Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

મનાલીમાં શરૂ થયું શુટીંગ

કોરોનાને કારણે બંધ થઇ ગયેલુ હિમાચલ પ્રદેશનું ખુબસુરત પર્યટન સ્થળ મનાલી ફરીથી પર્યટકોથી ધમધમવા માંડ્યું છે. અહિ ફિલ્મનું શુટીંગ પણ શરૂ થઇ ગયું છે. હંગામા-૨ના શુટીંગ માટે કલાકારો તાજેતરમાં મનાલી પહોંચ્યા હતાં. સરકારે એક પછી  રાહતો આપતાં ટીવી શો પછી ફિલ્મોના શુટીંગ પણ શરૂ થઇ ગયા છે. શિલ્પા શેટ્ટી, મિજાન જાફરી, પરેશ રાવલ અને પરીણિતા સુભાષા હંગામા-૨ના મુખ્ય કલાકારો છે. આ ટીમ મનાલી જવા માટે ભુન્તર એરપોર્ટ પર ઉતરી ત્યારની તસ્વીરો વાયરલ થઇ હતી. અભિનેતા મિજાને કેટલીક તસ્વીરો પોતાના સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. શિલ્પા શેટ્ટી લાંબા સમયથી ફિલ્મોથી દુર હતી. તેને આ ફિલ્મ મળતાં ખુશ હતી. પણ શુટીંગ કોરોનાને કારણે અટકેલુ હતું. હવે ફરી કામ શરૂ થતાં સમગ્ર ટીમ ખુશ છે. પરેશ રાવલે હેરાફેરી સિરીઝની ફિલ્મોમાં બાબુભૈયાનું જબરદસ્ત પાત્ર ભજવ્યું હતું. હેરાફેરી-૨માં પણ તે ફરીથી જમાવટ કરશે. 

(10:08 am IST)