<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

ટ્રમ્‍પને શ્રેષ્‍ઠ બાઘાનું વિશેષ નોબેલ આપો !

દુનિયાને હચમચાવવા ગયેલા મગજ ફરેલા ટ્રમ્‍પ ખુદ ફસકી ગયાઃ અમેરિકાની આબરૂના ધજાગરા કરનારને અમેરિકનોએ ફગાવી દીધાઃ પડયા બાદ પણ ડોનાલ્‍ડની ટંગડી ઉંચીઃ વૈશ્વિક ડાગલા જેવી દશા થયા બાદ પણ સુધરતા નથી

 

 

ટ્રમ્‍પનો ચહેરો નજર સામે આવે એટલે ‘તારક મહેતા...' સિરીયલના બાઘાની યાદ આવી જાય. બાઘો ગમે તે બોલે, ગમે તે કરે, તેમાંથી રમૂજ જ સર્જાય. ટ્રમ્‍પ ઉંધા માથે પટકાયા બાદ પણ જે હરકતો કરે છે, એ જોતા તેમને ‘ વિશ્વનો શ્રેષ્ઠ બાઘો' જાહેર કરીને વિશેષ નોબેલ આપવું જોઈએ. ટ્રમ્‍પે વિચિત્રતા, અહંકાર અને અપરિપક્‍વતાની હદો વટાવી છે.  દુનિયાને હચમચાવી નાખવાની બણગાં ફૂંકનાર આ મહાશય મધ્‍યસત્રી ચૂંટણીમાં એવા પછડાયા કે તેમની આખી પોલ ખુલી ગઈ. સમજદાર અમેરિકન પ્રજાએ તેમને ફગાવી દીધા.  ટ્રમ્‍પની ખાસિયત જુઓ કે વૈશ્વિક સ્‍તરે હાંસીપાત્ર બન્‍યા પછી અને ધોબીપછાડ ખાધા પછી પણ તેમનામાં જરાય સુધારો આવ્‍યો નથી. પરાજય પછી પણ તેમની ટંગડી હંમેશાં ઊંચી જ રાખે છે!

ટ્રમ્‍પનું વ્‍યક્‍તિત્‍વ અહંકારી અને આત્‍મકેન્‍દ્રી રહ્યું છે. તેમની રાજકીય સફર માત્ર ‘હું અને માત્ર હું' ની આસપાસ ફરે છે. ચૂંટણીમાં કે નીતિઓમાં નિષ્‍ફળતા મળે, ત્‍યારે પોતાની ભૂલ સ્‍વીકારવાને બદલે તેઓ આખી પાર્ટી, સાથીદારો અને વ્‍યવસ્‍થા પર દોષનો ટોપલો ઢોળી દે છે. આ મામલો માત્ર ચૂંટણી જીતવા કે હારવા પૂરતો મર્યાદિત નથી. ટ્રમ્‍પની નીતિઓએ અમેરિકા અને સમગ્ર વિશ્વને જે ઊંડા ખાડામાં ધકેલ્‍યું છે, તેની સમીક્ષા થવી જોઈએ.

ટ્રમ્‍પની માનસિક્‍તા યુદ્ધ અને સંઘર્ષની  રહી છે. મુત્‍સદ્દીગીરી અને શાંતિપૂર્ણ વાટાઘાટોમાં માનવાને બદલે તેઓ હંમેશાં ધાકધમકી અને આક્રમક તથા હલકી ભાષાનો ઉપયોગ કરતા હતા. મિત્ર રાષ્‍ટ્રો હોય કે દુશ્‍મન દેશો, દરેક સાથે વેપાર કે રાજનીતિમાં તેમણે યુદ્ધ જેવું વાતાવરણ ઊભું કર્યું. આંતરરાષ્‍ટ્રીય કરારો એકાએક રદ કરવા અને સહયોગી દેશોને ધમકાવવા એ તેમની દિનચર્યા બની ગઈ હતી. આ યુદ્ધ જેવી માનસિક્‍તાના કારણે અમેરિકાના પરંપરાગત મિત્રો પણ તેનાથી દૂર થઈ ગયા અને દુનિયાભરમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું.

ટ્રમ્‍પની આર્થિક નીતિઓનો સૌથી મોટો પાયો ‘ટેરિફનું ગતકડ' છે. તેમણે ભારત,ચીન અને યુરોપિયન યુનિયન સહિતના અનેક દેશો સામે અંધાધૂંધ આયાત શુલ્‍ક વધારી દીધા. તેમને એવો ભ્રમ હતો કે આનાથી અમેરિકાનું ઉત્‍પાદન વધશે અને નોકરીઓ પાછી આવશે, પરંતુ વાસ્‍તવિકતા તદ્દન વિપરીત સાબિત થઈ. આ ટેરિફ વોરના કારણે વૈશ્વિક પૂરવઠા સાંકળ વેરવિખેર થઈ ગઈ. અમેરિકન લોકો માટે ચીજો મોંઘી બની ગઈ અને ઉદ્યોગપતિઓને ભારે નુકસાન સહન કરવું પડ્‍યું.

આ તમામ મનસ્‍વી નિર્ણયોના પરિણામે અમેરિકા તો આર્થિક અને સામાજિક મોરચે બરબાદ થયું જ, સાથે આખી દુનિયાનું અર્થતંત્ર ડહોળાઈ ગયું. ટ્રમ્‍પની અસ્‍થિર નીતિઓના કારણે વૈશ્વિક બજારોમાં સતત અનિヘતિતા રહી. મોંઘવારી વધી અને વિકાસ દર મંદ પડ્‍યો. વૈશ્વિક વેપાર પાટા પરથી ઉતરી ગયો.

આ ચૂંટણીમાં ટ્રમ્‍પના પરાજયના અસલી કારણો તેમનો અહંકાર અને વિનાશક નિર્ણયો છે. તેમનું વિચિત્ર નેતળત્‍વ સામાન્‍ય જનતા અને પાર્ટીના વફાદાર સભ્‍યોને પણ ડંખવા લાગ્‍યું છે. આટલી નાલેશી અને વૈશ્વિક સ્‍તરે ડાગલા જેવી દશા થયા પછી પણ જો કોઈ નેતા પોતાની જીદ્દી આદતો ન છોડે, તો તેને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બાઘો જાહેર કરવો જ જોઈએ.

(12:09 PM IST)