News of Thursday, 8th October 2026
હો શકે તો લોટ કે આના
અભિનય ક્ષેત્રના ક્રાંતિવીરની અલવિદાઃ સામાન્યથી અસામાન્ય તરફ ગતિઃ વિશિષ્ટ વ્યકિત્વઃ સફળતા, લોકપ્રિયતા બાદ પણ ઝગમગાટથી દુર
ફિલ્મી દુનિયા ઝગમગે છે ખૂબ, ચર્ચાય છે ખૂબ પણ વખાણવા લાયક ઓછું રહ્યું છે. બ્રાન્ડિંગ, સેટિંગ, ફિશિયારી અને માત્ર વ્યવસાયી દ્રષ્ટિકોણના ભરડામાં કલાકારી તથા ખુમારી ગાયબ થઇ ગયા છે. જો કે અમુક પાત્રો એવા છે કે જે પડદા પર અને પડદા બહાર પણ વખાણવા પડે. તેમાનું એક વીરલ વ્યક્તિત્વ નાના પટેકર હતા, જે આજે અચાનક અલવિદા કહી ગયા..
નાના પાટેકરનું જીવન માત્ર એક અભિનેતાની સફર નથી, પણ અફાટ સંઘર્ષ અને અડગ મનોબળની અરીસો છે. અત્યંત ગરીબીમાં તેમનું બાળપણ વીત્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી માત્ર તેર વર્ષની નાની ઉંમરે જ તેમણે કામનો બોજ પોતાના કંધા પર ઉઠાવી લીધો હતો. શરૂઆતના દિવસોમાં તેમને મહિનાના માત્ર પાત્રીસ રૂપિયા જ મળતા હતા. આ કપરા સંજોગો અને ગરીબીએ તેમને તોડવાને બદલે અંદરથી વધુ મજબૂત બનાવ્યા. જીવનના આ કડવા અને વાસ્તવિક અનુભવોએ જ તેમની અદાકારીમાં જીવ રેડી દીધો અને તેમને એક સંવેદનશીલ ઇન્સાન બનાવ્યા.
સામાન્ય પરિવારમાંથી નીકળીને ફિલ્મી જગતના શીખરો સર કરવાની તેમની ગતિ અદભુત અને પ્રરણાદાયી રહી છે. રંગમંચ અને નાનીમોટી નોકરીઓથી શરૂઆત કરીને તેમણે સિનેમા જગતમાં એક અનોખી ક્રાંતિ સર્જી. ‘અંકુશ', ‘પ્રતિઘાત' અને ‘ક્રાંતિવીર' જેવી ફિલ્મોમાં તેમનો રોષ, અવાજનો ગંભીર અંદાજ અને અભિનયની ધાર દર્શકોના હૃદયમાં કાયમ માટે કોતરાઈ ગયા. સંવાદો બોલવાની તેમની વિશિષ્ટ શૈલી અનન્ય હતી. તેઓ એક એવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે જેણે કયારેય નકલી ચમકદમક કે બનાવટી દુનિયાને અપનાવી નહીં.
ફિલ્મી દુનિયામાં અપાર સફળતા અને લોકપ્રયતા મળી હોવા છતાં, તેઓ હંમેશાં ગ્લેમર અને ઝગમગાટથી જોજનો દૂર રહ્યા. ભવ્ય પાર્ટીઓ કે ઉજવણીઓમાં ભાગ લેવાને બદલે તેમણે હંમેશાં સાદગીપૂર્ણ જીવન પસંદ કર્યું. તેમની કમાણીનો મોટો હિસ્સો દુકાળગ્રસ્ત કિસાન કલ્યાણ અને જરૂરિયાતમંદોની સેવામાં અર્પણ થાય છે. પબ્લિસિટીથી દૂર રહીને શાંતિથી કામ કરવું તેમની ખરી ઓળખ છે.
જીવનના તારણો સ્પષ્ટ છે કે ગરીબી કે કપરી પરિસ્થિતિ માણસને હરાવી શકતી નથી, જો તેના સપનાં અને મહેનત સાચી હોય. સફળતા અને શોહરત વ્યક્તિની અસલિયત બદલી શકતી નથી, જો તેના મૂળિયાં જમીન સાથે જોડાયેલા રહે. ચમકદમક ક્ષણિક છે, પણ સાચા કર્મો અને સમાજસેવા જ માનવીને કાયમ માટે અમર બનાવે છે. નાના પાટેકર સાચા અર્થમાં જમીન પર રહેનાર અને કર્મોથી મહાન બનેલા કલાકાર છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
