તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
રાજનીતિમાં પણ જ્ઞાતિવાદ પ્રતિબંધિત કરો
વાહનોમાં જાતિવાદ લખાણો પર પ્રતિબંધ આવકાર્યઃ લોકોને જાતિવાદથી દૂર રહેવા ફરજ પાડનાર નેતાઓ ખુદ હળાહળ જાતિવાદીઃ રાજનીતિમાં જાતિવાદી ઓળખ સામે કાયદો લાવો
તાજેતરમાં ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગે નવો નિયમ જાહેર કરીને ખાનગી વાહનોラબાઈક, કારથી લઈને ટ્રક-બસ સુધીラપર જાતિસૂચક શબ્દો, ચિホો અને લખાણ પર પ્રતિબંધ મૂકયો છે. આ સુધારાથી રસ્તા પર વાહનો દ્વારા થતા જાતિગત પ્રદર્શન અને રોફ જમાવવાની વળત્તિ પર કાનૂની લગામ લાગશે. ગુજરાતમાં આ નિયમ ખૂબ જરૂરી છે. નાત- જાતના આધારે ઘણાં રોડ પર રોફ જમાવતા હોય છે. આવા તત્વો પર કાયદાની લગામ જરૂરી છે. જો કે , ગુજરાતમાં નિયમો, કાયદા ઘડાય છે, પણ તેના અમલના ઠેકાણા હોતા નથી. જાતિ અંગેના નિયમોના પણ ધજાગરા ઉડવાની સંભાવના વધારે રહેલી છે.
નાત- જાત સામાજિક વ્યવસ્થા અને વિશેષ ઓળખ દર્શાવતી પરંપરા છે. ભારતીય સમાજના વૈવિધ્યના દર્શન કરાવતી આ પરંપરાનો અતિ ગેરલાભ લેવાઈ રહ્યો છે. જાતિવાદ ઓછો થાય તેવા નિયમો -કાયદા જરૂરી છે. ગુજરાતમાં વાહન અંગે લેવાયેલા પગલાં પાછળનો વિરોધાભાસ અત્યંત તીવ્ર અને સ્પષ્ટ છે. એક તરફ સામાન્ય નાગરિકોને વાહન પર જ્ઞાતિ લખવાથી રોકવામાં આવે છે, બીજી તરફ ગુજરાતની રાજનીતિમાં જ્ઞાતિવાદ જ સૌથી મોટું ચલણ બની ગયો છે.
ચૂંટણીના ટિકિટ-વિતરણથી લઈને મંત્રીમંડળના માળખા, સંમેલનો અને સભાઓ સુધીラદરેક તબક્કે જ્ઞાતિના સમીકરણો જ નિર્ણાયક રહે છે. મુખ્યમંત્રી પણ જ્ઞાતિના આધારે નક્કી થાય છે. લોકોને એકતા અને સમરસતાના પાઠ ભણાવતા અનેક નેતાઓ પોતે જ પોતાના જ્ઞાતિ-સંમેલનોમાં જઈને જ્ઞાતિગત અસ્મિતા અને હકના નામે મતોની ખેતી કરે છે.
જો ખરેખર જ્ઞાતિવાદ સમાજ માટે હાનિકારક હોય, તો પ્રતિબંધ માત્ર વાહનના સ્ટીકર પૂરતો મર્યાદિત કેમ રહે? જો રાજકીય મંચો, ચૂંટણી પ્રચાર અને જાહેર નિવેદનોમાં જ્ઞાતિના આધારે થતી રાજનીતિ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. આવું થાય તો વર્તમાન રાજકીય મેદાનમાં ટકી રહેવું અનેક નેતાઓ માટે મુશ્કેલ બની જાય તેમ છે. મોટાભાગના નેતાઓ જ્ઞાતિના આધારે જ પોતાની દૂકાન ચલાવી રહ્યા છે. જ્ઞાતિ આધારિત સંગઠનો અને નેતાગીરીના સહારે આગળ વધતી રાજકીય વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવ્યા વિના માત્ર વાહન પરના નિયમોથી સામાજિક સમાનતા કેવી રીતે સિદ્ધ થાય?
સામાન્ય જનતાને સુધારવા અને કાયદાના દાયરામાં લાવતા પહેલાં, રાજકીય નેતળત્વએ પોતાના આચરણ અને ભાષામાં સુધારો કરવો અનિવાર્ય છે. જ્ઞાતિ આધારિત ઉશ્કેરણીજનક કે વિભાજનકારી નિવેદનો સામે કડક કાયદો આવે અને રાજનીતિમાં જ્ઞાતિવાદ પર પ્રતિબંધ મુકાય, ત્યારે જ વાહનો પરના પ્રતિબંધનો સાચો હેતુ સાર્થક ગણાય. ગુજરાતની રાજનીતિમાં જ્ઞાતિવાદી જીવડાં ખદબદી રહ્યા છે. નેતા બનવાની લાયકાત હોતી નથી, પણ નાતની ઓળખના આધારે મોટા પદ પર ગોઠવાઈ જાય છે. આ રીતે ગુજરાત બરબાદ થઇ રહ્યું છે. સરકારમાં ત્રેવડ હોય તો રાજનીતિમાં જ્ઞાતિ- જાતિ પર પ્રતિબંધ જાહેર કરવો જોઈએ. ચૂંટણી પંચે પણ આ મામલે સક્રિય થવું અનિવાર્ય છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
