Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કોરોના સામેના પ્રેરક લડવૈયા ડો. વિરલ બલદાણીયાનો જન્મદિન

પરિવાર સાથે સંક્રમીત થયા બાદ મહામારીને મહાત કરી ફરી સેવામાં

રાજકોટ, તા. ૭ : સૌરાષ્ટની તબીબી  આલમમાં ધબકતી ઝબકતી યશસ્વી કારકિર્દી ધરાવતા ઓમ હોસ્પિટલના એમ.ડી.ડો.વિરલ બલદાણીયા આજેે ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭ માં વર્ષમાં પ્રગતિશીલ જીવનમાં પ્રવેશ કર્યો છે.

અહિં ઉલ્લેખનીય છે કે હાલ કોરોના કાળ ચાલી રહયો ત્યારે ડો. બલદાણીયા પોતે અને તેમનો આખો પરીવાર પણ સંક્રમીત થયો હતો. પરંતુ કોરોનાને મહાત કરીીને તેઓ ફરી સેવામાં લાગી ગયા છે.

રાજકોટ સોરાષ્ટ્રમાં નાની વયે તબીબી ક્ષેત્રે અર્પૂવ સિદ્ઘિના સોપાન સર કરનાર જાણીતા એમ.ડી. અને ઓમ હોસ્પિટલના ડો. વિરલ બલદાણીયા દર્દીઓના દર્દ પારખવામાં ખૂબ નિપુણ છે. ડો વિરલ બલદાણીયાએ  તેનું પાયાનું શિક્ષણ જુનાગઢમાં લીધું હતુ. બાદમાં એમ.બી.બી.એસ. અને એમ.ડી.નો તબીબી અભ્યાસ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં પૂર્ણ કર્યો છે.

ડો.વિરલ કનુભાઈ બલદાણીયાએ પ્રથમ જયનાથ હોસ્પિટલમાં ૬ વર્ષ સુધી ફરજ બજાવી હવે ગાયત્રીનગર રોડ પર પોતાની ઓમ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે. હસમુખો ચહેરો અને તમામને ઉપયોગી થવાની ઉમદા ભાવના દ્વારા વિશાળ મિત્રવર્તુળ ધરાવે છે . આજે ડો.વિરલ બલદાણીયાના જન્મદિને મો.૯૯૨૫૦ ૪૨૪૩૯ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:58 pm IST)