News of Thursday, 22nd October 2026
મેચ ફિક્સિંગઃ મૈં ખિલાડી, તું...
યુસુફે મમતાનો સાથ છોડયો તો ગુજરાત સરકારે મુજરા કર્યાઃ લોકોએ ગંભીર નોંધ લેવા જેવી ઘટનાઃ મેદાન બંગાળનું ખેલ ગુજરાતના, મત હિન્દુઓના અને...
યુસુફ પઠાણ નામનો ક્રિકેટર પ.બંગાળમાં મમતા બેનરજી સામે મુજરા કરીને સાંસદ બની ગયો. મમતાના ખરાબ દિવસો આવતા યુસુફે તેનો સાથ છોડી દીધો. ગુજરાત સરકારે મેચ ફિક્સિંગ જેવું પરાક્રમ કરીને યુસુફને કરોડોની જમીન સામાન્ય કિંમતે આપી..ગુજરાતના લોકોએ ઉંડાણથી ચિંતન કરવા જેવી આ ઘટના છે.
રાજનીતિમાં સિદ્ધાંતો અને આદર્શોના ધોવાણની હદ કયાં સુધી જઈ શકે છે, તેનું જીવંત ઉદાહરણ હાલમાં ગુજરાતના રાજકીય મંચ પર જોવા મળી રહ્યું છે. પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે પヘમિ બંગાળના રાજકારણમાં મમતા બેનર્જીનો સાથ છોડ્યો અને કેન્દ્ર સરકાર કે શાસક પક્ષ પ્રત્યે નરમાઈ દાખવી, ત્યારે બદલામાં ગુજરાત સરકારે તેમના પર કળપા વર્ષા શરૂ કરી દીધી છે. વડોદરાના પોશ વિસ્તાર તાલંદજામાં આવેલો આશરે ૨૦.૫૩ કરોડ રૂપિયાની બજાર કિંમતનો ૯૭૮ ચોરસ મીટરનો કિંમતી પ્લોટ માત્ર અંદાજે ૫ કરોડ રૂપિયા જેવા નહિવત ભાવે ફાળવવામાં આવ્યો છે. નવી નીતિ હેઠળ આ જમીનનો મોટો ભાગ મફત અન ે બાકીની જમીન માત્ર ૫૫ ટકા રાહત દરે આપવાનો પરિપત્ર જારી કરાયો છે. આ ઘટના માત્ર એક જમીન ફાળવણી નથી, પરંતુ ખુલ્લેઆમ ચાલતું રાજકીય ‘મેચ ફિક્સિંગ' છે.
જે રાજકીય પક્ષો ચૂંટણીના પ્રચારોમાં રાષ્ટ્રવાદ, હિન્દુત્વ અને સંસ્કળતિના મોટા મોટા બણગા ફૂંકે છે, જનતા પાસેથી હિન્દુત્વના નામ પર મતોની ભીખ માંગે છે, તે જ નેતાઓ સત્તા મેળવ્યા બાદ પોતાના સ્વાર્થ માટે કઈ હદ સુધી નીચ ે પડી શકે છે તેની આ પરાકાષ્ઠા છે. હિન્દુત્વની ભાવના અને જનતાના વિશ્વાસને વેચીને પોતાના રાજકીય સમીકરણો બેસાડવા માટે ભાજપ સરકાર દ્વારા કરાઈ રહેલા આ પ્રકારના નિર્ણયો જનતા સાથેની વિશ્વાસઘાત સમાન નથી?
એક તરફ સામાન્ય લોકો મોંઘવારી, બેરોજગારી અને ટેક્સના બોજ નીચે દબાઈ રહી છે, બીજી તરફ કથિત રાષ્ટ્રવાદી શાસકો રાજકીય ખેલ પાડીને ખાસ વ્યક્તિઓ પર કરોડોની સંપત્તિની રેવડીઓ વહેંચી રહ્યા છે. આ પ્રકારના કળત્યોને‘મુજરા' સમાન જ ગણાવી શકાય, જ્યાં જનહિત અને નીતિમત્તાને તિલાંજલિ આપીને સત્તાના તાલે ગાયું વગાડવામાં આવે છે. બંગાળનું મેદાન છોડીને અહીં આવેલા ખેલાડીને જીતાડવા માટે ગુજરાતની સરકારી તિજોરીનો ભોગ લેવાયો છે.
જનતાએ હવે આ પ્રકારની દંભી રાજનીતિની ગંભીર નોંધ લેવી જ પડશે. જો સમયસર આવા નિર્ણયો સામે અવાજ નહીં ઉઠાવવામાં આવે, તો લોકશાહીના પવિત્ર આદર્શો માત્ર કાગળ પર રહી જશે અને નેતાઓ પ્રજાના ભોગે પોતાના અંગત સંબંધો અને રાજકીય સોદાઓ પાર પાડતા રહેશે. મતદારોએ હવે જાગળત થઈને હિન્દુત્વના નામે મત માંગીને અંદરખાને આવા સોદા કરનારાઓની ખુલ્લેઆમ ઝાટકણી કાઢવાનો સમય આવી ગયો છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
