<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

ભાવ- અભાવ- ભેદભાવ..

નેતા-અભિનેતા-સેલીબ્રિટી પર હુમલો થાય તો દેશ ઉંધા માથે થાય છેઃ સામાન્‍ય માણસ રોજ કમોતે કપાતા રહે છે, પણ કોઇ ગંભીર બનતું નથીઃ આને લોકશાહી કહેવાય?

 

 

 

               ાા ૐ ઐં હીં્ર ક્‌લીં ચામુંડાયૈ વિચ્‍ચે ાા

દશેરાની શુભેચ્‍છા..અસત્‍ય પર સત્‍યના વિજયનું પર્વ ધામધુમથી ઉજવાઈ રહ્યું છે. ભગવાન શ્રી રામચંદ્રજીનો જયજયકાર થઇ રહ્યો છે. રામરાજ્‍ય શબ્‍દ આદર્શ શાસન માટે પ્રચલિત છે. શ્રી રામે સામાન્‍ય માણસના અભિપ્રાયને મહત્‍વ આપીને રાજાશાહીમાં પણ લોકશાહીના દર્શન કરાવ્‍યા હતા. વર્તમાન ભારતમાં લોકશાહી છે, પણ સામાન્‍ય લોકોના અભિપ્રાય તો ઠીક, તેમના જીવનું પણ મહત્‍વ નથી. સમાનતાના ભાવનો અભાવ છે, વ્‍યાપક ભેદભાવ છે.

અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાઈરિંગની ઘટના બનતાં જ છેલ્લા બે દિવસથી આખા દેશમાં મોટો ખળભળાટ મચી ગયો છે. રાજકારણીઓ ચિંતા વ્‍યક્‍ત કરી રહ્યા છે, તંત્ર દોડતું થઈ ગયું છે અને મીડિયામાં ૨૪ કલાક આ જ મુદ્દે ચર્ચા અને વિશ્‍લેષણો ચાલી રહ્યા છે.  કોઈપણ નાગરિક પર હુમલો થવો એ કાયદો અને વ્‍યવસ્‍થાની નિષ્‍ફળતા છે. પરંતુ આ ઘટનાથી એક મોટો અને કડવો સવાલ એ ઊભો થાય છે કે, શું આ દેશમાં ન્‍યાય અને સુરક્ષાનો હક માત્ર સેલિબ્રિટી કે વગદાર લોકોને જ છે?

દેશના ખૂણે-ખૂણે દરરોજ અસંખ્‍ય સામાન્‍ય નાગરિકો ગુંડાઓનો અને ગુનાખોરીનો ભોગ બને છે. કોઈ ગરીબ, મધ્‍યમવર્ગીય કે નિર્દોષ માણસ કમોતે કપાય કે લૂંટાય ત્‍યારે તેને મીડિયા ‘રૂટીન સમાચાર' ગણીને ખૂણામાં ધકેલી દે છે. નેતાઓ કે તંત્ર આવા સામાન્‍ય લોકોના પરિવારોની વેદના પ્રત્‍યે કયારેય આટલી ગંભીરતા કે તત્‍પરતા દાખવતા નથી. સામાન્‍ય માણસના જીવનું મૂલ્‍ય સાવ શૂન્‍ય ગણવામાં આવે છે.

લોકશાહીની વ્‍યાખ્‍યા મુજબ આ દેશમાં સામાન્‍ય જનતા જ સર્વોપરી છે. બંધારણ દરેક નાગરિકને સમાન સુરક્ષા અને સમાન ન્‍યાયનો અધિકાર આપે છે. પરંતુ વાસ્‍તવિકતા જોઈને પ્રશ્ન થાય છે કે ભારતમાં લોકશાહી ચાલે છે કે ‘સેલિબ્રિટી શાહી'? જનતાના ટેક્‍સથી ચાલતું તંત્ર જ્‍યારે વી.આઈ.પી. અને સામાન્‍ય નાગરિક વચ્‍ચે આવો સ્‍પષ્ટ ભેદભાવ રાખે, ત્‍યારે લોકશાહીનો આત્‍મા કપાય છે.

જ્‍યાં સુધી દેશના છેવાડાના સામાન્‍ય માનવીને વી.આઈ.પી. જેવી જ સુરક્ષા અને ન્‍યાય નહીં મળે, ત્‍યાં સુધી આપણી લોકશાહી અધૂરી જ ગણાશે. દેશમાં ભાવ, અભાવ અને ભેદભાવની આ ખાઈ પૂરવી અત્‍યંત જરૂરી છે, જેથી દરેક નાગરિક પોતાને આ દેશમાં સુરક્ષિત અનુભવી શકે.

દેશમાં આઝાદીના સાડા સાત દાયકા બાદ પણ આદર્શ લોકશાહી ધબકી શકી નથી અને વાતો રામરાજ્‍યની થાય છે. આヘર્ય તો એ છે કે, લોકોને ખુદને જ પોતાની વેલ્‍યુની પડી નથી. સેલીબ્રિટીને મધપુડો માનીને તેની પાછળ મધમાખીની જેમ મંડાયેલા રહે છે. દશેરાએ પરમાત્‍માને   પ્રાર્થના કરીએ કે, કલ્‍કિ સ્‍વરૂપે પ્રગટો ત્‍યારે પ્રથમ કાર્ય ભારતમાં નૈતિક્‍તા, બૌધિક્કતા, સ્‍વાભિમાન જેવા પાયાના લક્ષણો સ્‍થાપવાનું કાર્ય થાય તેવી કળપા કરજો.

(10:47 AM IST)