News of Wednesday, 30th September 2026
ભગવાનના પણ ભાગલાઃ ઝેરના ધરાર પારખા...
હિન્દુત્વને તોડવા દલિત-સવર્ણ વિવાદ બાદ શિવને ગરીબોના અને રામને અમીરોના દેવ જાહેર કરાયાઃ મત માટે રેવંત રેડ્ડી ઘાંઘા થયાઃ કોંગ્રેસ દ્વારા સનાતનને સતત સળી?
કોંગ્રેસ પક્ષ પાસે અત્યારે દેશભરમાં શાસક પક્ષને ઘેરવા માટે ઉત્તમ રાજકીય માહોલ છે. રાષ્ટ્રીય પ્રશ્નો અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ભાજપી શાસકો બરાબર ફસાઈ રહ્યા છે. આવા સંવેદનશીલ અને જનઉપયોગી મુદ્દાઓ પર ફોકસ વધારવાને બદલે કોંગ્રેસ નેતળત્વ દ્વારા ધરાર ઝેરના પારખા કરવામાં આવે છે.
રાજકારણમાં વૈચારિક સ્પષ્ટતાનો અભાવ હંમેશાં કોંગ્રેસની મુખ્ય નબળાઈ રહી છે, જ્યારે આ મામલે ભાજપ ઘણો સ્ટ્રોંગ સાબિત થાય છે. સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રશ્નોની ગંભીર ચર્ચામાં ભાજપ સાવ ડલ અને નિષ્ક્રિય રહે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ માત્ર વાસ્તવિક પ્રશ્નો પર જ ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય છે. પરંતુ વિપક્ષ પોતાની ગંભીર ભૂલો સુધારવાને બદલે ધરાર હિન્દુત્વ તથા સનાતન સંસ્કળતિને સળી કરીને પોતાને જ મોટું રાજકીય નુકસાન પહોંચાડી રહ્યો છે.
રાહુલ ગાંધી દ્વારા મનુસ્મળતિ ગ્રંથનો વિરોધ કરવામાં આવે છે અને સમાજમાં દલિત તથા સવર્ણ વચ્ચે સ્પષ્ટ ભાગલા પાડીને હિન્દુત્વને નબળું પાડવાના પ્રયાસો થાય છે. આ રાજનીતિની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ સીધા ભગવાનના પણ ભાગલા પાડી નાખ્યા. ઉત્તર અને દક્ષિણ ભારતની ધાર્મિક તેમજ રાજકીય સરખામણી કર્યા બાદ શિવને ગરીબોના અને રામને અમીરોના દેવ જાહેર કરતું અત્યંત નિમ્ન કક્ષાનું નિવેદન આપવામાં આવ્યું.
સત્તા અને મત બેંક મેળવવા માટે રેવંત રેડ્ડી તથા કોંગ્રેસના નેતાઓ સાવ ઘાંઘા થઈ ગયા છે. સનાતન ધર્મ પરનું આ સીધું આક્રમણ હિન્દુત્વની એકતાને તોડવા માટેનું સુનિયોજિત કાવતરૂ છે. કોંગ્રેસની આ વાહિયાત રણનીતિથી જનતાના મૂળભૂત પ્રશ્નો પાછળ રહી જાય છે અને ભાજપને મજબૂત બનવા માટે સોનેરી તક મળી જાય છે.
જ્યારે કોઈ પક્ષ ધાર્મિક આસ્થા પર પ્રહાર કરે છે ત્યારે જનતામાં વિપરિત પ્રત્યાઘાતો પડે છે અને ભાજપની હિન્દુત્વવાદી વિચારધારા વધુ ધારદાર બને છે. દેશના મતદારો રોજગારી, વિકાસ અને પારદર્શક શાસન ઇચ્છે છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ દેવી-દેવતાઓની વર્ગ વહેંચણી કરીને સામાજિક સમરસતાને કલંકિત કરી રહ્યા છે. આ પ્રકારની દિશાહીન અને તુષ્ટિકરણની રાજનીતિ કયારેય જનકલ્યાણ સાધી શકતી નથી. કોંગ્રેસની આ માનસિકતા જ ભાજપને સૌથી મોટું રાજકીય બળ પૂરૂ પાડે છે.
સનાતન સામે વિચિત્ર પ્રશ્નો ઉઠાવીને તેને બદનામ કરવાનો સતત પ્રયાસ કરતા કોંગ્રેસના નેતાઓને હિન્દુ સિવાયના ધર્મની નબળાઈ અંગે સવાલ પૂછવામાં આવે તો તેની બોલતી બંધ થઈ જાય છે. કોંગ્રેસ પોતાને અને સમસ્ત વિપક્ષને ખુબ નુક્સાન પહોચાડે છે. ચૂંટણીમાં પરાજય બાદ વોટ ચોરી જેવા ગતકડાં કર્યે રાખ ે છે. કોંગ્રેસને ભાન કરાવો કે ઝેરના પારખા જ રાજકીય મોતનું કારણ બને છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
