Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

નિર્દેશક લવ રંજનની ફિલ્મમાં પહેલીવાર ઓનસ્ક્રીન હશે રણબીર-શ્રદ્ધાની જોડી

મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી લવ રંજનની આગામી ફિલ્મ ચર્ચામાં છે જેમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મમાં લવ રંઝને રણબીર કપૂરની હિરોઈન તરીકે શ્રદ્ધા કપૂરનું નામ ફાઇનલ કર્યું છે. રણબીર કપૂરને બોલિવૂડનો સૌથી પ્રતિભાશાળી કલાકાર માનવામાં આવે છે. જો કે, રણબીર કપૂરે ઘણી ઓછી ફિલ્મો કરી છે અને ઘણી અભિનેત્રીઓ તેની સાથે હજી સુધી પડદા પર દેખાઈ નથી. શ્રદ્ધા કપૂર પણ આ અભિનેત્રીઓમાંની એક છે. શ્રદ્ધાને બોલિવૂડની ઝડપથી ઉભરતી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક પણ માનવામાં આવે છે. પરંતુ હવે  રણબીર-શ્રદ્ધા જોડી ટૂંક સમયમાં જ પડદા પર જોવા મળશે. સમાચાર છે કે 'પ્યાર કા પંચનામા' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચૂકેલા નિર્દેશક લવ રંજનની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે લવ રંઝને આ ફિલ્મ માટે રણબીરની સામે શ્રદ્ધા કપૂરનું નામ ફાઇનલ કર્યું છે. તે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હશે જેની ચર્ચા ઘણા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ તેની કલાકારો વિશે કોઈ ખાસ માહિતી મળી નથી. તે નિશ્ચિત છે કે ચાહકો હવે આતુરતાથી રણબીર અને શ્રદ્ધાની જોડી જોવાની રાહ જોશે.

(5:03 pm IST)