<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

વિચિત્ર ધાર્મિકતાઃ નિર્ણય અનિવાર્ય

વિધર્મીઓને વંદેમાતરમ્‌ ગાનમાં ધર્મ નડે, નવદુર્ગાની ભકિતમાં ધરાર ઘુસણખોરીઃ હિન્‍દુ સંગઠનોએ અસરકારક બનવું જરૂરીઃ પોલીસને આવેદનના નાટક નહિ, ભાજપ અને તેની સરકારને નિર્ણાયક બનવા ફરજ પાડો

ગુજરાતમાં લવજેહાદ મામલે ભાજપ કે હિન્‍દુ સંગઠનો કંઈ ઉકાળી શકતા નથી. સામાન્‍ય હિન્‍દુ પરિવારો ત્રાહીમામ છે. વિધર્મીઓ ધર્મના નામે મૂરખ બનાવે છે અને ગુજરાત મામા બની રહ્યું છે. હિન્‍દુત્‍વના નામે મત લેનારા ભાજપીઓ ખુદ શંકાના ઘેરામાં આવી ગયા છે.

નવરાત્રી ઉત્‍સવ નજીક આવતાં જ દેશભરમાં ભક્‍તિ અને ઉત્‍સાહનો માહોલ જામતો હોય છે. પરંતુ તેની સાથે સાથે ગરબા ગ્રાઉન્‍ડ્‍સમાં પ્રવેશ, સુરક્ષા અને ધાર્મિક પવિત્રતાને લઈને પણ ગંભીર વિવાદો સર્જાતા રહે છે. તાજેતરમાં રાજકોટમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને અર્વાચીન અને પ્રાચીન ગરબા મહોત્‍સવમાં વિધર્મીઓના પ્રવેશ પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાની સ્‍પષ્ટ માંગણી કરવામાં આવી છે. આ મુદ્દો હવે માત્ર એક વહીવટી આવેદનપત્ર પૂરતો સીમિત ન રહેતાં નીતિ વિષયક નિર્ણયો તરફ આગળ વધવો અનિવાર્ય બન્‍યો છે.

એક તરફ જ્‍યારે રાષ્‍ટ્રીય ભાવના સાથે જોડાયેલા વંદે માતરમ્‌ જેવા ગાન કે રાષ્‍ટ્રીય પ્રતીકોનું સન્‍માન કરવાની વાત આવે છે, ત્‍યારે વિધર્મીઓ ધર્મના બહાના હેઠળ તેનાથી દૂર ભાગતા નજરે પડે છે. બીજી તરફ, એ જ લોકો નવરાત્રી જેવા સનાતન ધર્મના અત્‍યંત પવિત્ર અને શક્‍તિ ઉપાસનાના પર્વમાં ગરબા ગ્રાઉન્‍ડ્‍સ પર ગરબે ઘૂમવા કે પ્રવેશ કરવા માટે ધરાર ઉત્‍સુકતા દાખવે છે. આ દંભી માનસિકતાને કારણે સાચા શ્રદ્ધાળુઓ અને હિન્‍દુ સંગઠનોમાં ભારે આક્રોશ ઊભો થયો છે. નવદુર્ગાની ભક્‍તિ એ માત્ર મનોરંજનનો કાર્યક્રમ નથી, પરંતુ તે આસ્‍થા સાથે જોડાયેલું પવિત્ર અનુષ્ઠાન છે.

દર વર્ષે નવરાત્રી આવે ત્‍યારે વિવિધ સંગઠનો દ્વારા સ્‍થાનિક પોલીસ તંત્રને આવેદનપત્રો આપીને અરજીઓ કરવાનો એક નિયમિત  ક્રમ બની ગયો છે. પરંતુ માત્ર પોલીસને આવેદનપત્રો આપવાથી કે વિનંતીઓ કરવાથી સમસ્‍યાનો કાયમી ઉકેલ આવવાનો નથી. પોલીસનું કામ માત્ર પરિસ્‍થિતિ મુજબ કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવાનું છે, જ્‍યારે ગરબા સ્‍થળો પર સ્‍પષ્ટ કાયદાકીય નીતિ કે પ્રતિબંધ નક્કી કરવાની પ્રાથમિક જવાબદારી રાજ્‍યમાં સત્તા પર બેઠેલી ભાજપ સરકારની છે.

જો આ પ્રશ્નનું કાયમી નિવારણ લાવવું હોય તો હિન્‍દુ સંગઠનોએ પણ પોતાના વલણમાં વધુ આક્રમકતા અને સ્‍પષ્ટતા લાવવી પડશે. દર વર્ષે કરાતા આવેદનપત્રોના નાટક બંધ કરીને સત્તાધારી ભાજપ અને તેની સરકાર સામે કડક વલણ અપનાવવું જરૂરી છે. સરકારે ગરબા આયોજકો, બાઉન્‍સર્સ, સ્‍ટોલ ધારકો અને કલાકારો માટે આઈડી ચકાસણી સહિતના સખત નિયમો જાહેર કરવા જોઈએ. રાજકીય નેતળત્‍વ જો અત્‍યારે નિર્ણાયક પગલાં લેવાની હિંમત દાખવશે, તો જ આ પવિત્ર તહેવારની ગરિમા અને બહેન-દીકરીઓની સુરક્ષા પૂર્ણ રીતે સુનિヘતિ થઈ શકશે.

ગુજરાતમાં વિપક્ષે પણ આ મામલે સક્રીય થઈને હાલના હિન્‍દુત્‍વ દંભને ઉઘાડો પાડવો જોઈએ. હિન્‍દુત્‍વની મોટીમોટી વાતો કરીને સત્તા ઉપર ચઢી બેસેલાઓને ભગવા રંગે રંગાવાની ફરજ પાડવા સંઘ પરિવારે પણ મેદાનમાં આવવું જરૂરી છે. હિન્‍દુ સમાજે પણ જાગળત થઇને હિન્‍દુત્‍વ મામલે મામા બનવાનું બંધ કરવું જોઇએ.

(10:54 AM IST)