Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ધન્ય કાલની ઘડી રળીયામણી, મેયર બિનાબેનના જન્મદિનની વધામણી

રાજકોટઃ પ્રજાને મદદરૂપ થવાની ભાવના સદાય હસમુખો ચહેરો તેમજ ખૂબજ લોકચાહના ધરાવતા મેયર અને વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર બિનાબેન જયેન્દ્રભાઇ આચાર્યનો       આવતીકાલે તા.૮ ના જન્મ દિવસ છે. જાહેર જીવન સાથે વર્ષોથી સંકળાયેલા બિનાબેન રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. રના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલ ત્યારબાદ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે અને બાદમાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં સભ્ય પદ સંભાળેલ નોંધનિય છે કે હાલમાં તા.૧પ જુન ર૦૧૮ થી તેઓ રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે. રાજકોટ શહેર આંતરમાળખાકીય, સામાજિક, સાંસ્કૃતિક સહિતના તમામ ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે. રાજકોટ શહેરનો સર્વાગી વિકાસ થાય તે તેમનું લક્ષ્ય છે. (મો.૯૮૯૮ર ૧૧૬૦૬)

(3:24 pm IST)