<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

વિપક્ષનું પાણી મપાશેઃ હીરોગીરી દાવ પર

ચૂંટણી પંચ સામે જંગઃ રાહુલ ગાંધી અને કોકરોચ ટોળકીના દીપકની અલગ- અલગ લડતઃ શાસક-વિપક્ષ માટે જ્ઞાનેશ પ્રતિષ્‍ઠાનો મુદો

  ભારતીય રાજકારણમાં લોકશાહીના પાયા સમાન ચૂંટણી પંચ સામે વિપક્ષ દ્વારા છેડવામાં આવેલો જંગ હવે એક નિર્ણાયક મોડ પર આવી પહોંચ્‍યો છે. દેશની સર્વોચ્‍ચ ચૂંટણી સંસ્‍થા સામે વિરોધ પ્રદર્શન અને સવાલો ઉઠાવવાની આ લડાઈ માત્ર વહીવટી કે નીતિગત વિવાદ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.            

આ સમગ્ર ઘટનાક્રમમાં વિપક્ષનું પાણી મપાશે અને જોવાનું એ રહે છે કે વિપક્ષી દળો આ કસોટીમાં કઈ રીતે ખરા ઉતરે છે.

 હાલની રાજકીય પરિસ્‍થિતિમાં વિપક્ષી છાવણીની અંદર જ સંકલનનો મોટો અભાવ સ્‍પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ચૂંટણી પંચ સામે એક મોરચો માંડવાની વાતો થઈ રહી છે, પરંતુ વાસ્‍તવિક રણનીતિમાં દરેક પક્ષ પોતાની અલગ જ દિશામાં આગળ વધી રહ્યો છે. રાહુલ ગાંધી અને કોકરોચ ટોળકીના દીપકની અલગ-અલગ લડત આ વાતની સાક્ષી પૂરે છે કે વિપક્ષમાં કોઈ એકસૂત્રતા કે સર્વસંમત નેતળત્‍વ નથી. એક તરફ રાષ્‍ટ્રીય સ્‍તરે કોંગ્રેસ નેતળત્‍વ સરકાર અને ચૂંટણી પંચને ઘેરવાના પ્રયાસો કરી રહ્યું છે, તો બીજી તરફ અન્‍ય પ્રાદેશિક તથા આંતરિક જૂથો પોતાની અલગ લાઇન અને અસ્‍મિતાની લડાઈ લડી રહ્યા છે. આંતરિક વિખવાદના કારણે વિપક્ષી ગઠબંધનની તાકાત સામે શાસક પક્ષ મજબૂત સ્‍થિતિમાં જોવા મળે છે.

આ લડાઈમાં રાહુલ ગાંધી અને કોકરોચ દીપકની હીરોગીરી દાવ પર લાગી ગઈ છે. મીડિયામાં ચર્ચામાં રહેવા અને જનતા સમક્ષ પોતાને સૌથી મોટા લડવૈયા સાબિત કરવા માટે નેતાઓ આક્રમક નિવેદનબાજી અને પ્રદર્શનો તો કરી રહ્યા છે, પરંતુ જમીની સ્‍તરે તેમની આ હીરોગીરી કેટલી કારગર સાબિત થાય છે તે મોટો સવાલ છે. જો આ વિરોધ માત્ર અસ્‍થાયી રાજકીય સ્‍ટંટ બનીને રહી જશે, તો જનતામાં તેમની વિશ્વસનીયતા વધવાને બદલે વધુ ધોવાઈ જશે.

બીજી બાજુ, શાસક અને વિપક્ષ બંને માટે આ જ્ઞાનેશ  પ્રકરણ પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો છે. શાસક પક્ષ માટે ચૂંટણી પ્રક્રિયાની નિષ્‍પક્ષતા અને પોતાની સંસ્‍થાકીય પકડ સાબિત કરવાનો પડકાર છે, તો વિપક્ષ માટે અસ્‍તિત્‍વ ટકાવી રાખવાનો અને સરકાર વિરોધી માહોલ ઊભો કરવાનો સંઘર્ષ છે. ચૂંટણી પંચ જેવી સ્‍વાયત્ત સંસ્‍થાઓ સામે આ પ્રકારે રસ્‍તા પર ઉતરીને અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું લોકશાહી માટે પણ ગંભીર વિષય છે.

વર્તમાન સમય વિપક્ષી નેતાઓ માટે આત્‍મમંથન કરવાનો અને માત્ર રાજકીય રોકડા કરવાના બદલે નક્કર નીતિ  ઘડવાનો છે. જો વિપક્ષી પક્ષો પોતાના અહંકાર અને અલગ-અલગ એજન્‍ડાને બાજુ પર રાખીને એક થઈને નહીં લડે, તો આ જંગમાં તેમની પ્રતિષ્ઠાનું ધોવાણ નિヘતિ છે અને તેનો રાજકીય ફાયદો હંમેશાની જેમ શાસક પક્ષને જ મળવાનો છે.

(10:42 AM IST)