Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રઘુવંશી અગ્રણી- વેપારી ભરતભાઈ રેલીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ સૌરાષ્ટ્ર / કચ્છ અગ્રણી વેપારી ભરતભાઈ રેલીયાનો આજે જન્મદિવસ છે. પૂ.હરીચરણદાસજી મહારાજના પરમભકત અને ફાર્મા ડીસ્ટીબ્યુટર્સ તથા ફાર્માઈન ઓલ નામથી બીઝનેશ ધરાવતા ભરતભાઈ ભારતીય જનતા પાર્ટી રાજકોટના વ્યાપાર સેલના (ભૂતપૂર્વ) સેક્રેટરી, ગુજરાત ચેમ્બર્સ એન્ડ કોમર્સના રીજીયોનલ મેમ્બર, રાજકોટ ચેમ્બર્સના સેક્રેટરી (ભૂતપૂર્વ), રાજકોટ લોહાણા મહાજનના કારોબારી મેમ્બર, લોહાણા મહાપરીષદના સભ્ય અને (સૌરાષ્ટ્ર રીજીયોનના ભૂતપૂર્વ ઓર્ગનાઈજીંગ સેક્રેટરી) તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને મો.૯૮૨૫૦ ૭૮૯૫૯ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(2:42 pm IST)
  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • " ગમ ભૂલાનેકે લિયે મૈં તો પીયે જાતા હૂં " : દુઃખ ભૂલવા માટે ડ્રગ્સ લેવું પડતું હોય છે : ડ્રગ્સ લેનારની દુર્દશા અને મજબૂરીઓ વિશે કોઈને ખ્યાલ સુદ્ધા નથી હોતો : પૂજા ભટ્ટની ફિલોસોફી access_time 6:10 pm IST