<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ATSને અભિનંદનઃ ગુજરાતમાં પણ..

દરિયામાંથી રૂા.૩૦૦૦ હજાર કરોડનું ડ્રગ્‍સ ઝડપનાર ગુજરાત એટીએસને અભિનંદનઃ સચોટ બાતમી, દિલધડક કાર્યવાહી સફળતાઃ રાજયમાં નશાના ભરડા પર ત્રાટકવું જરૂરી

ગુજરાત ATSએ દરિયામાં દિલધડક ઓપરેશન કરીને ડ્રગ્‍સના મોટા જથ્‍થા સાથે પાકિસ્‍તાનીઓને ઝડપી લેવાનું પરાક્રમ કર્યું છે. આ અસામાન્‍ય કાર્યવાહી અભિનંદનીય છે. ગુજરાત એ.ટી.એસ. અકલ્‍પનીય કાર્યો કરી શકે છે, તેની તાકાતનો આ પરચો છે. એ છે કે તેની તાકાતનો પરચો ગુજરાતમાં જોવા મળતો નથી.

ગુજરાત એટીએસ ગુજરાતમાં પણ મોટા ઓપરેશનો આદરે તેવી જરૂરત છે. ગેરકાયદે દારૂ, ડ્રગ્‍સ વગેરે જેવા વ્‍યસનો ગામેગામ ઘુસી ગયા છે અને નેટવર્ક મજબૂત હોય તેમ લાગે છે. ગુજરાત નશામાં બરબાદ થાય છે, આ સામે સામાન્‍ય કાર્યવાહી ચાલે છે. તંત્ર અને શાસન લગભગ નિષ્‍ફળ છે. આヘર્ય એ છે કે, ગુજરાત એટીએસ દરિયાના પેટાળથી માંડીને સાત કોઠા ભેદીને ગુજરાત બહાર ઓપરેશનો કરે છે, પણ ગુજરાતમાં ગેરકાયદે દેશી-વિદેશી બંધ કરાવી શકતું નથી. આ અંગે વધારે બાતમીની પણ જરૂર નથી, મોટાભાગના અડ્ડા ખુલ્લેઆમ ધમધમે છે, ગુજરાત એટીએસ આ સામે પણ નિર્ણાયક કાર્યવાહી કરે તેવી જરૂરત છે. ગુજરાત નશામાં બરબાદ થાય છે, તેને બચાવવું જરૂરી છે.

ભારતીય કોસ્‍ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવેલા એક અત્‍યંત સફળ અને દિલધડક સંયુક્‍ત ઓપરેશન દરમિયાન રૂ. ૩૦૦૦ કરોડથી વધુની કિંમતનો ડ્રગ્‍સનો અતિ મોટો જથ્‍થો જપ્‍ત કરવામાં આવ્‍યો છે. આ ઓપરેશનમાં એક શંકાસ્‍પદ બોટ સાથે પાંચ પાકિસ્‍તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની આ કડક કામગીરી ભારતીય સરહદોની સુરક્ષા અને રાષ્‍ટ્રીય હિતોના રક્ષણ માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ સિદ્ધિ ગણાવી શકાય.

જોકે, આ સરાહનીય સફળતાની સાથે સ્‍થાનિક સ્‍તરે એક અતિશય ગંભીર પ્રશ્ન પણ ઉપસે છે. જો ગુજરાત એટીએસ દરિયાઈ સીમાઓ પરથી આટલું મોટું ડ્રગ્‍સ નેટવર્ક તોડી શકતી હોય, તો પછી રાજ્‍યની અંદર ખુલ્લેઆમ ચાલી રહેલા ગેરકાયદે નશાના કારોબાર પર કેમ અંકુશ મેળવી શકાતો નથી? ગામડે-ગામડે અને શહેરોમાં દારૂ તથા વિવિધ પ્રકારના નશાનું ઝેર ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે લાખો પરિવાર પાયમાલ થઈ રહ્યા છે અને યુવાધન બરબાદીના રસ્‍તે ધકેલાઈ રહ્યું છે.

આ પરિસ્‍થિતિ સામે માત્ર કાગળ પર કે નામપૂરતી સામાન્‍ય કાર્યવાહી ચલાવવામાં આવે છે, જે તંત્ર અને શાસક પક્ષની ઉદાસીનતા સાબિત કરે છે. શાસનને આટલી ગંભીર બાબતની કોઈ ચિંતા ન હોય તે અત્‍યંત ખેદજનક છે. રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થા વધુ મજબૂત બને અને નાગરિકો સુરક્ષિત થાય તે માટે આંતરિક અડ્ડાઓ સામે પણ એટીએસ આવી જ કડક કાર્યવાહી કરે તે અનિવવાર્ય છે.

કાયદો વ્‍યવસ્‍થાથી માંડીને ઘર કરી ગયેલી સમસ્‍યાઓ માટે તંત્રને જવાબદાર ઠેરવી દેવાની ફેશન ચાલે છે. વાસ્‍તવમાં મુખ્‍ય જવાબદારી શાસકોની છે.તંત્ર પર ધાક જમાવવાની કે તેમને કામ કરતા કરવાની ત્રેવડ શાસકોમાં નથી, તેથી ગુજરાતમાં બધું લોલમલોલ ચાલે છે. લોકોએ સહન કરવાને બદલે ચૂંટાયેલા નેતા- નેતીઓ સામે આકરા સવાલો ઉઠાવતા શીખવું પડશે.

(10:51 AM IST)