News of Wednesday, 2nd September 2026
ગોલ્ડઃ ઝગમગ અને ડગમગ!
દરેક મુદ્ે રાજનીતિ ન હોયઃ મોદીજીની વાત થોડી માનવી જરૂરીઃ સોનાથી થોડું અંતર રાખીએ તો જબ્બર અસર થઇ શકે તેમ છેઃ અર્થતંત્રની મહાકાય સમસ્યાનો ઉકેલ સ્વદેશીમાં રહેલો છેઃ ભાજપીઓ ભલે ન માને પણ લોકો સ્વીકારે
થોડા દિવસ પહેલા સોનાની કિંમત ભડકે બળતી હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશવાસીઓને એક ખાસ અપીલ કરી હતી. તેમણે ભારતીયોને વિનંતી કરી હતી કે થોડો સમય સોનું ખરીદવાથી દૂર રહેવું જોઈએ. આ અપીલ બાદ બજારમાં સોનાના ભાવ સતત ગબડી રહ્યા છે. ગઇ કાલે મોદીજીએ ફરી એકવાર આ અપીલ દોહરાવતા દેશવાસીઓને હજુ પણ સોનાની નવી ખરીદી ટાળવા માટે જણાવ્યું છે.
વડાપ્રધાને માત્ર સોનાની ખરીદી પર નિયંત્રણ લગાવવાની વાત નથી કરી, પણ સાથે જ લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા આહ્વાન કર્યું છે. આ ઉપરાંત બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવાની પણ ખાસ સલાહ આપી છે. ભારતની માથાદીઠ આવક અને આર્થિક વિકાસ દરના ઉત્સાહજનક આંકડા જાહેર થયા બાદ તેમણે આ વિઝન રજૂ કર્યું છે. ભારત જ્યારે આર્થિક રીતે સશક્ત બની રહ્યો હોય ત્યારે આવી રાષ્ટ્રહિતની હાકલ ખૂબ જ મહત્વની બની રહે છે.
વિપક્ષે પોતાની જૂની ટેવ પ્રમાણે આ બાબતનો પણ વિરોધ જ કર્યો છે. પરંતુ દરેક મુદ્દાને રાજનીતિના ચશ્માથી મૂલવવો યોગ્ય નથી. દેશના હિતની બાબતોનો પક્ષપાત વગર સ્વીકાર કરવો અત્યંત જરૂરી છે. મોદીજીની અપીલ ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. જો ભારતીય ગ્રાહકો સોનાની ખરીદી પર થોડી બ્રેક મારે, તો પણ વૈશ્વિક બજારમાં તેની બહુ મોટી હલચલ જોવા મળે છે.
આપણા દેશમાં મોટા પ્રમાણમાં સોનું બહારથી આયાત કરવું પડે છે. તેના કારણે દેશનું મૂલ્યવાન વિદેશી હૂંડિયામણ બહાર ઘસડાઈ જાય છે. જો ભારતીયો સોનાથી થોડું અંતર રાખે તો વેપાર ખાધ અને અર્થતંત્રની મહાકાય સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. લોકો પોતાની ખરીદશક્તિને સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી ચીજો તરફ વાળશે તો દેશનો રૂપિયો વધુ મજબૂત બનશે.
આヘર્ય એ છે કે, ભાજપના નેતાઓ પણ મોદીજીના વિચારને અનુસરતા નથી. ભાજપીઓ ભલે આ વાતને ગંભીરતાથી ન લે, પણ દેશના જાગળત અને સમજદાર લોકો હવે મોદીજીના વિચારને ઝડપથી સ્વીકારી રહ્યા છે. ભારતીયો જો આ બાબતે સભાન બને, તો સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર ભારતનો કાબૂ અને દબદબો શકય બની શકે તેમ છે. સોના જેવી વસ્તુઓમાં માંગ કે પુરવઠાના આધારને બદલે વૈશ્વિક મોટા માથાના ખેલથી ભાવની તીવ્ર વધઘટ થાય છે. આ કળત્રિમ ખેલની તીવ્ર આડઅસર ભારતને થઇ રહી છે. ભારતના નાગરિકો પોતાની માનસિક્તામાં થોડો બદલાવ કરે તો પણ ખૂબ મોટી અસર થઇ શકે છે. રાજનૈતિક દ્રષ્ટિકોણથી દૂર રહીને અમુક બાબતો વિચારવી જરૂરી છે
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
