<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

બ્રિકસઃ ટ્રમ્‍પ કો મિરચી લગી..

દુનિયાની ૪૫ ટકા વસ્‍તી ધરાવતા ૨૧ દેશોનો દિલ્‍હીમાં મેળાવડોઃ ડોલરની પ્રભાવ ઘટવાની સંભાવનાથી ટ્રમ્‍પનો લવારોઃ ચીનના વલણ પર મોટો મદાર

 

 

 

સાંપ્રત વૈશ્વિક અર્થકારણ અને રાજનીતિમાં બ્રિક્‍સ સંગઠનનું મહત્‍વ અભૂતપૂર્વ રીતે વધી રહ્યું છે. દિલ્‍હીમાં યોજાયેલા ૨૧ દેશોના મહામેળાવડાએ વૈશ્વિક શક્‍તિઓના સમીકરણોના ટેસ્‍ટ  નાખ્‍યા છે. વિશ્વની કુલ વસતીના ૪૫ ટકાથી વધુ હિસ્‍સો ધરાવતા આ દેશોનું એક મંચ પર આવવું એ પヘમિી દેશો માટે મોટો આંચકો છે. ખાસ કરીને યુએસ ડોલરના વર્ચસ્‍વ સામે ઉભા થઈ રહેલા પડકારથી અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સહિતના નેતાઓની   નિવેદનબાજી સપાટી પર આવી ગઈ છે.

આ શિખર સંમેલનનો મુખ્‍ય સૂર વૈશ્વિક વેપારમાં ડોલર પરની નિર્ભરતા ઘટાડવાનો છે. બ્રિક્‍સ દેશો હવે પોતાની સ્‍થાનિક કરન્‍સીમાં વેપાર વધારવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. જો વૈશ્વિક વેપારમાંથી ડોલરનો પ્રભાવ ઘટશે તો અમેરિકી અર્થતંત્ર પર તેની સીધી અને ગંભીર અસર પડશે. આ જ સંભાવનાને કારણે ટ્રમ્‍પ જેવા નેતાઓ તરફથી બ્રિક્‍સ વિરોધી નિવેદનો અને અસંતોષ બહાર આવી રહ્યો છે.

આ સમગ્ર પ્રક્રિયામાં ચીનનું વલણ અને રણનીતિ પણ અત્‍યંત મહત્‍વપૂર્ણ બની રહે છે. ચીન પોતાની આર્થિક શક્‍તિના બળે આ મંચનો ઉપયોગ અમેરિકા સામે વળતા પ્રહાર તરીકે કરવા માંગે છે. જોકે, આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે બ્રિક્‍સને માત્ર એક વિરોધી  જૂથ બનવા દેવાને બદલે સંતુલિત આર્થિક સંગઠન બનાવવામાં ભારતની ભૂમિકા નિર્ણાયક રહી છે. ચીન જેવા દેશો પર  ભરોસો કરવો કરવો જરૂરી અને જોખમી બંને છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીજીના સશક્‍ત અને મુત્‍સદ્દી નેતળત્‍વને કારણે આજે ભારત વૈશ્વિક રાજનીતિના કેન્‍દ્રસ્‍થાને ઉભું છે. મોદીજીની વિઝનરી વિદેશ નીતિએ અડધા વિશ્વના દેશોને એક તાંતણે બાંધવાનું કામ કર્યું છે. દિલ્‍હીના આ સફળ આયોજન દ્વારા તેમણે સાબિત કર્યું છે કે ભારત વિશ્વમિત્ર તરીકે ઉભરતી અર્થવ્‍યવસ્‍થાઓનો મજબૂત અવાજ બની શકે છે. ગ્‍લોબલ સાઉથના દેશોને એકત્રિત કરીને વૈશ્વિક આર્થિક સમતુલન જાળવવામાં મોદીજીનું વ્‍યક્‍તિત્‍વ વિશ્વભરના નેતાઓ માટે પ્રેરણાદાયી બન્‍યું છે.

દિલ્‍હીનો આ મેળાવડો સ્‍પષ્ટ સંકેત આપે છે કે ભવિષ્‍યનું વૈશ્વિક અર્થતંત્ર હવે માત્ર પヘમિના દેશોના ઈશારે નહીં ચાલે. ડોલર સામે સ્‍થાનિક ચલણનો ઉપયોગ વધતા વૈશ્વિક ઇકોનોમીમાં નવો યુગ શરૂ  થશે. જો કે, ભારતના મુખ્‍ય વિપક્ષ કોંગ્રેસે ફરી વખત ભાજપ અને ભારતનો ભેદ પારખવામાં થાપ ખાધી છે. બ્રિક્‍સ સંમેલન પૂર્વે જ આ સંમેલનમાં ભારતની ભૂમિકા પર સવાલો સર્જીને મોદી સરકારને ઘેરવાનો હલકો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ મોદીજીના વિરોધની લ્‍હાયમાં વારંવાર ભારત વિરોધી બની જાય છે, તેમની આ નીતિ પક્ષની આભા બગાડી રહી છે. બીજીબાજુ પાકિસ્‍તાન પણ બ્રિક્‍સમાં ભારતના વર્ચસ્‍વને જોઈને જીવ બાળી રહ્યું છે. ઝીણી નજર કરો તો કોંગ્રેસ અને પાકિસ્‍તાનની મનઃસ્‍થિતિ સમાન લાગવા માંડશે.

(10:47 AM IST)