Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

પર્લ પુરી હવે જોવા મળશે બ્રહ્મરાક્ષસમાં

નાગિન સિરિયલમાં અગાઉ કામ કરી ચુકેલો અભિનેતા પર્લ પુરી હવે બાલાજી ટેલિફિલ્મ્સના શો બ્રહ્મરાક્ષસની બીજી સિઝનમાં જોવા મળશે. ઝી ટીવી પર આ શો શરૂ થઇ રહ્યો છે. શોમાં સોનગઢની કહાની છે. પર્લ પુરીએ કહ્યું હતું કે આ મારો ત્રીજો સુપરનેચરલ શો છે. જેમા હું અંગદનું પાત્ર ભજવવા ખુબ ઉત્સાહી છું. કેમ કે અંગદની પોતાની રમૂજ હોય છે. તે લેડિઝમેન જેવો દેખાય છે. મારા અગાઉના રોલ કરતાં આ તદ્દન અલગ છે. કાલિંદીના રોલમાં પર્લ સાથે નિક્કી શર્માને લેવામાં આવી છે. નિક્કીએ કહ્યું હતું કે હું લીડ રોલ નિભાવી રહી છું. મને થ્રિલર શોમાં કામ મળ્યું એ વધુ ઉત્સાહ આપનારું છે. આ પાત્ર થકી મને અનેક પ્રયોગો કરવાની તક મળશે. કલાકારોનો આત્મા  અલગ-અલગ રોલનો પ્રયોગો કરવામાં જ સમાયેલો હોય છે. આ રોલ પોતાની રીતે પડકારજનક પણ છે. હું મારી નવી સફર શરૂ કરી ખુબ ખુશ છું.

(10:13 am IST)