News of Thursday, 27th August 2026
તાંડવ દર્શનઃ ક્ષણમાં વિનાશ
શિવ તાંડવનો ઉપયોગ મોટાભાગે મનોરંજન તરીકે કરાય છે, પણ નેપાળમાં ક્ષણવારના તાંડવ દર્શનથી વિનાશ વેરાયોઃ પ્રકૃતિની મહાશકિત સામે માનવજાત અશકત અને લાચાર
ં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ચારેય તરફ શિવ સાધનાની ઉત્સવમય વાતાવરણ છે. વર્તમાન સમયમાં ધર્મના નામે માત્ર જલ્સા જ વધારે જોવા મળે છે. આધ્યાત્મિક ગંભીરતા ગુમ થઈ ગઈ છે. શિવ તાંડવ જેવી ગહન અને શક્તિશાળી રચનાઓને આજે મનોરંજન અને આડંબર તરીકે રજૂ કરવામાં આવે છે. શિવ એટલે કે સ્વયં પ્રકળતિ. આ પ્રકળતિ જ્યારે પોતાના તાંડવ રૂપમાં દર્શન આપે છે, ત્યારે તેનું સંતુલન જાળવવું માનવજાત માટે અશકય બની જાય છે. પ્રકળતિનું રૌદ્ર રૂપ એક ક્ષણ પણ સહન થઈ શકતું નથી.
ગઇકાલે નેપાળમાં પ્રકળતિએ પોતાના વિનાશક તાંડવરૂપે દર્શન આપ્યા. ક્ષણવારમાં ચારેય તરફ ભારે તબાહી અને વિનાશ વેરાઈ ગયો. ભૂકંપના તીવ્ર ઝટકા અને ત્યારબાદ અચાનક આવેલ પૂરના ભયાનક પ્રવાહમાં આખા ગામના ગામ તણાઈ ગયા. લોકોને પોતાના બચાવ માટે ભાગવાનો પણ મોકો ન મળ્યો. પૂરનું આ રૌદ્ર સ્વરૂપ કેટલું ભયાનક છે તે તેનો વ્યાપ દર્શાવે છે. તિબેટમાં આવેલા પૂરના પાણી છેક બિહાર સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. આ કુદરતી આપદાના માર્ગમાં જે કંઈ પણ આવ્યું તે તમામ ક્ષણવારમાં તબાહ થઈ ગયું.
માત્ર નેપાળ જ નહીં, તાજેતરમાં અમેરિકામાં પણ વાવાઝોડાએ આવી જ ભયાનક વિનાશલીલા વેરી હતી. આજના સમયમાં માણસે ટેકનોલોજી અને ક્ષેત્રે ખૂબ ્પ્રગતિ કરી છે. વિજ્ઞાન આજે અસંભવ વસ્તુઓને પણ સંભવ બનાવી દે છે. હકીકત એ છે કે, પ્રકળતિના અસલી તાંડવ દર્શન સામે સમગ્ર માનવજાત સંપૂર્ણપણે લાચાર સાબિત થાય છે. જ્યારે પ્રકળતિનો કોપ વરસે છે ત્યારે આધુનિક વિજ્ઞાનના મોટા-મોટા દાવાઓ ખુદ પાણીમાં તણાઈ જઈને કાટમાળ બની જાય છે.
આવા સતત અને ભયાનક અનુભવો છતાં માણસ કોઈ બોધપાઠ લેતો નથી. ખાસ કરીને કહેવાતું આધુનિક વિજ્ઞાન સતત પ્રકળતિને પોતાના વશમાં કરવા મથી રહ્યું છે. કુદરતના નિયમોને અને તાકાતને પડકારવાની આ હોડ ખરેખર માનવસભ્યતાની પ્રગતિ છે કે વિનાશ તરફ જતી અધોગતિ? પ્રકળતિ સાથે છંછેડા કરવાને બદલે તેનું સન્માન કરવું જ આ માનવજાત માટે શ્રેયસ્કર છે.
નેપાળમાં જલપ્રલયના સેકન્ડોના તાંડવમાં ૧૧ હાઈડ્રોપાવર પ્લાન્ટ્સ, ૧૯ પુલ અને ૪૦ કિ.મી. સુધીના માર્ગમાં અનેક ગામડાં તથા બાંધકામો સાફ થઇ ગયા.આ બધું એટલું ઝડપથી અને અચાનક બન્યું કે, માણસને વિચારવાનો પણ સમય ન મળ્યો. આવી ઘટનાઆ ે સાબિત કર ે છે કે, પ્રકળત્તિની પ્રચંડ તાકાત સામે માનવજાત અશક્ત છે, સેકન્ડોનો પરચો પણ ખમી શકાતો નથી.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
