<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

તખ્‍તા પલટ !!

ભારતમાં અરાજક સ્‍થિતિ સર્જવા નીકળી પડયાઃ નેહા, દીપકે વગેરેની કારકીર્દી કેટલી? : ફિલ્‍મી ટાબરિયું ઇમરાન પણ ટોમ-જેરી બન્‍યું...

ભારતીય રાજકારણનો રંગમંચ આ દિવસોમાં કોઈ હાસ્‍ય-નાટક કે કાર્ટૂન શોથી કમ નથી લાગતો! અહીં દરરોજ એક નવો પ્‍લોટ ઘડાય છે, પણ કમનસીબે દર વખતે વિલન અને હીરો બંને કોમેડિયન સાબિત થાય છે. હાલમાં જ રાહુલ ગાંધીએ નેહાને સ્‍પષ્ટ શબ્‍દોમાં સંભળાવી દીધું ક ‘‘જો તમારે ક્રેડિટ જોઇતી હોય તો તમે ખોટી પાર્ટીમાં છો!''આ સાંભળીને પાર્ટીના જૂનાજોગીઓ હાથમાં બલ્‍બ લઈને બેઠા છે કે ભાઈ, ક્રેડિટ નહીં તો શું વીજળીનું બિલ ચૂકવવા આવ્‍યા છીએ?

બીજી તરફ, નેહા બોરા અને દીપકે જેવા ‘નવા નિશાળિયા' ે  નેતાઓને અચાનક જે રીતે તવજ્જો આપવામાં આવી રહ્યો છે, તેનાથી પક્ષમાં નારાજગીનો ભારે અસંતોષ ઊભો થયો છે.  દેશમાં અરાજક સ્‍થિતિ સર્જવાના અને મોટા મોટા ‘તખ્‍તા પલટ' કરવાના સપના જોવાઇ રહયા છે પણ સવાલ એ થાય છે કે રાજકારણના આ વિશાળ પટ પર આ નવા નિશાળીયાઓની અસલી વેલ્‍યુ છે કેટલી? જવાબ છેઃ માત્ર એક સોશિયલ મીડિયા રીલ જેટલી!

હવે આ નાટકમાં ફિલ્‍મી મસાલો ઉમેરવા માટે બોલિવૂડનું ફિલ્‍મી ટાબરિયું ઇમરાન પણ કૂદી પડ્‍યું છે. જેણે સ્‍ક્રીન પર માત્ર રોમાન્‍સ જ કર્યો છે, તે હવે રાજકારણમાં ‘ટોમ એન્‍ડ જેરી' રમી રહ્યો છે! એક ક્ષણે તે  કંઇક અલગ  બનીને દાવો કરે છે તો બીજી ક્ષણે કંઇક અલગ બનીને છુપાઈ જાય છે.

આ આખી   ટોળકી પોતાના મોબાઇલના  સ્‍ક્રીન પરથી દુનિયા બદલવા નીકળી છે. તેમને લાગે છે કે દેશની જનતા ‘લાઇક' અને ‘સબ્‍સ્‍ક્રાઇબ' બટન દબાવીને સરકાર બદલી નાખશે. પણ વાસ્‍તવિકતા એ છે કે જનતા આ રાજકીય કાર્ટૂન શો જોઈને માત્ર પોપકોર્ન ખાતી ખાતી હસી રહી છે.

જે પક્ષમાં ક્રેડિટ માંગવી એ ગુનો ગણાતો હોય અને જ્‍યાં કાર્ટૂન પાત્રો દેશ ચલાવવાના દાવા કરતા હોય, ત્‍યાં ‘તખ્‍તા પલટ'નહીં પણ માત્ર ‘ખુરશી પલટ'નો કોમેડી શો જ જોવા મળે!  ગમે તેટલી ધમાલ મચાવે, પણ ‘ટોમ એન્‍ડ જેરી'ના આ ખેલમાં અંતે તો માત્ર પ્રેક્ષકોનું જ મનોરંજન છે.

કોમેડી સરકસ જેવા વિરોધ પ્રદર્શનોની રાજકીય અસર કેટલી? મીડિયામાં આવે છે કે,  કોકરોચો ઉમટી પડ્‍યા..સવા અબજની વસ્‍તીમાં આ આંકડાઓની  વેલ્‍યું કેટલી ગણાય? આ ખેલ માત્ર મનોરંજનથી વિશેષ ન ગણાય. તખ્‍તા પલટ રાજકીય કાર્ટૂન જુઓ અને મોજ કરો.

(2:13 PM IST)