Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ટાઇગરની તૈયારી

ટાઇગર શ્રોફે નવી ફિલ્મ માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ સ્પોર્ટસ ડ્રામા ફિલ્મનું નામ ગણપત રખાયું છે. ફિલ્મમાં તે બોકસરનો રોલ નિભાવતો જોવા મળશે અને ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવશે. ટાઇગરે આ માટેની તૈ્યારી કરી દીધી છે. ટાઇગર પહેલી જ વખત આવો રોલ નિભાવી રહ્યો છે. નિર્દેશક વિકાસ બહેલ આ ફિલ્મની સ્ક્રિપ્ટના કામમાં સતત વ્યસ્ત હતાં. તેમણે કહાનીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. અગાઉ વિકાસે કવીન, શાનદાર અને સુપર ૩૦ જેવી ફિલ્મો આપી છે. સ્ક્રિપ્ટ તૈયાર થતાં જ હીરો કોણ હશે? તેની તલાશ શરૂ થઇ હતી. બોકસરના રોલમાં ફીટ બેસે તેવો એક ચહેરો સામે આવ્યો હતો અને ટાઇગર હતો. ટાઇગરને રોલ ઓફર થતાં જ તેણે હા કહી હતી અને કામ પણ શરૂ કરી દીધું છે. ટાઇગર હાલમાં એવી બોડી બનાવવામાં કામે લાગ્યો છે જે જોતાં તે બોકસર દેખાય. બોકસીંગના મેચ પણ તે જોઇ રહ્યો છે. ફિલ્મમાં બોકસરનું પાત્ર છે તેને ગણપતિજીનો ભકત દેખાડાયો છે. આથી ફિલ્મનું નામ બોકસર રખાયું છે. ફિલ્મમાં જૈકીશ્રોફનો પણ દમદાર રોલ હશે.

(9:47 am IST)