હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
NDAમાં સખળડખળઃ નીતિશ આડા ફાટયા
યુસીસી મામલે ભાજપની કસોટીઃ જેડીયુ તથા લઘુમતી મતો પર જીવતા સાથી પક્ષો જ વિરોધમાં: રાજયોમાં સાથી પક્ષો સાથેની સરકારોમાં યુસીસી અમલનો પડકાર
કેન્દ્રમાં સત્તાધીશ ભાજપી મોરચામાં યુસીએ મામલે સાથી પક્ષોમાં જ વિરોધ સૂર ઉઠતા રાજકીય ગરમાવો આવી ગયો છે. યુસીસી એટલે કે, સમાન નાગરિક સંહિતા. દેશના દરેક નાગરિક માટે લગ્ન, છૂટાછેડા, દત્તક વિધાન, અને ઉત્તરાધિકાર જેવી બાબતોમાં ધર્મ કે જાતિના ભેદભાવ વગર એકસરખો કાયદો લાગુ કરવો.
હાલમાં ભારતમાં વિવિધ ધર્મોના અલગ-અલગ પર્સનલ લો અસ્તિત્વમાં છે. ભાજપ પોતાના મુખ્ય વૈચારિક એજન્ડા હેઠળ સમગ્ર દેશમાં યુસીસી લાગુ કરવા માંગે છે. તાજેતરમાં કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહે દેશના તમામ એનડીએ શાસિત રાજ્યોમાં તબક્કાવાર રીતે યુસીસી લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ધાર બાદ એનડીએ ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ અને સખળડખળ સ્પષ્ટપણે સપાટી પર આવી ગઈ છે.
કેન્દ્રમાં પૂર્ણ બહુમતી ન હોવાના કારણે ભાજપ માટે સાથી પક્ષોને સાથે રાખીને આગળ વધવું અત્યંત જરૂરી છે, પરંતુ યુસીસીના મુદ્દે મિત્ર પક્ષોનો સુરો અલગ જોવા મળી રહ્યો છે. બિહારમાં નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડના નેતાઓએ યુસીસી અંગે કડક વલણ અપનાવ્યું છે. જેડીયુના નેતા શ્યામ રજકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બિહારમાં કોઈ પણ ભોગે યુસીસી લાગુ થવા દેવામાં આવશે નહીં.
જેડીયુ, ટીડીપી અને એલજેપી જેવા સાથી પક્ષો મુખ્યત્વે લઘુમતી મતો પર નિર્ભર હોવાથી તેઓ આ મુદ્દે ઉતાવળ કરવાના પક્ષમાં નથી. લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાને પણ આદિવાસી સંસ્કળતિના રક્ષણની વાત કરી સર્વગ્રાહી ચર્ચાની માંગ કરી છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી પણ લઘુમતી વોટબેંકના કારણે આ મામલે ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે.
આ સમગ્ર રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરતા જણાય છે કે ભાજપ માટે સાથી પક્ષો સાથેની સરકારોમાં યુસીસીનો અમલ કરાવવો એ અત્યંત કઠિન અને પડકારજનક સાબિત થશે. ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થઈ ચૂકયો છે અને ગુજરાત તથા અસામમાં પણ તે દિશામાં પ્રક્રિયા ચાલુ છે. પરંતુ બિહાર અને આંધ્રપ્રદેશ જેવા ગઠબંધન શાસિત રાજ્યોમાં પ્રાદેશિક ગણિતો અને લઘુમતી મતોનું સમીકરણ જાળવવું ભાજપ માટે એક અગ્નિપરીક્ષા સમાન છે.
જો ભાજપ એકતરફી નિર્ણયો લેવાનો પ્રયાસ કરશે, તો ગઠબંધનમાં મોટો તિરાડ પડી શકે છે. સાથી પક્ષોને મનાવીને યુસીસીનો અમલ કરાવવો એ ભાજપના નેતળત્વ માટે સૌથી મોટી રાજકીય કસોટી બની રહેશે. એક બાજુ વિચારધારાનો મહત્વનો મુદ્દો છે, બીજી બાજુ સાથી પક્ષોની નારાજગી પણ પોસાય તેમ નથી. ભાજપની રાજકીય કુનેહની આકરી પરીક્ષા શરૂ થઇ છે. વિપક્ષ આ સ્થિતિની મજા લઈને કટાક્ષ કરી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
