<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ઇરાદો બુલંદ,પણ પક્કડ ઢીલી..

ભાજપી નવી ટીમ પર પક્ષની દશા સુધારવાનો પડકારઃ મજબૂત ગણાતી સરકાર ફાલતુ કોકરોચ સામે પણ નાચવા મજબૂર બની હતીઃ ગુજરાતમાં પક્ષ અને સરકારનો પાવર સાવ ડીમ

 

 

 

  ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્‍ટ્રીય સ્‍તરે નવા સંગઠનની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતથી લઈને દિલ્‍હી સુધી પક્ષનો ઈરાદો ભલે બુલંદ દેખાતો હોય, પણ વાસ્‍તવિકતા એ છે કે સંગઠન અને શાસન બંનેની પક્કડ સાવ ઢીલી પડી રહી છે. આ સ્‍થિતિમાં નવી ટીમ સામે પક્ષની દશા સુધારવાનો અને રાજકીય વર્ચસ્‍વ પુનઃ સ્‍થાપિત કરવાનો બહુ મોટો પડકાર આવીને ઊભો રહ્યો છે.

રાષ્‍ટ્રીય સ્‍તરે રાજકીય ચિત્ર ગંભીર સમીક્ષા માંગી લે તેવું છે. ભાજપના નવા રાષ્‍ટ્રીય પ્રમુખ ખુદ બિહારમાં ધારાસભાની પોતાની ગળહ બેઠક પણ પક્ષને જીતાડી શકયા નથી, જે સંગઠનની પાયાની નબળાઈ દર્શાવે છે. પક્ષ અને શાસન પરનો કાબૂ એ હદે નબળો પડ્‍યો છે કે એક સમયે શક્‍તિશાળી ગણાતી સરકાર નાના-મોટા અને ફાલતુ કોકરોચ જેવા મુદ્દાઓ સામે પણ નાચવા મજબૂર બની ગઈ છે. અયોધ્‍યામાં  દાન ચોરીના વિવાદમાં ભાજપ અને તેની સરકાર બંને લાચાર બનીને ગેંગેફેફે થઈ ગયા છે.   

 વિપક્ષને સંપૂર્ણ કાબૂમાં રાખવાની જે રાજકીય ધાક હતી, તે લગભગ લુપ્‍ત થઈ ગઈ છે. દેશના અનેક રાજ્‍યોમાં પક્ષનું આંતરિક સંગઠન સાવ ગોટે ચઢી ગયું છે.

ભાજપનું પાવર હાઉસ ગણાતા ગુજરાતમાં તો પરિસ્‍થિતિ વધુ વિપરીત છે. અહીં પક્ષ કે સરકાર બંનેનો પાવર સાવ ડીમ થઈ ગયો છે. પક્ષમાં જૂથબંધી અને આંતરિક લડાઈ એટલી ચરમસીમાએ પહોંચી છે કે ભાજપને હરાવવા કે નુકસાન પહોંચાડવા માટે વિપક્ષની જરૂર જ રહી નથી.

ગુજરાતમાં શાસન પરથી પક્કડ છૂટી જતાં નકલી અધિકારીઓથી માંડીને આખી નકલી સરકારી કચેરીઓ ધમધમવા લાગી છે, જે વહીવટી તંત્રની નિષ્‍ફળતા છતી કરે છે. રાજ્‍યમાં ભાજપના નેતાઓ મોટાભા થઈને ફરે છે, પરંતુ વાસ્‍તવિકતા એ છે કે એક પણ નેતા આખા રાજ્‍ય પર પોતાનો સકારાત્‍મક કે રાજકીય પ્રભાવ ધરાવતો નથી.

આ સંજોગોમાં ગુજરાતના પ્રભારી તરીકે તેજસ્‍વી નેતા તરૂણ ચુગની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં પક્ષ અને સરકાર બંનેને ફરીથી પાવરમાં લાવવા માટે તરૂણભાઈએ ખુદે અથાક પરિશ્રમ કરવો પડે અને શીર્ષાસન કરવું પડે તેમ છે.ગુજરાતથી દિલ્‍હી સુધી ભાજપનો ઈરાદો ભલે બુલંદ હોય, પણ શાસન અને સંગઠન પરની પક્કડ  ઢીલી પડી છે. નવી ટીમ માટે આ પરિક્ષાનો સમય છે.

કલ્‍પના કરો કે ગુજરાતમાં સેટિંગબાજ, બિકણ કોંગીજનોને બદલે ઉત્તર પ્રદેશ, પ. બંગાળ કે તામીલનાડુ જેવો  વિપક્ષ હોત તો ભાજપની દશા કેવી થઇ હોત? આヘર્ય એ છે કે ગુજરાત જેવા રાજ્‍યોમાં ભાજપ જીતવા માટે રાજકીય તોડફોડ કે ભયાનક કાવાદાવા કરે છે, પણ ઉત્તમ પ્રકારનું કડકાઇવાળું શાસન આપીને  લોકોનો પ્રેમ જીતવાની રણનીતિ  કેમ ઘડાતી નથી? ઝેરીલા કાવાદાવા કરતા આ રણનીતિ શ્રેષ્ઠ અને સરળ છે, છતાં ઉંધા ખેલ જ નંખાય છે એ હકીકત છે. નક્કર નેતાગીરી સાથે નક્કર શાસન લોકોનો અધિકાર પણ છે, ભાજપે અતિ નબળી નેતાગીરી ગુજરાત પર ઝીંકીને રાજ્‍યને રેઢિયાળ બનાવી દેવાનો સંકલ્‍પ કર્યો હોય તેમ લાગે છે.

(10:36 AM IST)