<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

અઢી દાયકા વિરોધીઓના પણ

ગોધરાકાંડથી જ્ઞાનેશ મુદો.. મોદિત્‍વ સામે સતત વિરોધી પ્રદર્શન, પણ મોદીજી વધારે મજબૂત થતા ગયાઃ મિરેકલ નેતૃત્‍વઃ હજુ પણ નિર્ણાયક લોકઆક્રોશનો અભાવ

 આજે વિશેષ દિન છે. નરેન્‍દ્રભાઇ મોદીની સત્તાની સફરના અઢી દાયકા પૂરા થયા છે. ગુજરાતથી દિલ્‍હી..તેઓ અજેય અને નિર્વિકલ્‍પ રહ્યા છે. વર્તમાનમાં મોદીજીને પડકારતા વિરોધ પ્રદર્શનો વિપક્ષ દ્વારા ચાલે છે, પણ તેની જનમાનસ પર કોઇ વિશેષ અસર દેખાતી નથી. મોદિત્‍વના ઉદયથી માંડીને સતત તેમનો વિરોધ થયો, પણ અઢી દાયકાના તારણો જોતા વિરોધીઓ નબળા પડ્‍યા અને મોદીજી મજબૂત થયા છે.

ભારતીય રાજનીતિ અને શાસનના સમકાલીન ઇતિહાસમાં નરેન્‍દ્ર મોદીનું નેતળત્‍વ એક એવું મિરેકલ સાબિત થયું છે, જ્‍યાં વિરોધીઓની દરેક રણનીતિ આખરે તેમના પોતાના પર જ ઉલટી પડી છે. ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે ૭ ઓક્‍ટોબર ૨૦૦૧ના રોજ શપથ લીધા ત્‍યારથી લઈને ૭ ઓક્‍ટોબર ૨૦૨૬ સુધીના અઢી દાયકા એટલે કે પૂરાં ૨૫ વર્ષનો આ દીર્ઘ સમયગાળો માત્ર એક શાસકીય સફર નથી, પરંતુ વિરોધીઓના આડેધડ વિરોધ વચ્‍ચે પણ વધુ મજબૂત થતા જવાની અદભુત ગાથા છે. ગોધરાકાંડ અને ત્‍યારબાદ ઊભી થયેલી કપરી પરિસ્‍થિતિઓથી માંડીને જ્ઞાનેશ મુદ્દો કે અન્‍ય કોઈપણ વિવાદાસ્‍પદ મુદ્દાઓ આવ્‍યા હોય, વિરોધીઓએ હંમેશાં મોદીજીને ઘેરવા માટે કોઈ કસર છોડી નથી. 

આર્ヘયજનક રીતે, આ મોદિત્‍વની તાકાત એવી રહીે છે કે જેટલો તીવ્ર વિરોધ કરવામાં આવ્‍યો, તેટલા જ ઝડપથી તેઓ વધૂ મજબૂત અને પ્રખર બનીને બહાર આવ્‍યા. વિરોધીઓના સતત વિરોધ પ્રદર્શનો, નકારાત્‍મક પ્રચારો અને આંતરરાષ્‍ટ્રીય સતરના દબાણો પણ જનતાના વિશ્વાસને હલાવી કયા નથી.    

આજે અઢી દાયકા વીતી ગયા પછી પણ જનતામાં આ નેતળત્‍વ સામે કોઈ જ પ્રકારનો વિશેષ લોકઆક્રોશ જોવા મળતો નથી, જે આ તર્કને સંપૂર્ણપણે સાચો સાબિત કરે છે કે વિરોધીઓ ભલે ગમે તેટલા પ્રયાસો કરી લે, પરંતુ જનમાનસમાં મોદીજીની પકડ અનેકગણી વધતી જ ગઈ છે. પક્ષ હોય કે વિપક્ષ, દેશભરમાં કયાંય પણ આ નેતળત્‍વનો કોઈ સક્ષમ વિકલ્‍પ દૂર-દૂર સુધી નજરે પડતો નથી. 

અથાગ, પ્રભાવી, નિર્ણાયક અને પ્રેરક નેતાગીરીના જોરે તેમણે સાબિત કરી દીધું છે કે વિરોધની આંધીઓ તેમને નબળા નહીં પરંતુ અજેય બનાવે છે. સંઘના સામાન્‍ય કાર્યકરથી લઈને દેશના વડાપ્રધાન પદ સુધીની આ સફરમાં અગ્નિપરીક્ષાઓ અનેક આવી, પરંતુ દરેક વખતે વિરોધીઓના શષાો બોંઠા પડ્‍યા છે અન‘‘વિરોધીઓના પણ અઢી દાયકા'' આ યુગમાં નરેન્‍દ્ર મોદીનું નેતળત્‍વ વધુ ભવ્‍ય રૂપમાં ઉભરી આવ્‍યું છે.  

વિચિત્ર બાબત એ છે કે, મોદીજીના વીરલ વ્‍યક્‍તિત્‍વમાંથી ભાજપીઓ પ્રરણા લેતા નથી. મોદીજીના ગળહરાજ્‍ય ગુજરાતમાં નેતાગીરી મુજરાબાજ બની ગઇ છે. આવી નેતાગીરી સામે મોદીજી પણ કંઈ પગલાં લેતા નથી, તે મહાઆર્ヘય છે.

(10:40 AM IST)