News of Friday, 28th August 2026
રક્ષા થાય તેવી આશા ન રાખતા
ગુજરાતના નેતાઓએ રક્ષા બંધનની શુભેચ્છાઓ આપી, પણ મોટા પદ પર ગોઠવાયેલું કોઇ નેતું જવાબદારી લેવા તૈયાર નથીઃ ગુજરાતીઓએ સાવધાન રહેવું અનિવાર્ય
આજે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં રક્ષા બંધનનું પવિત્ર પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. લોકો એકબીજા ને સ્નેહ અને સુરક્ષાના આ પર્વની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. રાજ્યના રાજકીય નેતાઓ પણ સોશિયલ મીડિયાથી લઈને જાહેર મંચો પરથી જનતાને શુભકામનાઓ આપી રહ્યા છે. શુભેચ્છાઓ પાછળનું કડવું સત્ય કઈંક અલગ જ ચિત્ર ઊભું કરે છે.
રક્ષા બંધનના તહેવારનો મૂળ ભાવ તમામ પ્રકારના સંકટોમાંથી રક્ષણ મેળવવાનો અને આપવાનો છે. બહેન પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધીને તેના લાંબા આયુષ્ય અને સુરક્ષાની કામના કરે છે. બદલામાં ભાઈ પણ પોતાની બહેનની દરેક પરિસ્થિતિમાં રક્ષા કરવાની ગંભીર જવાબદારી સ્વીકારે છે.
વ્યાપક દ્રષ્ટિએ વિચારવામાં આવે તો સમગ્ર રાજ્યની પ્રજાની ધન, માલ અને જીવનની રક્ષા કરવાની જવાબદારી શાસકોની હોય છે. રાજ્યના નેતાઓ શુભેચ્છાના સંદેશાઓ પાઠવે છે, પરંતુ વાસ્તવિકતા અ ે છે કે પ્રજાએ પોતાના રક્ષણ માટે આ નેતાઓ પર નિર્ભર રહેવા જેવું નથી. વર્તમાન સમયમાં ગુજરાતના મોટા પદો પર ગોઠવાયેલા નેતાઓ પોતાની મૂળભૂત જવાબદારી સ્વીકારવા તૈયાર જ દેખાતા નથી. તેઓ માત્ર મોટા દાવો અને વાતોના કડાકા-ભડાકા કરવામાં જ મશગૂલ રહે છે. વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ સુધારવામાં તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.
ગુજરાતમાં ચારેય તરફ નકલી તત્વોનું સામ્રાજ્ય વધી રહ્યું છે. બજારમાં ખાવા-પીવાનું ફૂડ નકલી મળે છે, હોસ્પિટલોમાં મૃતી દવાઓ નકલી છે, દારૂબંધી હોવા છતાં નકલી દારૂ ખુલ્લેઆમ વેચાય છે. એટલું જ નહીં પરંતુ નકલી અધિકારીઓ, નકલી ડોક્ટરો અને આヘર્યજનક રીતે આખી નકલી સરકારી કચેરીઓ પણ પકડાઈ રહી છે. સરકારી તંત્ર પર પ્રભાવહીન નેતાઓ પોતાનો કોઈ જ કાબૂ રાખી શકતા નથી. કોઈ પણ મોટો બનાવ બને એટલે નેતાઓ તમામ વાંક અધિકારીઓ પર ઢોળી દે છે. ત્યારબાદ માત્ર તપાસના નાટક અને ગતકડાં જ ચાલતા રહે છે.
અગ્નિકાંડથી લઈને લઠ્ઠાકાંડ સુધીના અનેક ભયાવહ અને કરૂણ ઘટનાક્રમોમાં નેતાઓની લાચારી અને પ્રભાવહીનતા છતી થઈ ચૂકી છે. લવ જેહાદ, વિધર્મીઓની અસામાજિક પ્રવળત્તિઓ અને પરપ્રાંતીય ગુનેગારોના વધી રહેલા હાહાકાર વચ્ચે પણ પોતાને હિંમતવાન ગણાવતા હિન્દુવાદી નેતાઓ મૌન ધારણ કરીને બેઠા છે.
આ તમામ સ્થિતિ એ વાતની સ્પષ્ટ સાક્ષી પૂરે છે કે દમ વગરની અને નબળી નેતાગીરી પ્રજાનું રક્ષણ કરી શકશે નહીં. ગુજરાતીએ પોતાની અને પોતાના પરિવારની આત્મરક્ષા માટે સ્વયં સજ્જ થવું પડશે. જો સજાગ નહીં રહીએ તો અકારણ નંદવાઈ જવાનો વારો આવશે. આ રક્ષાબંધને આપણે સૌ વધુ સમજદાર, જાગળત અને સાવધાન બનીએ તેવી પ્રાર્થના છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
