<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ભાજપી મુજરા.. હિન્‍દુત્‍વ ગાયબ

મુંબઇમાં વિધર્મીઓને ગરબામાં પ્રવેશની છૂટઃ માત્ર તિલક કરવાની શરતઃ ભગવો માત્ર ચૂંટણીનો રંગ બની ગયોઃ સંઘ પણ ચૂપઃ ગુજરાતમાં તો તીલકની પણ જરૂર નહિ..

નવરાત્રીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે. ગરબા એ હિન્‍દુ સંસ્‍કળતિની આસ્‍થા અને ભક્‍તિનું પ્રતીક છે. આ સમયે મુંબઈથી આવેલ એક સમાચાર ચર્ચાસ્‍પદ બન્‍યા છે. મુંબઈમાં ભાજપ દ્વારા એક મોટો યુ-ટર્ન લેવામાં આવ્‍યો છે.

રિપોર્ટ અનુસાર, મુંબઈમાં ગરબા મહોત્‍સવ દરમિયાન મુસ્‍લિમો માટે પ્રવેશના નિયમોમાં ફેરફાર કરાયો છે. જો મુસ્‍લિમ પુરૂષો પોતાની પત્‍ની કે બહેન સાથે આવે અને કપાળે તિલક લગાવે, તો તેમને પ્રવેશ  આપવાની વાત સામે આવી  છે. વિધર્મીઓને ગરબામાં પ્રવેશ માટે માત્ર તિલક કરવાની શરત રાખવામાં આવી છે. આ નિર્ણયને કારણે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

લોકો આ પગલાંને ભાજપની હિન્‍દુત્‍વવાદી છબી સાથેનો મોટો દગો  ગણાવી રહ્યા છે. એક સમયે હિન્‍દુ તહેવારોમાં વિધર્મીઓના પ્રવેશનો વિરોધ કરતી પાર્ટી હવે આવા નિર્ણય લઈ રહી છે. આ વાતને લઈને તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સત્તા અને વોટ બેંક માટે હિન્‍દુત્‍વનો મુદ્દો પાછળ ધકેલાઈ ગયો છે. ભગવો હવે માત્ર ચૂંટણી જીતવાનું સાધન અને રંગ બનીને રહી ગયો હોય તેવું ચિત્ર ઊભું થયું છે.

માત્ર મુંબઈ જ નહીં, પરંતુ ગુજરાતમાં પણ ભાજપ આ મામલે ટાઢો પડેલો દેખાઈ રહ્યો છે. ભૂતકાળમાં જ્‍યાં કડક નિયમો અને તપાસની વાતો થતી હતી, ત્‍યાં હવે આક્રમકતા ગાયબ જોવા મળે છે. ગુજરાત જેવા રાજ્‍યમાં પણ શાસક પક્ષ તરફથી આ મામલે કડક વલણ જોવા મળતું નથી.ગુજરાતમાં તો મુજરાબાજ ભાજપીઓ હિન્‍દુત્‍વને સાવ ભૂલી ગયા છે. વિધર્મીઓ માટે તીલકનો નિર્ણય પણ કરી શકતા નથી.

સૌથી વધુ આヘર્યજનક વાત એ છે કે આ સમગ્ર ઘટનાક્રમ પર રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંધ, બજરંગ દળ, વિહિપ જેવા સંગઠનો પણ મોૈન સેવી રહ્યા છે. સંઘ અને અન્‍ય સાંસ્‍કૃતિ સંગઠનોની ચુપકીદી પર પણ અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. હિન્‍દુ સમાજે ભાજપ પર વિશ્વાસ રાખીને સત્તા આપી છે. પણ ભાજપીઓ સત્તા મળ્‍યા બાદ વિદ્યર્મીને  ખુશ કરવા મુજરા કરવા લાગ્‍યા છે. ગરબા જેવા પવિત્ર અને ધાર્મિક ઉત્‍સવની મર્યાદા જાળવવી અત્‍યંત જરૂરી છે. આવા નિર્ણયોથી હિન્‍દુ સમાજના લોકોમાં નિરાશા અને અસંતોષની લાગતી જન્‍મી રહી છે.

મહત્‍વની બાબત એ પણ છે કે, વંદેમાતરમ્‌ જેવા મુદ્દે ફતવા જાહેર કરીને વિરોધ કરનારા નવરાત્રી મુદ્દે મૌન થઇ ગયા છે. વંદેમાતરમ્‌ તો ભારતની ઘરાને વંદના કરવાનો ભાવ રાખે છે, નવરાત્રી નવદુર્ગાને વંદના કરવાનો પ્‍યોર સનાતની ઉત્‍સવ છે. તેમાં વિધર્મીઓનેધર્મ કેમ નડતો નથી?  હિન્‍દુ સમાજે ભાજપ સામે બેધડક સવાલો ઉઠાવવા જરૂરી છે. સહન કરશો તો લવ જેહાદનો ભોગ બનશો.

(10:53 AM IST)