતત સભાન રહેવું પડે તેવી  સ્‍થિતિ છે.

(11:01 AM IST)