Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

આજના શુભ દિવસે - 700

એક નાનકડા એવા ગામડામાંથી ૧ છોકરો નજીકના શહેરમાં ભણી-ગણીને માસ્ટરની ડીગ્રી મેળવે છે. આર્થિક સંપન્ન હોવાથી તેના માવતર તેને અમેરિકા ભણવા મોકલવાનું વિચારે છે. પ્રવેશ મળી ગયો અને વીઝા મળી ગયા અને જવાને આડે બે દિવસ બાકી રહ્યા.

ગામડામાં તો હજુ પ્રેમભાવ અને પડોશી ધર્મ સચવાઇ રહ્યો છે. ઘણા મુલાકાતી આવવા લાગ્યા. સૌ સૌની રીતે સલાહ-સૂચન કરવા લાગ્યા !

'જો, ભાઇલા બારી નહીં ખોલવાની!' 'અને જો તું તારી જગ્યાએ બેસી જા તો તારા હાથમાંનો સામાન ઉપરના ખાનામાં રાખી દે જે.

એક બુઝર્ગ બોલી ઉઠે છે.' જો પટો બાંધવાનું ભૂલતો નહીં.

એક યુવાન મિત્ર કહે છે કે તારે કંઇ જોઇતું હોય તો કોઇને બોલાવવાના નહીં 'ફકત તારે તારી ઉપરના ભાગમાં બટન દબાવવાનું એટલે એર-હોસ્ટેલ આવી જશે, એને તારે કહી દેવાનું!'

અને જો પ્લેન ઉપડવાનો સમય થાય ત્યારે ઉભા નહીં થવાનું અને લખાઇને આવશે હવે પટ્ટા છોડી શકો છો.

આ આપણા કુંવરને કોફી પીવાનું મન થયુંઅને સહેજ બાજુની ખુરશી તરફ નજર નાખી- તો આશ્ચર્ય સાથે જોઇ જ રહ્યો, બાજુમાં પોપટ પટ્ટો બાંધીને આરામથી બેઠો હતો.

વિચારમાં પડી ગયો. ઘેર કેટલા બધા લોકો મળવા આવ્યા હતા અને તેમાંથી કોઇએ આ બાબત તો કીધી જ નહોતી કે તમારી સાથે પક્ષી પણ મુસાફરી કરી શકે ખેર ! જે થાય તે !

તેણે તો બેલ મારી અને તુર્તજ એર હોસ્ટેસ  આવી અને પૂછે છે 'સર, આપની હું શું મદદ કરી શકું ?' આ ભાઇ બોલ્યાઃ 'એક કોફી અને...'

એ વાકય પુરૃં કરે તે પહેલા બાજુમાં બેઠેલા પોપટે રાડ નાંખીઃ 'એય ! કોફીવાળી, જા જલ્દી દોડ અને એક ડબલ ટકીલા લાવ'

આ ભાઇ રાહ જોતા રહ્યા અને પેલા પોપટ માટે ટકીલા (સ્ટ્રોગ દારૂ) આવી ગયું. આ ભાઇએ ફરી વાર બેલ મારી અને એર હોસ્ટેસને પૂછયું 'મારી  કોફીનું શું થયું ?' પેલી જવા ગઇ ત્યાં પોપટે પાછી મોટેથી રાડ પાડી 'એય ! જલ્દી બીજો પેગ લઇ આવ' અને પેલી તેને માટે લાવી.

આપણા આ ભાઇને વિચાર આવ્યો કે, જરા મોટેથી અને ગુસ્સા સાથે બોલીએ તો તુર્તજ મંગાવેલ વસ્તુ આવી જતી હશે ?

એણે પણ ઉભા થઇને ખૂબ જ મોટેથી રાડ નાંખીઃ 'એય, બેરી, સાંભળતી નથી ? જા જલ્દી કોફી લાવ!'

એર હોસ્ટેસ અંદર જઇને પાયલોટને ફરિયાદ કરે છે.  કે પેલો સાવ ગેરવર્તન કરે છે. ત્યારે જ નિર્ણય લેવાયા છે કે એ માણસને પ્લેનનો દરવાજો ખોલીને નીચે ફેંકી છે ! એર હોસ્ટેસ કહે છે કે પેલો પોપટ છે ને એ પણ એવો જ છે ! ભલે, તો તેને પણ ફેંકી દે.ે !

પ્લેનનો દરવાજો ખોલીને પેલા છોકરાને અને પોપટને બહાર ફેકીં દે છે અને પાછો દરવાજો બંધ કરી દે છે. ઉપરથી જમીન પર જતા રસ્તામાં પોપટ અને છોકરો ભેગા થઇ જાય છે.

પોપટ પૂછે છે 'એલા, તારે પાંખ છે અને ઉડતા આવડે છે. ?' જવાબ ના આવે છે. પોપટ કહે છે જો ભઇલા આપણામાં ત્રેવડના હોય તો ભાષા ઉપર કાબુ રાખવો જોઇએ.(૬.ર)

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:32 am IST)