Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

જુનાગઢના વિદ્યાર્થીનેતા સૌરવ જોષીનો જન્મદિન

જૂનાગઢઃ વિદ્યાર્થીનેતા સૌરવ જોષીનો આજે ૯ ઓકટોબરે જન્મદિવસ છે.  સ્મિતાબેન અને નરેન્દ્રભાઈના પુત્ર સૌરવભાઈ  જોષી જે રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કોંગ્રેસના  જીલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે તેવો ૨૨માં વર્ષમાં પ્રવેશ  કરે છે  ખૂબ જ નાની ઉંમરે વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે હમેશાં લડત આપતાં સૌરવભાઈ જોષી પોતાના જન્મદિન નિમિત્ત્।ે માનવ સેવા એજ પ્રભુ સેવાના મૂળ મંત્રને સાર્થક કરવા અને બને તેટલા વધુ લોકસેવાના કાર્યો થઈ શકે તે હેતુથી ગરીબ બાળકો અને માનસિક વિકલાંગ બાળકો સાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે સૌરવને આ જન્મદિન નિમિત્તે તેના મિત્રો અને વડીલો ૯૪૨૬૪ ૭૦૪૦૬ / ૮૨૦૦૯ ૧૨૧૩૧ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(12:40 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં પૂજા પંડાલમાં એન્ટ્રી ઉપર હાઇકોર્ટની રોક : 22 ઓક્ટોબરથી શરૂ થનારી દુર્ગા પૂજા માટે પંડાલમાં લિમિટેડ લોકો જ જઈ શકશે : નાના પંડાલમાં 15 અને મોટા પંડાલમાં 25 લોકો માટે જ પ્રવેશ : વર્તમાન કોવિદ -19 સંજોગોમાં જાહેર જનતા માટે પંડાલ ખુલ્લા મુકવામાં આવે તો સંક્ર્મણમાં 3 થી 4 ગણો વધારો થઇ શકે તેવી તબીબોની ચેતવણીને ધ્યાને લઇ નામદાર કોર્ટનો આદેશ access_time 5:40 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 76 લાખની નજીક પહોંચ્યો :છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,048 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 75,94,285 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,47,437 થયા : વધુ 69,562 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 67,30,379 રિકવર થયા : વધુ 588 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,15,235 થયો access_time 1:17 am IST

  • બાંગલાદેશના 50 માં સ્વાતંત્ર્ય દિન નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઢાકા જશે : 26 માર્ચ 2021 ના રોજ થનારી ઉજવણી માટે મળેલા આમંત્રણનો સ્વીકાર : 1971 ની સાલમાં 26 માર્ચના રોજ પાકિસ્તાનથી અલગ પડી બાંગલાદેશ આઝાદ થયો હતો. access_time 12:00 pm IST